Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Food Storage Tips : સાવધાન! આ 5 વસ્તુઓને ભૂલથી પણ ફ્રીજમાં ન રાખો

Food Storage Tips : ઉનાળાની કાળઝાળ ગરમીમાં (Summer Season) આપણે અનાજ, ફળ અને શાકભાજીને બગડતા અટકાવવા માટે અવારનવાર રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ. જોકે, શું તમે જાણો છો કે દરેક ખાદ્ય પદાર્થ ઠંડા વાતાવરણ માટે અનુકૂળ હોતો નથી?
food storage tips   સાવધાન  આ 5 વસ્તુઓને ભૂલથી પણ ફ્રીજમાં ન રાખો
Advertisement
  • Food Storage Tips : ડુંગળી અને લસણને ફ્રીજમાં રાખવાની ભૂલ ના કરશો
  • કોફી અને ઓલિવ ઓઈલનો સ્વાદ થઈ શકે છે ખરાબ
  • ભેજને કારણે ખોરાકના પોષક તત્વોમાં થાય છે ફેરફાર
  • ઉનાળામાં શાકભાજી સ્ટોર કરવાની સાચી રીત જાણો

Food Storage Tips : ઉનાળાની કાળઝાળ ગરમીમાં (Summer Season) આપણે અનાજ, ફળ અને શાકભાજીને બગડતા અટકાવવા માટે અવારનવાર રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ. જોકે, શું તમે જાણો છો કે દરેક ખાદ્ય પદાર્થ ઠંડા વાતાવરણ માટે અનુકૂળ હોતો નથી? જાણીતા શેફ પંકજ ભદૌરિયાએ (Chef Pankaj Bhadouria) તાજેતરમાં કેટલીક એવી વસ્તુઓની યાદી જાહેર કરી છે જેને ફ્રીજમાં રાખવાથી તેના સ્વાદ, પોષણ અને ગુણવત્તામાં ઘટાડો થાય છે.

ડુંગળી અને લસણ (Onion and Garlic)

મોટાભાગના લોકો ડુંગળીને (Onion) ફ્રીજમાં રાખતા હોય છે, પરંતુ શેફ પંકજ મુજબ ડુંગળી ભેજને ઝડપથી શોષી લે છે, જેના કારણે તે અંદરથી પોચી પડી જાય છે અને સડવા લાગે છે. તેવી જ રીતે લસણને (Garlic) રેફ્રિજરેટરમાં રાખવાથી તે અંકુરિત થવા લાગે છે. આ બંને વસ્તુઓને હંમેશા ખુલ્લી અને સૂકી જગ્યાએ રાખવી હિતાવહ છે.

Advertisement

કેળા (Banana Quality)

કેળા (Banana) એક પોષક તત્વોથી ભરપૂર ફળ છે, પરંતુ તેને ઠંડા તાપમાનમાં રાખવાથી તેની છાલ કાળી પડી જાય છે અને તેના કુદરતી સ્વાદમાં પણ ફેરફાર થાય છે. તેને ફ્રીજને બદલે ઓરડાના સામાન્ય તાપમાનમાં રાખવાથી તે વધુ તાજા રહે છે.

Advertisement

કોફી અને ભેજ (Coffee and Moisture)

કોફીમાં (Coffee) ભેજ શોષવાની અને આસપાસની સુગંધને પોતાની અંદર ખેંચવાની ક્ષમતા હોય છે. જો તમે તેને ફ્રીજમાં રાખો છો, તો તે અન્ય શાકભાજીની ગંધ શોષી લે છે અને તેનો અસલી સ્વાદ કાર્ડબોર્ડ જેવો બેસ્વાદ થઈ જાય છે.

ઓલિવ તેલ (Olive Oil Storage)

રસોઈ અથવા ત્વચાની સંભાળ માટે વપરાતું ઓલિવ ઓઈલ (Olive Oil) ક્યારેય ઠંડી જગ્યાએ ન રાખવું જોઈએ. ઠંડીના કારણે આ તેલ જામવા લાગે છે અને સ્ફટિકીકરણ (Crystallization) થવાથી તે ઘટ્ટ બની જાય છે.

રસોડાના આ સરળ ફૂડ સ્ટોરેજ ટિપ્સ (Food Storage Tips) અપનાવીને તમે તમારા ખોરાકની તાજગી અને પોષણ લાંબા સમય સુધી જાળવી શકો છો.

આ પણ વાંચો : Plastic Chutney Recipe: કાચ જેવી પારદર્શક અને જીભ પર ઓગળી જાય તેવી વાનગી, આ છે અસલી ‘પ્લાસ્ટિક ચટણી’

Tags :
Advertisement

.

×