Alka Yagnik Padma Bhushan: અચાનક આવેલી મુશ્કેલી
ઉલ્લેખનીય છે કે, અલકા યાજ્ઞિક છેલ્લા 2 વર્ષથી જાહેર જીવન અને ફિલ્મી દુનિયાથી અંતર જાળવી રહી છે. આ અંતર પાછળનું મુખ્ય કારણ 'સેન્સોરીન્યુરલ હિયરિંગ લોસ' (sensorineural nerve hearing loss) નામની એક દુર્લભ બીમારી છે. વર્ષ 2024માં જ્યારે એક ફ્લાઈટમાંથી ગાયિકા નીચે ઉતરૂ, ત્યારે તેમને અચાનક અનુભવ થયો કે તેની સાંભળવાની શક્તિ ઓછી થઈ ગઈ છે. આ એક એવો આઘાત હતો જેણે એક ગાયિકાના જીવનમાં અંધકાર લાવી દીધો હતો. તબીબી તપાસ બાદ સામે આવ્યું કે એક વાયરલ ઈન્ફેક્શનના કારણે તેના આંતરિક કાન અને નસોને નુકસાન પહોંચ્યું હતું.
Alka Yagnik Padma Bhushan: સાંભળવાની ક્ષમતા અને સંગીતનો સંબંધ
એક ગાયિકા માટે સાંભળવાની શક્તિ ગુમાવવી એ કરિયરના અંત સમાન ગણાય છે. સંગીતમાં સૂર અને તાલની પરખ માટે કાનનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. અલકા યાજ્ઞિકે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ બીમારીના કારણે તેણે અવાજ અને સંગીતની દુનિયાથી દૂર થવું પડ્યું છે. તેમના માટે આ સમય ખૂબ જ માનસિક સંઘર્ષ ભરેલો રહ્યો છે. જોકે, તેનો સંગીત પ્રત્યેનો પ્રેમ અને ચાહકોનો સાથ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છે.
Alka Yagnik Padma Bhushan: યુવા પેઢી માટે સાવચેતીનો સંદેશ
અલકા યાજ્ઞિકે આ બીમારીને લઈને યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેણે કહ્યું કે આજના સમયમાં લોકો ખૂબ જ મોટા અવાજમાં હેડફોન અને બ્લૂટૂથ ડિવાઈસનો ઉપયોગ કરે છે, જે કાન માટે અત્યંત જોખમી છે. તેણે અપીલ કરી છે કે આધુનિક ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી કાનને કાયમી નુકસાન થઈ શકે છે. પોતાનું સ્વાસ્થ્ય જાળવવું એ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.
આશા અને મક્કમતાની નવી સવાર
નોંધનીય છે કે, પદ્મ ભૂષણ પુરસ્કાર સ્વીકારતી વખતે અલકા યાજ્ઞિકના ચહેરા પર એક અલગ જ દ્રઢતા જોવા મળી હતી. તેમણે સાબિત કર્યું છે કે શારીરિક પડકારો જીવનની સફળતાને અટકાવી શકતા નથી. ભલે તેઓ હાલમાં પ્રોફેશનલ રીતે સક્રિય ન હોય, પરંતુ તેમનો અવાજ આજે પણ કરોડો લોકોના દિલમાં ધબકે છે. તેમના ચાહકો આજે પણ પ્રાર્થના કરી રહ્યા છે કે, તેઓ જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય અને સંગીતની દુનિયામાં વાપસી કરે.
આ પણ વાંચો--- Rapunzel Syndrome : મહિલાના પેટમાંથી નીકળ્યો વાળનો મોટો ગુચ્છો, ડોક્ટર માથું ખંજવાળતા રહી ગયા