ADHD : જીવતરને નરક બનાવતો અસાધ્ય માનસિક રોગ
Attention-deficit/hyperactivity disorder (ADHD) એક એવો રોગ જે એક વિક્ષિપ્ત માનસિક સ્થિતિ છે જે વ્યક્તિની ધ્યાન કેન્દ્રિત કરવાની, શાંત રહેવાની અને પોતાને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે
ADHD- આલિયા ભટ્ટ તેના Controversial Behaviorના કારણે અને પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં આવતી રહી છે.
આલિયા વિશે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને તે તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આલિયા ભટ્ટને ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર છે. તેને પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
આલિયા ભટ્ટે જણાવ્યું કે તેને ADHD છે. તેણે જણાવ્યું કે જ્યારે તે નાની હતી. પછી જ્યારે તેના મિત્રો ક્લાસરૂમમાં વાત કરતા ત્યારે તે અચાનક જ ઉભી થઈ જતી અને વચ્ચેથી જ ઊભી થઈને જતી રહેતી. ક્યારેક સાવ નજીવી બાબતે ગુસ્સે થઈ જતી અને હિંસક બની જતી. મિત્રો આ બધું નોટિસ કરતા હતા. પરંતુ તેઓ જાણતા ન હતા કે આલિયા આવું વર્તન કેમ કરે છે?
હાલમાં આલિયા ભટ્ટે કહ્યું છે કે તેને ખબર પડી છે કે તેને એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર છે. જેના કારણે તેણે આવું વર્તન કર્યું હતું. તેણે તેની સારવાર પણ કરાવી છે.
ADHD શું છે અને તેના લક્ષણો શું છે?
એડીએચડી એ બાળપણમાં સૌથી સામાન્ય ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. લક્ષણો બાળપણમાં શરૂ થાય છે અને ઘણીવાર પુખ્તાવસ્થામાં ય રહે છે. ADHD ના ચિહ્નો અને લક્ષણોને ઓળખવાથી નિદાન કરવામાં મદદ મળી શકે છે,જેની સારવાર લાંબી છે. સારવારમાં બિહેવિયર થેરાપી અને દવાઑ હોય છે.
ADHD ધરાવતા પુખ્ત વયના લોકો માટે ધ્યાન કેન્દ્રિત કરવું અને કામને પ્રાથમિકતા આપવામાં મુશ્કેલી પડી શકે છે, જેના કારણે દર્દી સમયમર્યાદા ચૂકી જાય છે અને મીટિંગ્સ અથવા સામાજિક સંબંધો તોડી નાખે છે. આવેગને નિયંત્રિત કરવામાં અસમર્થતા અધીરાઈથી લાઇનમાં રાહ જોવી અથવા ટ્રાફિકમાં ડ્રાઇવિંગથી લઈને મૂડ સ્વિંગ અને ગુસ્સાના વિસ્ફોટ સુધીની હોઈ શકે છે.
પુખ્ત વયના વ્યક્તિઓમાં પણ ADHD લક્ષણો
આવેગ,બેદરકારી ADHD ના લક્ષણો ,કોઈ પણ કામમાં ધ્યાન ના લાગવું ,વારંવાર સ્પેસીનેસ.સૂચનાઓનું પાલન કરવામાં મુશ્કેલી. ...સરળતાથી વિચલિત. ...વિસ્મૃતિ એટલે કે ભૂલકણો સ્વભાવ ...
માનસિક એકાગ્રતા અને વિચારવાની પ્રક્રિયા નથી રહેતી.
ADHD ના લક્ષણો વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાળો આપી શકે છે, જેમાં ખાવાપીવામાં જરાય નિયંત્રણ નથી રહેતું..અસ્વસ્થતા, ક્રોનિક તણાવ અને તાણ અને Inferiority Complex- નીચા આત્મસન્માનનો સમાવેશ થાય છે.
ADHD ધરાવતા લોકો આવેગજન્ય
સારવાર ન કરાયેલ ADHD જીવનભર સમસ્યાઓનું કારણ બની શકે છે. ADHD ધરાવતા લોકો આવેગજન્ય એટલે Short Tempered હોય છે અને એક વિષે પર તેમનું ધ્યાન ઓછું કેન્દ્રિત હોય છે, જે શાળામાં, કામ પર, સંબંધોમાં અને જીવનના અન્ય પાસાઓમાં સફળ થવું મુશ્કેલ બનાવી શકે છે.
જરૂરી નથી કે ઉંમર થાય એમ ADHD વધુ વકરે પણ એ તમારા લક્ષણો જે દેખાય છે તે અનાગત જિંદગીના ઘણા પરિબળો પર આધારિત છે.
ખાસ તો આવી વ્યક્તિઓ Hyper Active હોય છે. શાંત બેસી શકતા નથી, ઘણી વધારે ઊર્જા ધરાવે છે અને અત્યંત વાચાળ હોય છે. આવેગનો અર્થ એ છે કે એમના વર્તનથી બીજાને Hurt કરે છે.એમની સેકસ લાઈફ કાં તો તદ્દન નીરસ અથવા તો હદ બહારના 'કામી' Nymphomaniac હોય છે.
ADHDથી પીડિત બોલીવુડમાં અનેક હસ્તીઓ છે. આલિયા ભટ્ટ ,ફહદ ફાસીલ. ...અભિષેક બચ્ચન. ...હૃતિક રોશન. ...રણબીર કપૂર. ...સોનાક્ષી સિન્હા. ...વિદ્યા બાલન.
તેમની કેરિયર પર એમના વર્તનથી અસર થાય જ
એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર-ADHD ની ઓળખ બાળપણમાં જ થાય છે જ્યારે બાળકો અન્ય બાળકોથી અલગ વર્તન કરે છે. તેઓ બેચેની, નિંદ્રા અને ચિંતા જેવા ગંભીર રોગોથી પીડાય છે. આ રોગથી પીડિત લોકો ઘણીવાર કોઈ કારણ વિના બેચેન રહે છે અને કોઈ એક વસ્તુ પર ધ્યાન આપી શકતા નથી. અને તેઓ ગુસ્સામાં કંઈપણ કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે બાળકો 12 વર્ષના થાય ત્યારે આ રોગની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. પણ સમયસર સારવાર ચાલુ ન કરાય તો જેમ જેમ ઉંમર વધે તેમ આ રોગ પુખ્તાવસ્થામાં ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ADHD આમ તો લગભગ અસાધ્ય રોગ છે પણ જરૂરી સારવાર અને ઘરના અને આજુબાજુઓની વ્યક્તિઓના દર્દી પ્રત્યેના સમજપૂર્વકના વર્તનથી રોગ કાબુમાં અવશ્ય રહે. .
આ પણ વાંચો=નિયત કલાકો ઉપરાંત ઊંઘવાથી આ રોગોને સિધું આમંત્રણ, જીવલેણ છે બીમારીઓ