Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Be Careful : યુદ્ધનો ભય બાળકો માટે ચાઈલ્ડહૂડ ટ્રોમા (Childhood Trauma) ન બને તે ધ્યાન રાખજો

અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ (India-Pakistan Conflict) ચરમસીમા પર છે. માતા-પિતાએ બાળકોના મનમાં યુદ્ધનો ભય ઘર ન કરી જાય, બાળકો માટે યુદ્ધનો ભય ચાઈલ્ડહૂડ ટ્રોમા (Childhood Trauma) ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાંચો વિગતવાર.
be careful   યુદ્ધનો ભય બાળકો માટે ચાઈલ્ડહૂડ ટ્રોમા  childhood trauma  ન બને તે ધ્યાન રાખજો
Advertisement
  • યુદ્ધનો ભય બાળકો માટે Childhood Trauma ન બની જાય તેનું ધ્યાન રાખો
  • બાળકોની હાજરીમાં ક્ષોભયુક્ત ચર્ચાઓ કરવાનું ટાળો
  • ડ્રોઈંગરુમમાં બાળકો સામે યુદ્ધના પ્રસારણ કે ચેતવણી જોવાનું ટાળો
  • બાળકોને આવા સમયે Positive Activitiesમાં વ્યસ્ત રાખો
  • જો શક્ય હોય ત્યાં સુધી બાળકોની રુટીન Life Style ડિસ્ટર્બ ન કરો

Be Careful : 22મી એપ્રિલે પહલગામ પર થયેલ અમાનવીય અને હીચકારા હુમલા બાદ ભારતે વળતા જવાબમાં પાકિસ્તાન પર OPERATION SINDOOR થી જડબાતોડ જવાબ આપ્યો છે. આજે 7મી મેના રોજ ભારત સરકાર દ્વારા Mock Drill and Blackout ની જાહેરાત કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં માતા-પિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ તો બાળકોના કુમળા મગજમાં યુદ્ધનો ભય ઘર કરી ન જાય (Childhood Trauma) તે રીતે વર્તવું જોઈએ.

માતા-પિતાનું વલણ સૌથી મહત્વપૂર્ણ

જ્યારે યુદ્ધની વાતો થતી હોય, ટીવી-રેડિયો-મોબાઈલમાં યુદ્ધના સમાચાર પ્રસારિત થતા હોય ત્યારે બાળકોના કુમળા માનસ પર આની વિપરિત અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે માતા-પિતાનું વલણ (Parents Behaviour) બાળક માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થાય છે. યુદ્ધના કે ચેતવણીના સમાચારો વખતે માતા-પિતાએ બાળકોની હાજરીમાં હકારાત્મક વલણ (Positive Approach) અપનાવવું જોઈએ. જેથી કરીને બાળક ડરી ન જાય. જો બાળક ડરેલું જણાય તો તેની સાથે હકારાત્મક સંવાદ કરવો જોઈએ. તેને ડરની પરિસ્થિતિનો હિમ્મતપૂર્વક સામનો કરવો જોઈએ તે કહેતા પહેલા કહેવું જોઈએ કે, ડર એ કુદરતી બાબત છે અને ડરવું કોઈ ખોટી બાબત નથી. આમ કહેવાથી બાળકમાં ઈન્ફીયોરિટી કોમ્પલેક્ષ આવતો નથી.

Advertisement

રુટીન Life Style જાળવી રાખો

બાળકની એક રુટીન Life Style હોય છે. જેમાં બાળકનું સુવું-ઉઠવું-રમવું-ખાવું-ભણવું વગેરે જેવી દૈનિક ક્રિયાઓ સામેલ હોય છે. યુદ્ધ, મોક ડ્રીલ, બ્લેકઆઉટ કે વોર્નિંગ સિગ્નલ સમયે બાળકોની આ રુટીન Life Style શક્ય હોય ત્યાં સુધી જાળવી રાખો. જો રુટીન લાઈફ સ્ટાઈલ જાળવી શકાય તેવું ન હોય તો બાળકને રમત રમાડો અને તેના ભાગ રુપે તેની રુટીન લાઈફ સ્ટાઈલ બદલો. જેમકે બ્લેકઆઉટની પરિસ્થિતિમાં બાળકોને ડરાવી દેવાને બદલે જણાવો કે આપણે આજે નવો પ્રયોગ કરીએ અને અંધારામાં બાળકને એકલું ન મુકો.

Advertisement

આ પણ વાંચોઃ Firing on LoC: પાકિસ્તાનની અવળચંડાઈ! LoC પર ફાયરિંગમાં 13 ભારતીયોના મોત, 57 થી વધુ ઈજાગ્રસ્ત

બાળકની હાજરીમાં ક્ષોભયુક્ત ચર્ચાઓ ટાળો

ડ્રોઈંગરુમમાં બાળકની હાજરીમાં વોર ન્યૂઝ, વોર સિગ્નલ, લેટેસ્ટ ઈન્ફો વગેરે ટીવી-મોબાઈલમાં જોવાનું બની શકે તો ટાળો. બાળકની ગેરહાજરીમાં કોઈ સમાચાર કે ચેતવણી જાણવી હોય તો જાણો. બાળક હાજર હોય ત્યારે ટીવી-મોબાઈલમાં યુદ્ધના ભયાનક દ્રશ્યો, લોહીલુહાણ થઈ ગયેલ મૃતદેહો, રો-કકળ વગેરે જોવાનું ટાળો. આ ભયાનક દ્રશ્યો જોયા બાદ તેની ક્ષોભયુક્ત ચર્ચાઓ પણ ટાળો. અત્યારે માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દરેક માહિતી પર બાળકની હાજરીમાં ક્ષોભયુક્ત ડીબેટ કરવાનું ટાળો.

બાળકોને Positive Activities માં બિઝી રાખો

યુદ્ધ કે આપાતકાલીન સ્થિતિઓમાં બાળકોને હંમેશા પોઝિટિવ એક્ટિવિટીઝ (Positive Activities) માં બિઝી રાખો. જો બાળકનું મગજ નવરું રહેશે તો તે યુદ્ધ કે ચેતવણી અંગેની માહિતીઓ જાણશે અને ડરવા લાગશે. પોઝિટિવ એક્ટિવિટીઝમાં સૌથી પહેલા બાળકોને ગમતી એક્ટિવિટી કરાવડાવો. જેમાં ડાન્સ, સિંગિંગ, બોર્ડ ગેમ પ્લેઈંગ, અંતાક્ષરી, ફેન્સી ડ્રેસ, ડ્રોઈંગ, સ્ટોરી ટેલિંગ વગેરે કરાવડાવો. Positive Activities થી બાળક બિઝી રહેશે અને પ્રફુલ્લિત રહેશે જેથી તેના મનમાં યુદ્ધ કે અન્ય કોઈ આપાતકાલીન સ્થિતિનો ડર ઘર નહીં કરી જાય.

આ પણ વાંચોઃ  Pakistan : આતંકીઓને પાકિસ્તાનમાં મળ્યું સન્માન,પાકિસ્તાનની સેના ચોધાર આંસુએ રડી!

Tags :
Advertisement

.

×