ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખરાબ Cholesterol શરીરમાંથી દૂર થઇ જશે! અપનાવો આ ઘરેલું ઉપાય

જો ખરાબ Cholesterol હૃદયની નસઓમાં જમા થઈ જાય છે તો તે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
11:50 PM Aug 16, 2025 IST | Mustak Malek
જો ખરાબ Cholesterol હૃદયની નસઓમાં જમા થઈ જાય છે તો તે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

જો ખરાબ Cholesterol હૃદયની નસઓમાં જમા થઈ જાય છે તો તે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. ખરાબ જીવનશૈલી, તેલયુક્ત ખોરાકનું સેવન આના મુખ્ય કારણો છે. નસોમાં અટવાયેલું કોલેસ્ટ્રોલ ધીમે ધીમે જામ થતું જાય છે, જે લોહી પરિભ્રમણને અસર કરે છે અને ગંભીર પરિસ્થિતિનું કારણ બની શકે છે.જોકે, તમે ખોરાકમાં કેટલીક વસ્તુઓનું સેવન કરીને કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયની સમસ્યાઓ ઘટાડી શકો છો. આ ઘરેલું ઉપાયો માત્ર રક્ત પરિભ્રમણને સુધારતા નથી પણ હૃદયને મજબૂત પણ રાખે છે.

Cholesterol ઘટાડવા માટે 5 ઘરેલું ઉપાયો

લસણ

લગભગ બધા ઘરોમાં ખાવામાં આવતું લસણ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેમાં હાજર એલિસિન તત્વ ધમનીઓમાં જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે 2 કાચા લસણની કળી ખાવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે અને નસોમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને ધીમે ધીમે સાફ કરવામાં મદદ મળે છે.

 

 

ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દિવસમાં 1 થી 2 કપ ગ્રીન ટી પીવાથી   ચરબીનો પ્રમાણ ઓછો થાય છે. તે નસોમાં જામ  થયેલ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે.

હળદર

હળદર પણ રસોડામાં એક સામાન્ય મસાલો છે. તેમાં હાજર કર્ક્યુમિન બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે લોહીને પાતળું કરવાનું અને નસોમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરે છે. દરરોજ હળદર સાથે દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો:    Carrot-Apple Juice: ગાજર-સફરજનનો જ્યુસ સ્વાસ્થય માટે છે ફાયદાકારક, પાંચ મિનિટમાં કરો આ રીતે તૈયાર

Tags :
Cholesterolhealthhealth newshealth tipsHome Remedies to Cholesterol
Next Article