Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bank Holidays March 2026 : ફટાફટ પતાવી લેજો તમારા કામ! 28 ફેબ્રુઆરીથી આ તારીખ સુધી બેંક રહેશે બંધ!

માર્ચ મહિનાની શરૂઆત બેંક ગ્રાહકો માટે મુશ્કેલીભરી બની શકે છે, કારણ કે હોળીના પર્વ અને વીકેન્ડના સંયોગને લીધે સતત પાંચ દિવસ સુધી બેંકિંગ કામકાજ પર અસર પડવાની શક્યતા છે. RBI ના નિયમો અને વિવિધ રાજ્યોના તહેવારોને જોતા રજાઓનું આખું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે
bank holidays march 2026    ફટાફટ પતાવી લેજો તમારા કામ  28 ફેબ્રુઆરીથી આ તારીખ સુધી બેંક રહેશે બંધ
Advertisement
  • 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી (Bank Holidays March 2026) બેંકિંગ કામકાજ પર અસર
  • ચોથો શનિવાર, રવિવાર અને હોળીની રજાઓ
  • અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં બેંકો રહેશે બંધ
  • રોકડની ખેંચ ન પડે તે માટે ATM સેવાઓ રહેશે કાર્યરત
  • બેંકો બંધ છતાં UPI અને નેટ બેંકિંગથી થશે વ્યવહાર

Bank Holidays March 2026 : જો તમે આગામી દિવસોમાં બેંકને લગતું કોઈ મહત્વનું કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ હોળીના તહેવારો (Holi Festival) અને વીકેન્ડના કારણે દેશના વિવિધ ભાગોમાં સતત પાંચ દિવસ સુધી બેંકમાં રજાઓ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) ના કેલેન્ડર મુજબ, જો તમે 27 ફેબ્રુઆરી સુધીમાં તમારા કામ પૂર્ણ નહીં કરો, તો તમારે લાંબી રાહ જોવી પડી શકે છે.

Bank Holidays March 2026_GUJRAT_FIRST

Advertisement

રજાઓની શરૂઆત 28 ફેબ્રુઆરીથી થશે

રજાઓની શરૂઆત 28 ફેબ્રુઆરીથી થશે, જે મહિનાનો ચોથો શનિવાર (Fourth Saturday) હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે. ત્યારબાદ 1 માર્ચના રોજ રવિવારની સાપ્તાહિક રજા (Weekly Holiday) હોવાથી કામકાજ બંધ રહેશે. હોળી અને ધુળેટીના કારણે 2 થી 4 માર્ચ દરમિયાન વિવિધ રાજ્યોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.

Advertisement

Bank Holidays March 2026_GUJRAT_FIRST

રાજ્યવાર રજાઓની વિગત (City-wise Bank Holidays):

2 માર્ચ (હોલિકા દહન): લખનૌ અને કાનપુરમાં બેંકો બંધ રહેશે.

3 માર્ચ (ધુલંડી/ડોલ જાત્રા): દિલ્હી, મુંબઈ, જયપુર, પટના અને કોલકાતા જેવા મુખ્ય શહેરોમાં બેંકોમાં રજા રહેશે.

4 માર્ચ (Holi 2026): અમદાવાદ (Ahmedabad), ચંદીગઢ, રાંચી અને લખનૌ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકો બંધ રહેશે.

જોકે, બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ (Digital Banking Services) જેવી કે નેટ બેંકિંગ, UPI અને મોબાઈલ બેંકિંગ 24/7 ચાલુ રહેશે. આ ઉપરાંત, રોકડ ઉપાડ માટે એટીએમ (ATM) સેવાઓ પણ કાર્યરત રહેશે, જેથી સામાન્ય વ્યવહારોમાં કોઈ અડચણ આવશે નહીં. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના શહેરની રજાઓની યાદી ચકાસીને જ બેંકની મુલાકાત લે.

હોળી બાદ પણ માર્ચમાં રજાઓ

13 માર્ચ - Chapchar Kut (કેટલાક રાજ્યોમાં)
17 માર્ચ - Shab-i-Qadr (જમ્મુ/કાશ્મીર)
19 માર્ચ - ગુડી પડવા, ઉગાદી જેવા તહેવારો
20-21 માર્ચ - ઈદ અલ-ફિત્ર / ઈદ
26-27 માર્ચ - રામ નવમી
31 માર્ચ - કેટલીક જગ્યાએ સ્થાનિક રજા (જોકે RBI એ કેટલાક રાજ્યોમાં આ રજા રદ કરી છે.)

ડિજિટલ ટ્રાન્ઝકેશન કરનારાઓ માટે આ અનુકૂળ રહેશે

આ રજાઓનો અર્થ એ નથી કે દરેક બેંકિંગ સર્વિસ બંધ રહેશે. ઓનલાઈન બેંકિંગ (UPI, મોબાઈલ/નેટ બેંકિંગ, ATM) સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ડિજિટલ ટ્રાન્ઝકેશન કરનારાઓ માટે આ અનુકૂળ રહેશે. જો તમને ફિઝિકલ સર્વિસ (જેમ કે ચેક ડિપોઝિટ, KYC અપડેટ્સ, ડ્રાફ્ટ્સ, વગેરે) ની જરૂર હોય, તો અગાઉથી યોજના બનાવો અને રજાઓ પહેલાં કામ પૂરું કરો.

આ પણ વાંચો : Ice Cream At Night : ગળ્યા સ્વાદ સિવાય શરીર માટે કંઇ સારુ નથી !

આ પણ વાંચો : Ice Cream At Night : ગળ્યા સ્વાદ સિવાય શરીર માટે કંઇ સારુ નથી !

Tags :
Advertisement

.

×