Health Tips : એલ્યુમિનિયમ ફોઇલને કહો બાય...બાય...,આ પાનમાં ખાવાનું પેક કરવાથી થશે સ્વાસ્થ્યને લાભ
- મોટાભાગના લોકો Aluminum Foil પેપરમાં જમાવાનું પેક કરે છે.
- Aluminum Foil પેપરની જગ્યાએ તમે આ પાનનો પણ કરી શકો છો ઉપયોગ
- આ પાનમાં જમવાનું પેક કરવાથી અને જમવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક લાભ
Aluminum Foil : મોટાભાગના બાળકો, સ્ત્રી અને પુરુષો ટીફિન લઈને જ ઓફિસ અને શાળામાં જતા હોય છે. ત્યારે રોટલી કે પરોઠા જેવી વાનગીઓ ઠંડી ન થઈ જાય તે માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરતા હોય છે. ફોઈલ પેપરનો ઉપયોદ કરવો સૌથી સરળ વિકલ્પ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે? પરંતુ એલ્યુમિનિયમ ફોઈલ પેપરના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ આવતાની સાથે જ લોકો તેનો વિકલ્પ શોધી રહ્યાં છે.
દાદા-દાદી પેઢીઓથી ખોરાકને પેક કરવા અને પીરસવા માટે કેટલાક પાનનો ઉપયોગ કરતા હતા. આ પાન માત્ર રોટલી પેક કરવા જ નહીં પરંતુ ખોરાકમાં સ્વાદ પણ વધારે છે. સૌથી અગત્યનું, તે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ, બાયોડિગ્રેડેબલ અને સ્વાસ્થ્ય માટે સલામત છે.
એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવો નુકસાનકારક
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જ્યારે ગરમ, ખાટા (જેમ કે લીંબુ, ટામેટા) અથવા મસાલેદાર ખોરાક એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરવામાં આવે છે, ત્યારે થોડી માત્રામાં એલ્યુમિનિયમ ખોરાકમાં ભળી શકે છે. સંશોધન સૂચવે છે કે એલ્યુમિનિયમના વધુ પડતા સંપર્કથી નર્વસ સિસ્ટમ પર અસર થઈ શકે છે. લાંબા સમય સુધી એલ્યુમિનિયમના ઉચ્ચ સ્તરના સંપર્કમાં રહેવાથી હાડકા અને મગજની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તેને અલ્ઝાઇમર જેવા રોગો સાથે પણ જોડવામાં આવ્યું છે. ક્યારેક ક્યારેક તેનો ઉપયોગ હાનિકારક નથી, પરંતુ દૈનિક ઉપયોગથી આ સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
આ લીલા પાનમાં ખોરાક પેક કરો(Aluminum Foil)
ખોરાક પેક કરવા માટે તમે કેળાના પાનનો ઉપયોગ કરી શકો છો. દક્ષિણ ભારતમાં કેળાના પાન પર ખોરાક પીરસવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કેળાના પાન પર ખોરાક ખાવા અને પેક કરવાને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. રિસર્ચ અનુસાર કેળાના પાનમાં રસાયણો ન હોવાથી તેમાં જમવું અને ખોરાક પેક કરવો ફાયદાકારક છે. વધુમાં, તેમાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે, જે ખોરાકને બેક્ટેરિયાથી બચાવે છે.
કેળાના પાનમાં ખોરાક પેક કરવાના ફાયદા
કેળાના પાંદડામાં પોલીફેનોલ્સ અને વિટામિન A અને C જેવા કુદરતી સંયોજનો હોય છે, જે પીરસવામાં આવે ત્યારે ઓછી માત્રામાં ખોરાકમાં ટ્રાન્સફર થઈ શકે છે. કેળાના પાંદડા પર ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કોઈ રસાયણો કે પ્લાસ્ટિક હોતું નથી, તેથી ખોરાક સુરક્ષિત રહે છે. વધુમાં, ગરમ ખોરાક પાનને પૌષ્ટિક ઈજાઈમ પણ પ્રદાન કરે છે જે પાચનમાં મદદ કરે છે. આ પદ્ધતિ પેટને પણ હળવું રાખે છે અને ખોરાકનો સ્વાદ વધારે છે.
આ પણ વાંચો: ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?


