Aditya Dhar : આદિત્ય ધરે પોતાની ખામીને જ હથિયાર બનાવ્યું
Aditya Dhar : ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ સમુદાય પોતાની બૌદ્ધિક ક્ષમતાથી આગળ વધે છે, ત્યારે અદેખાઈ કરનારાઓ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. જે રીતે વર્ષો પહેલા યહૂદીઓ(Jews) પર 'વર્ચસ્વ'નો આરોપ લાગ્યો હતો, તેવો જ આક્ષેપ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર પણ કરવામાં આવ્યો હતો. પણ સત્ય એ છે કે, પ્રતિભાને કોઈ સરહદો કે નફરતની દીવાલો રોકી શકતી નથી. આજે આ જ વાતને સાબિત કરી બતાવી છે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' -UriTheSurgicalStrike ના સર્જક આદિત્ય ધરે.
એક કાશ્મીરી પંડિત યુવાન આદિત્ય ધરે ડિસ્લેક્સિયા અને અનેક નિષ્ફળતાઓ સામે લડીને 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી માસ્ટરપીસ ફિલ્મ આપી. પછી ‘ધુરંધર’(Dhurandhar) ફિલ્મ સફલતનાં શિખરો સર કર્યા એની પ્રેરણાદાયી સત્ય ઘટના પર નજર નાખીએ.
Aditya Dhar : વિરાસતમાં મળેલી કળા અને સંસ્કાર
આદિત્ય ધરની સફળતા પાછળ તેમની માતા સુનીતા ધરનું મોટું યોગદાન છે. સુનીતાજી પોતે એક પ્રખર સિતાર વાદક છે અને દિલ્હી યુનિવર્સિટીના મ્યુઝિક ફેકલ્ટીમાં ડીન રહી ચૂક્યા છે. 1976માં તેમને કાશ્મીરમાં પ્રતિષ્ઠિત 'હબ્બા ખાતૂન' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આદિત્ય જ્યારે 2006માં મુંબઈ આવ્યા, ત્યારે તેમની પાસે કોઈ મોટું બેકગ્રાઉન્ડ નહોતું, માત્ર લોહીમાં વણાયેલી કળા અને માતાના આપેલા સંસ્કારો હતા.
Aditya Dhar : નિષ્ફળતાઓ અને સંઘર્ષનો પહાડ
આદિત્યની સફર ફૂલોની પથારી નહોતી:
૧. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019)
ભૂમિકા: લેખક અને દિગ્દર્શક.
વિશેષતા: આ ફિલ્મ આદિત્ય ધરના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી અને તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો નેશનલ એવોર્ડ અપાવ્યો.
૨. આર્ટિકલ 370 (2024)
ભૂમિકા: નિર્માતા (Producer) અને લેખક.
વિશેષતા: કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ઘટના પર આધારિત આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ધરે કર્યું છે. આ ફિલ્મમાં તેમની પત્ની યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.
૩. ધુરંધર (Dhurandhar - આગામી ફિલ્મ)
ભૂમિકા: દિગ્દર્શક.
વિશેષતા: હાલમાં તેઓ આ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારો હોવાની ચર્ચા છે. આ એક હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર હોવાનું મનાય છે.
૪. બૂંદ (Short Film - 2009)
ભૂમિકા: લેખક અને દિગ્દર્શક.
વિશેષતા: આ તેમની શરૂઆતની શોર્ટ ફિલ્મ હતી, જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.
૫. લેખક તરીકે અન્ય ફિલ્મો:
દિગ્દર્શક બનતા પહેલા તેમણે ઘણી ફિલ્મોમાં સંવાદો (Dialogues) અને ગીતો લખ્યા છે:
આક્રોશ (2010): પ્રિયદર્શનની આ ફિલ્મમાં તેમણે ડાયલોગ્સ લખ્યા હતા.
તેઝ (2012): આ ફિલ્મમાં પણ તેમણે સંવાદ લેખન કર્યું હતું.
૬. અટકી ગયેલા પ્રોજેક્ટ્સ (જે ચર્ચામાં રહ્યા):
રાત બાકી: આ ફિલ્મ ફવાદ ખાન સાથે બનવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે અટકી ગઈ.
ધ ઈમોર્ટલ અશ્વત્થામા: આ આદિત્યનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જે મોટું બજેટ અને ટેકનિકલ કારણોસર હાલમાં હોલ્ડ પર છે.
કાશ્મીરી પંડિતોના સંઘર્ષ અને વિજયની એક અવિસ્મરણીય ગાથા એટલે આદિત્ય ધર
2016: ધર્મા પ્રોડક્શન સાથે મોટો બ્રેક મળવાનો હતો, પણ ઉરી હુમલાને કારણે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાગ્યો અને પ્રોજેક્ટ બંધ થઈ ગયો.
જ્યારે આદિત્ય ભાંગી પડ્યા, ત્યારે તેમની માતાના શબ્દોએ જાદુ કર્યો: "તું ધરનો દીકરો છે, હિંમત ન હાર!"
ડિસ્લેક્સિયાને બનાવ્યું હથિયાર
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આદિત્ય ધર-Aditya Dhar ડિસ્લેક્સિયા (Dyslexia) થી પીડિત છે. તેમને વાંચવામાં અને લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. પણ એક લેખક તરીકે તેમણે આ ખામીને જ પોતાની શક્તિ બનાવી. તેઓ કહે છે કે, "હું વધુ વાંચી નથી શકતો, એટલે હું એટલું જ લખું છું જે ખરેખર જરૂરી હોય." આ જ કારણ છે કે તેમની સ્ક્રિપ્ટ 'ટાઈટ' અને પ્રભાવશાળી હોય છે.
12 દિવસમાં લખાયેલો ઈતિહાસ
જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, ત્યારે આદિત્યએ 6 મહિના સુધી ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું. જ્યારે જાણવા મળ્યું કે બીજા પ્રોડ્યુસર્સ પણ આ જ વિષય પર કામ કરી રહ્યા છે, ત્યારે તેમણે માત્ર 12 દિવસમાં આખી ફિલ્મ લખી નાખી. રોની સ્ક્રુવાલાએ જ્યારે ફ્લાઈટમાં આ સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે લેન્ડ થતા જ ફિલ્મ બનાવવાની હા પાડી દીધી હતી!
કાશ્મીરી પંડિતોએ ક્યારેય રડવાનું કે નફરત ફેલાવવાનું કામ નથી કર્યું. તેઓ જ્યાં ગયા, ત્યાં પોતાની મહેનતથી નવું સામ્રાજ્ય ઊભું કર્યું. આદિત્ય ધરે સાબિત કર્યું કે જો તમારી પાસે મેરિટ (લાયકાત) છે, તો આખું ભારત તમારું ઘર છે.


