Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ચા બની શકે છે હાઈપરટેન્શન પાછળનું મુખ્ય કારણ ? ICMR એ કર્યા ચોંકાવનારા ખુલાસા

 ICMR REPORT : ચા આપણા સૌના જીવનમી કેટલું મહત્વ ધરાવે છે, તેના વિશે કાઈઓં કહેવાની જરૂર નથી. આપણાં દિવસની શરૂઆત એક ચાના કપથી થાય છે. ચા વગર ચા રસિયાઓનો દિવસ જ જતો નથી એમ કહીએ તો પણ ચાલે. આપણા દેશમાં...
શું ચા બની શકે છે હાઈપરટેન્શન પાછળનું મુખ્ય કારણ   icmr એ કર્યા ચોંકાવનારા ખુલાસા
Advertisement

 ICMR REPORT : ચા આપણા સૌના જીવનમી કેટલું મહત્વ ધરાવે છે, તેના વિશે કાઈઓં કહેવાની જરૂર નથી. આપણાં દિવસની શરૂઆત એક ચાના કપથી થાય છે. ચા વગર ચા રસિયાઓનો દિવસ જ જતો નથી એમ કહીએ તો પણ ચાલે. આપણા દેશમાં મોટાભાગના લોકો દૂધ વાળી ચા પીવાનું જ પસંદ કરતાં હોય છે. જ્યારે કોઈ મહેમાન ઘરે આવે છે, ત્યારે દૂધ સાથેની મજબૂત ચા અથવા દૂધ સાથે કોફી આપવામાં આવે છે. હવે આ દૂધ સાથેની ચા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાનું કહેવાય છે. જી હા તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારાના અભ્યાસમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

દૂધ વાળી ચા અને કોફી છે હાનિકારક

Advertisement

દૂધ વાળી ચા અને કોફીનું સેવન કરતા લોકોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો લેટેસ્ટ રિપોર્ટ વાંચવો જોઈએ. ICMRના નવા અભ્યાસ મુજબ, જો તમે દૂધ સાથે ચા કે કોફી પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિપોર્ટ અનુસાર દૂધ સાથે ચા કે કોફી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત, જો તમે જમ્યા પહેલા કે પછી ચા કે કોફી લો છો તો તેનાથી હાઈપરટેન્શન થઈ શકે છે. જમ્યા પહેલા કે પછી ચા પીવાથી પણ હ્રદય રોગનું જોખમ વધી શકે છે. પરંતુ ICMR દ્વારા આ વાતનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે, ચા અને કોફીના રસિયાઓ દૂધ વગરની કાળી ચા અથવા કોફીનું સેવન કરી શકે છે.

Advertisement

દૂધ વગરની ચા છે ખૂબ જ ફાયદાકારક

તમે દૂધ વગરની ચા પીઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે. દૂધ વગરની ચા પીવાના ઘણા ફાયદાઓ છે. તેનાથી પીવાથી લોહીનો પ્રવાહ સુધરે છે. તેનાથી હૃદયની બીમારીઓ અને પેટના કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે.

આ પણ વાંચો : Diabities ની સારવાર હવે બનશે સસ્તી, NPPA એ લીધો આ મહત્વનો નિર્ણય

Tags :
Advertisement

.

×