Beauty tips: નિખરતી ત્વચા માટે બ્યુટી પાર્લર જવાની નથી જરૂર, ઘરની જ સામાન્ય વસ્તુના ઉપયોગથી મળશે અદભૂત રિઝલ્ટ
- Beauty tips: નિખરતી ત્વચા માટે છોડો બ્યુટી પાર્લરનો મોંઘોદાટ ખર્ચ
- ઘરની જ અતિ સામાન્ય વસ્તુ બ્યુટી પ્રોડક્ટ કરતા પણ અનેકગણી છે પરીણામલક્ષી
- એક જ વસ્તુ અને બે-બે પરીણામ, આરોગ્યની સાથે સૌંદર્યમાં નિખાર
Beauty tips: હવે કોઈ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, એ વાત ચોક્કસ છે કે આપણા બધાના મનમાં સુંદરતા અને આકર્ષક, સ્વચ્છ અને ચમકતી ત્વચા સાથે જોડાયેલા છે. સરળ શબ્દોમાં કહીએ તો, આપણે ગોરા રંગના લોકોને સુંદર માનીએ છીએ. આ જ કારણ છે કે બ્યુટી પાર્લર (Beauty parlor) ના મોંઘાદાટ ફેશિયલ (Facial) અને અન્ય બ્યુટી ટ્રિટમેન્ટ (Beauty treatment) પાછળ મહિલાઓ હજારો રૂપિયા આંખ બંધ કરીને ખર્ચી નાખે છે. પરંતુ શું તમને ખબર છે, કે હજારો રૂપિયાના ખર્ચે જે રિઝલ્ટ (Result) મળે છે. તે જ રિઝલ્ટ તમે ઘરની જ વસ્તુનો ઉપયોગ કરીને મેળવી શકો છો. ચમકતો ચહેરો મેળવવા માટે સાબુ (Soap) થી ચહેરો ઘસવાની કે બ્યુટી પાર્લરની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ફક્ત એક સફેદ ઘટકથી ત્વચા (Skin) માં કુદરતી ચમક લાવી શકો છો. ચાલો જાણીએ કે આ ઘટક શું છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
Beauty tips: પહેલા તો એ સમજો કે,સાબુ ત્વચાને ચમકાવતો નથી!
નિખાર લાવવા માટે ઘણીવાર મહિલાઓ સાબુને રીતસરનો ચહેરા પર ઘસી નાખે છે. પણ તેનાથી માત્રને માત્ર ચહેરામાં ડ્રાઈનેસ (Dryness) આવે છે. અથવા વધુ પડતા સાબુના ઉપયોગથી કુદરતી ચમક જતી રહે છે. નિખારના બદલે ચહેરો નિસ્તેજ થવા લાગે છે. તમારે એ સમજવું જોઈએ કે કોઈ પણ સાબુ ત્વચાને ચમકાવવામાં મદદ કરતું નથી. ઉલ્ટાનું સાબુ સ્કીનને નુકસાન પહોંચાડે છે. સાબુ ત્વચાના કુદરતી તેલને દૂર કરે છે. અને શુષ્ક ત્વચાનું કારણ બને છે. માટે સ્નાન કરતી વખતે સાબુનો બને એટલો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
Beauty tips MILK BATH 01_GUJARAT_FIRST
Beauty tips: સ્નાન કરતી વખતે દૂધ (Milk) નો ઉપયોગ કરવો
દૂધને સારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે. દૂધમાંથી કેલ્શિયમ (Calcium) મળી રહે છે. માટે જ ડૉક્ટર્સ (Doctors) પણ દૈનિક દૂધના સેવનની સલાહ આપતા હોય છે. પણ તમે એ પણ જાણી લો, દૂધ માત્ર આરોગ્ય (Health) માટે જ નહીં પણ સૌંદર્ય પ્રસાધન તરીકે પણ અતિ ઉપયોગી છે. આ દૂધના ઉપયોગથી નિસ્તેજ ત્વચામાં ચેતના આવી જશે. ચહેરા અને શરીરને સાફ કરવા માટે દૂધનો ઉપયોગ કરી શકાય છે. આ વાક્ય વાંચીને તમને એવું થશે કે, સ્નાન કરવા માટે કેટલા લીટર દૂધની જરૂર પડશે. આ મોંઘવારીમાં દૂધથી સ્નાન કેવીરીતે પોસાય. પણ તેનાથી વિપરીત સ્નાન કરવા માટે મોટા પ્રમાણમાં દૂધની જરૂર નથી. ફક્ત બે ચમચી દૂધ પર્યાપ્ત છે. જેના ઉપયોગથી ત્વચા ભેજયુક્ત રહેશે.
દૂધથી સ્નાન કેવીરીતે કરવું?
દૂધથી સ્નાન કરવા માટે તમારે કંઈપણની જરૂર નથી. દૂધથી ભરેલી ડોલની જરૂર તો બિલકુલ નથી. ફક્ત બે ચમચીની જરૂર છે. આ બે ચમચી દૂધને ચહેરા (Spoon) અને શરીર પર તેલની જેમ લગાવી શકો છો. તેને હળવા હાથે ઘસવાથી ગંદકી દૂર થશે. અને તમારી ત્વચાને હાઇડ્રેટ (Hydrate) કરવામાં મદદ મળશે. દૂધથી માલિસ કર્યા પછી રોજની જેમ સામાન્ય રીતે પાણીથી સ્નાન કરી લેવું
Beauty tips MILK BATH 02_GUJARAT_FIRST
દૂધથી સ્નાન કરવાના ફાયદા
દૂધથી સ્નાન કરવાથી મૃત ત્વચા (Dead skin) ફરીથી જીવંત થશે. ચહેરામાં ચમક વધવા લાગશે. શરીર પર જે ગંદકી હતી તે પણ દૂર થવા લાગશે. એક વાત યાદ રાખો કે, આ ઉપાય શરૂ કર્યાના ધીમે ધીમે રિઝલ્ટ (Result) મળવા લાગશે. માટે પરીણામ માટે થોડી ધીરજ રાખવી. જેમ જેમ દૂધનું સ્નાન વધશે તેમ તેમ તમે ખુદ ફરક અનુભવ કરશો.
નોંધ : આ લેખમાં ઉપાયો અંગેની માહિતી અને દાવાઓ ફક્ત સોશિયલ મીડિયા આધાારિત છે. ઉપયોગ કરતા પહેલા તેની ચોક્કસાઈ તપાસ કરવી જોઈએ.કોઈપણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો- Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો
આ પણ વાંચો- Yoga for Winter : શિયાળામાં શરીરને ગરમ રાખવા કરો આ 5 પાવરફુલ યોગાસન


