Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Summer Vacation માં J & K સિવાયના Best Tourist Destinations જાણી લો...

અત્યારે J & K માં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. બીજી તરફ સમર વેકેશન છે. ગુજરાતીઓ પ્રવાસના કેટલા શોખીન હોય છે તે જણાવવાની કોઈ જરૂર નથી. તેથી ગુજરાતીઓ માટે અમે J & K સિવાયના Best Tourist Destinations જણાવીએ છીએ. વાંચો વિગતવાર.
summer vacation માં  j   k સિવાયના best tourist destinations જાણી લો
Advertisement
  • J & K સિવાયના J & K જેવું કુદરતી સૌંદર્ય ધરાવતા Best Tourist Destinations
  • ઉત્તરાખંડનું ફ્લાવર વેલી માત્ર ફુલો જ નહિ પરંતુ કુદરતી દ્રશ્યો માટે પણ જાણીતી છે
  • હિમાચલ પ્રદેશની બરોટ વેલી ખૂબ જ સુંદર અને મનોહર પર્યટન સ્થળ છે
  • પેંગોંગ લેકનું કુદરતી સૌંદર્ય સ્વર્ગ સમાન છે

Best Tourist Destinations : ગુજરાતીઓ પ્રવાસના બહુ શોખીન હોય છે. તેમાંય ઉનાળામાં J & K ગુજરાતીઓની પ્રથમ પસંદગી બની રહે છે. J & K માં અત્યારે દુર્ભાગ્યપૂર્ણ આતંકવાદી હુમલા બાદની સ્થિતિ તંગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરુ થઈ શકે છે. આ સ્થિતિમાં ઉનાળુ વેકેશનમાં ફરવા માટેના J & K સિવાયના પરંતુ
J & K જેવા જ ઊંચા પર્વતો, ખળખળ વહેતી નદીઓ અને પુષ્કળ હરિયાળીઓ જેવા કુદરતી સૌંદર્યો ધરાવતા બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ અમે આપને જણાવીશું.

ફ્લાવર વેલી - ઉત્તરાખંડ

ઉત્તરાખંડની Flower Valley માત્ર ઉત્તરાખંડ જ નહિ પરંતુ સમગ્ર ભારતના સુંદર સ્થળો પૈકીનું એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે અને વિવિધ પ્રકારના ફૂલોનું મનમોહક નજારો માણે છે. ઉલ્લેખનીય છે કે અહીં 550 થી વધુ પ્રકારના ફૂલો જોઈ શકાય છે. આ ખીણ ફક્ત તેના વિવિધ ફૂલો માટે જ નહિ પરંતુ આ સ્થળના ધોધ અને ઊંચી ટેકરીઓ માટે પણ જાણીતી છે. માત્ર ઉનાળામાં જ નહિ પરંતુ શિયાળામાં પણ અહીંનો નજારો મનોરમ્ય હોય છે.

Advertisement

બરોટ વેલી - હિમાચલ પ્રદેશ

હિમાચલના મંડી જિલ્લામાં આવેલ Barot Valley એક ખૂબ જ સુંદર અને મનોહર પર્યટન સ્થળ છે. અહીં ઊંચા પર્વતો, ચારે બાજુ હરિયાળી અને ભળાભોલા સાદુ જીવન જીવતા સ્થાનિક લોકો તમારુ દિલ જીતી લેશે. શિયાળામાં અહીં ખૂબ બરફવર્ષા થાય છે, જે જોવી એ એક અલગ જ અનુભવ છે. જો કે ઉનાળામાં પણ આ કુદરતી સ્થળ આપના માટે બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. આપને અહીં કાશ્મીરની કોઈ ખીણમાં ફરતા હોવ તેવો અનુભવ થશે.

Advertisement

આ પણ વાંચોઃ  VADODARA : આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ફસાયેલા 23 પ્રવાસીઓ પરત ફર્યા

પેંગોંગ લેક - લદાખ

લદ્દાખમાં Pangong Lake નું કુદરતી સૌંદર્ય સાક્ષાત સ્વર્ગ સમાન છે. ઉનાળામાં અહીંનું હવામાન ખુશનુમા અને ઠંડુ હોય છે. શિયાળામાં પણ અહીંના બરફથી ઢંકાયેલા પર્વતો એક અદ્ભુત કુદરતી દૃશ્યની રચના કરે છે. જો તમે ઉનાળામાં અહીં આવશો તો તમને અહીંથી પાછા જવાનું મન નહીં થાય. આ એક બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો - MIB

Tags :
Advertisement

.

×