Lifestyle: સન્ડે હો યા મન્ડે, રોજ ‘ના’ ખાએ અંડે!, ઈંડાના સેવનથી કેન્સર થવાનું જોખમ?, FSSAI એ શું આપી ચેતવણી?
- Lifestyle: પ્રોટીન માટે ઈંડાનું સેવન કરવું કેટલું લાભકારક?
- સુપર ફૂડ તરીકે ઓળખાતા ઈંડા આરોગ્ય માટે જોખમી?
- ઈંડામાં કેન્સર માટે જોખમી તત્વો હોવાનું સામે આવ્યું?
Lifestyle: સામાન્ય રીતે ઈંડા (Eggs) એ પ્રોટીન મેળવવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે. લોકો પ્રોટીન (Protein) ની ઉણપ પૂરી કરવા માટે ઈંડાનું સેવન કરતા હોય છે. પ્રોટીનથી ભરપૂર ઈંડા માટે તો આપણા દેશમાં સ્લોગન પણ અપાયું છે, ‘સન્ડે હો યા મન્ડે, રોજ ખાએ અંડે’.. પણ જો હવે આ જ ઈંડા શરીર માટે નુકસાનકારક હોય તો?.. વાંચતા વાંચતા ક્ષણવાર અટકી ગયાને!, પણ સમાચાર જ એવા છે. જે તમને વિચારતા કરી દે. જો તમે પણ ઈંડાનું સેવન કરો છો. તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. શું છે સમગ્ર વાત અને વિવાદ. જાણવા માટે વાંચો આ અહેવાલ..
Lifestyle: શરીર માટે કેટલા લાભકારક ઈંડા?
સમગ્ર વિશ્વમાં ઈંડાનું સેવન કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. ઈંડાને સુપર ફૂડ (Super food) માનવામાં આવે છે. કારણ કે તેમાં શરીરને જરૂર હોય તે બધા જ તત્વો ઈંડામાંથી મળી રહે છે. પરંતુ આજકાલ ઈંડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે એવા દાવાઓથી ઉદ્ભવી રહ્યો છે કે, ઈંડામાં નાઈટ્રોફ્યુરાન્સ (Nitrofurans) નામનું પ્રતિબંધિત એન્ટિબાયોટિક (Antibiotic) હોય છે. આ સમાચાર પછી, દેશની સૌથી મોટી ફૂડ સેફ્ટી મોનિટરિંગ એજન્સી, FSSAI એ તેના તમામ કાર્યાલયોને બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ બંને પ્રકારના ઈંડાના નમૂના એકત્રિત કરવા સૂચના આપી છે. જેથી તેનું પરીક્ષણ થઈ શકે. અને નક્કી કરી શકાય કે તેમાં એન્ટિબાયોટિક નાઈટ્રોફ્યુરાન્ટોઈનના છે કે નહીં. આ નમૂનાઓ 10 અલગ અલગ પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવશે.
Lifestyle: વિવાદ ક્યાંથી શરૂ થયો?
આ વિવાદ એક લોકપ્રિય ઈંડા બ્રાન્ડ, એગોઝ (Agos) સાથે સંબંધિત છે. એક ઓનલાઈન રિપોર્ટમાં ઈંડાની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, તેમાં નાઈટ્રોફ્યુરાન્ટોઈનના અંશ હોઈ શકે છે. આનાથી સોશિયલ મીડિયા અને લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે નિયમનકારી એજન્સીઓનું ધ્યાન ખેંચાયું હતું. આપને જણાવી દઈએ કે, નાઇટ્રોફ્યુરાન્ટોઇન એ એન્ટિબાયોટિક્સનો એક જૂથ છે. જેનો ઉપયોગ ખોરાકમાં કરવા માટે સખત પ્રતિબંધિત છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો આ દવાઓનો ઉપયોગ મરઘાં ઉછેરમાં ગેરકાયદે રીતે કરવામાં આવે છે, તો તેના અવશેષો ઇંડામાં હોઈ શકે છે. આ જ કારણ છે કે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSSAI) એ દેશભરમાં નમૂના લેવા અને પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
નાઇટ્રોફ્યુરાન્ટોઇનની આડઅસરો અને લક્ષણો
- નાઇટ્રોફ્યુરાન્ટોઇન દવાની જેમ, તે પણ કેટલીક આડઅસરો પેદા કરી શકે છે
- સામાન્ય આડઅસરોમાં ઉબકા, ઉલટી, ઝાડા, ભૂખ ન લાગતી નથી
- માથાનો દુઃખાવો અને ચક્કર આવવા અથવા થાક પણ લાગે છે
- લક્ષણોમાં તીવ્ર ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ પડવી
- શ્વાસ લેતી વખતે દુઃખાવો, તાવ, ખાંસીમાંથી લોહી અથવા લાળ આવવી
- આંખો અથવા ત્વચા પીળી અથવા ફિક્કી પડવી
- અસ્પષ્ટ રક્તસ્રાવ અથવા ઉઝરડા
- તીવ્ર માથાનો દુઃખાવો અથવા ખૂબ જ નબળાઈનો અનુભવ થવો
એગોઝ (Agos) શું કહે છે?
આ વિવાદ બાદ, એગોસ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, તેના ઈંડા સંપૂર્ણપણે સલામત છે. કંપનીએ જણાવ્યું હતું કે, લેબ રિપોર્ટ તેની વેબસાઇટ પર દરેક માટે ઉપલબ્ધ છે. એગોસના જણાવ્યા અનુસાર, પરીક્ષણમાં તેના ઈંડામાં પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ, જંતુનાશકો અથવા ફાર્માસ્યુટિકલ્સના કોઈ અવશેષો મળ્યા નથી.
આરોગ્ય નિષ્ણાતો તરફથી ચેતવણી
તબીબી નિષ્ણાતો કહે છે કે, આ મુદ્દો ફક્ત એક બ્રાન્ડ પૂરતો મર્યાદિત નથી. મરઘાં ઉદ્યોગમાં એન્ટિબાયોટિકના દુરુપયોગની સમસ્યા ગંભીર છે. નાઇટ્રોફ્યુરાન્ટોઇન વિશ્વભરમાં પ્રતિબંધિત છે. કારણ કે તેના કેટલાક તત્વો રાંધ્યા પછી પણ ઇંડામાં રહી શકે છે. પ્રાણીઓમાં કરેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે, આવા ઈંડાના સેવનથી લાંબા ગાળે શરીરને નુકસાન પહોંચાડે છે. કેન્સરનું જોખમ વધવાનું સંકટ રહે છે. અને લીવર અને કિડનીને પણ પ્રભાવિત કરી શકે છે.
ખાસ નોંધઃ આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈ પણ રીતે દવા કે સારવારનો વિકલ્પ નથી. ચોક્કસ માહિતી માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ચોકસાઈ, સત્યતા અથવા અસરકારકતા માટે જવાબદારી સ્વીકારતું નથી.
આ પણ વાંચો- Gold Silver Rate Today : આજે સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, જાણો તમારા શહેરનો ભાવ
આ પણ વાંચો- Dhurandhar Craze: કાશ્મીરમાં પણ છવાઈ ફિલ્મ ‘ધુરંધર’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ પ્રશંસાના ફૂલ ગૂંથ્યા!


