કુદરતી ઉપચારથી કેન્સરને મ્હાત! મહિલાએ દવા નહીં યોગા પર રાખ્યો વિશ્વાસ
- 40 વર્ષની મહિલા બિમારી સામે જીત જંગ
- એલોપેથી નહીં આયુર્વેદ અગ્રેસર !
- દવા નહીં યોગા પર રાખ્યો વિશ્વાસ!
- નિર્જળા ઉપવાસ અને પ્રાકૃતિક આહાર
- બ્લડ કેન્સરને મ્હાત, જિંદગી જિંદાબાદ
- દવા વગર કેન્સરનો થયો ઈલાજ
કેન્સર ! ! અત્યંત ગંભીર પ્રકારના રોગનો ઈલાજ દવા વગર પણ શક્ય છે ખરો ? તો આ સવાલનો જવાબ હવે છે હા. માનવમાના આવે પણ આ હકીકત છે અને તેને શક્ય કરી બતાવ્યું છે કચ્છના ગાંધીધામમાં રહેતા 40 વર્ષીય પૂર્વીબેન મહેશ્વરીએ. તેમનું કહેવું છે કે, માત્ર નિર્જળા ઉપવાસ અને પ્રાકૃતિક આહાર પદ્ધતિનો આશરો લઈ યોગ નિષ્ણાંતોની સલાહ માની તેમને બ્લડ કેન્સરને મ્હાત આપી છે.
ગાંધીધામના 40 વર્ષના મહિલા પૂર્વી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 1 વર્ષથી બ્લડ કેન્સરથી પીડાતી હતી અને જેની તેને પોતાને અંત સુધી ખબર ન હતી તેનાથી તેણે સંપૂર્ણ પણે મુક્તિ મેળવી છે અને સ્વસ્થ જીવન જીવે છે. તેણે કોઈ એલોપેથીની સારવાર લીધી ન હતી અને જાણીતા યોગ નિષ્ણાંત કુદરતી ઉપચારક નીખીલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ માત્રને માત્ર કુદરતી ઉપચાર હેઠળ કાચા શાકભાજી અને ફળ ખાઈ અને નિશ્ચિત અવધીના ઉપવાસ કરી અને છેલ્લે આ નવરાત્રીના નવ દિવસના નિર્જલા ઉપવાસ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે તેને એક વર્ષથી સતત તાવ રહેતો હતો અને માથું દુખતું હતું અને જયારે ગાંધીધામ ખાતે અવારનવાર યોગ શિબિર માટે આવતા નિખીલભાઈને વાત કરી ત્યારે તેમનો CBC અર્થાત લોહીની તપાસ ભુજની તન્ના લેબોરેટરી તારીખ 4.12.2024 કરાવી જેમાં તેણીનો પ્લેટ રેટ 6,70,500 અને સફેદ કણ 96,980 હતા. આ કેન્સરના લક્ષણો હતા.
નિખીલભાઈએ રસાહાર કરવા જણાવ્યું હતું અને પછી 23.1.2025 ના ભુજની લેઉવા પટેલ હોસ્પિટલમાં લોહીની તપાસ કરાવી હતી, જેમાં પ્લેટ રેટ અને સફેદ કણમાં ઘટાડો જણાયો હતો. અને છેલ્લે નિર્જળા ચૈત્રી નવરાત્ર કરાવ્યા હતા અને પછી 1.4.2025 ના ગાંધીધામ બ્લડ ચેક ડોટ કોમ લેબ માં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. વધુ ખાતરી માટે તારીખ 11.4.2024 અને 12.4.2024 ના લેઉવા પટેલ હોસ્પિટલ અને અદાણી હોસ્પિટલમાં લોહીની તપાસ કરાવી તો તેમના રિપોર્ટ પણ સામાન્ય જણાયા હતા. મેડિકલ કોલેજના ભૂત પૂર્વ ડીન પ્રોફેસર ગુરદાસ ખીલનાણીએ જણાવ્યું હતું કેન્સર સબંધિત રોગોમાં ખોરાક મહત્વનો ભાગ ભજવે છે તે સ્થાપિત થયું છે કારણ કે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પૂર્વીબેનના જુના લેબ રિપોર્ટ ચકાસ્યા છે અને કુદરતી ઉપચાર અને કાચા શાકભાજી અને ફળોનો ખોરાક અને લાંબા ઉપવાસ ગંભીર રોગ મટાડી શકાય છે. ખોરાક અને ઉપવાસથી કેન્સર સહિતના રોગો મટી શકે છે તેનો પૂર્વીબેનનો તાજો દાખલો છે.
યોગ નિષ્ણાત નિખિલ મહેશ્વરી પણ 2017 માં પોતાને થયેલ લોહીનું કેન્સર માત્ર 8 દિવસના ટૂંકા ગાળામાં ઠીક કરી, મુંબઈ સ્થિત ટાટા મેમોરિયલ કેન્સર રિચર્ચ મેમોરિયલના તબીબો અને વૈજ્ઞાનિકોને આશ્ચર્ય ચકિત થયા હતા. તેઓ બીજા પણ કેન્સર અન્ય રોગો મટાડવાની નિશુલ્ક સેવા આપી રહ્યા છે. નીખીલ મહેશ્વરીની આ સિદ્ધિઓની જાણ થતા, 2024માં વિસનગરની નૂતન મેડિકલ કોલેજે પ્રયોગ માટે 2024 ની ચૈત્રી નવરાત્રિ બોલાવ્યા હતા અને તેમને વિસનગરની નૂતન મેડિકલ કોલેજના એક રૂમમાં 10 દિવસ કેમેરાની નિગરાની તમામ પ્રકારની મેડિકલ ચકાસણી કરી દિવસ દરમિયાન પાણીનું એક ટીપું પણ લીધા વિના 6 લિટર પેશાબ અને 3 કિલોગ્રામ ચરબી ઓછી થઈ હોવા છતાં નિખિલનું વજન ઓછું થવા ને બદલે 500 ગ્રામ વધી ગયું હતું એક વર્ષ ના પરીક્ષણ બાદ જે રિપોર્ટ આવ્યા છે તે તબીબો માટે આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો : Parkinson's disease: મગજમાં ડોપામાઇન ઓછું થવાના આ 9 શરૂઆતના સંકેતો, જાણો શું કહે છે ડોક્ટરો