ઊંઘમાં અચાનક નસ પર નસ ચડી જાય છે? આ સામાન્ય ઉપાયો તમને અસહ્ય પીડામાંથી બચાવશે!
- સ્નાયુઓમાં અચાનક ખેંચાણના કારણો આવ્યા સામે (Leg Muscle Cramp)
- પાણીની કમી અને વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે જવાબદાર
- રાત્રે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડતા સ્નાયુઓ અકડાઈ જવાની ઘટના
- પગમાં તેજ દુખાવો થાય ત્યારે હળવી સ્ટ્રેચિંગ કરવાથી મળશે રાહત
- વારંવાર થતી તકલીફ ગંભીર બીમારીના હોઈ શકે છે સંકેત
Leg Cramps Remedies : રાત્રિના સમયે અચાનક પગની માંસપેશીઓ અકડાઈ જવી એ ખૂબ જ સામાન્ય પણ પીડાદાયક સમસ્યા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આને નસ ચડવી નહીં પણ 'મસલ ક્રૅમ્પ' (Muscle Cramp) કહેવામાં આવે છે. જ્યારે શરીરની સ્નાયુ પેશીઓ અચાનક સંકોચાઈ જાય અને ફરીથી સામાન્ય સ્થિતિમાં ન આવી શકે, ત્યારે આ પ્રકારનો અસહ્ય દુખાવો (Leg Cramps Remedies) શરૂ થાય છે.
Leg Cramps Remedies : રાત્રે જ કેમ થાય છે આ સમસ્યા?
મોટાભાગે આ સમસ્યા રાત્રે જ ઉદ્ભવે છે કારણ કે સૂતી વખતે શરીર લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં સ્થિર રહે છે. આ સ્થિતિમાં બ્લડ સર્ક્યુલેશન (Blood Circulation) ધીમું પડી જાય છે, જેના કારણે માંસપેશીઓને પૂરતું ઓક્સિજન અને પોષણ મળતું નથી. પરિણામે, સ્નાયુઓમાં અચાનક ખેંચાણ શરૂ થઈ જાય છે.
શું હોઈ શકે છે મુખ્ય કારણો?
આ તકલીફ પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે:
પાણીની અછત: શરીરમાં પાણીની કમી એટલે કે ડિહાઈડ્રેશન (Dehydration) મુખ્ય કારણ છે.
પોષક તત્વોનો અભાવ: મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું અસંતુલન.
વિટામિનની ઉણપ: ખાસ કરીને વિટામિન B12 (Vitamin B12) અને વિટામિન D ની કમી.
શારીરિક થાક: લાંબા સમય સુધી ઊભા રહેવું અથવા વધુ પડતી કસરત કરવાથી સ્નાયુઓ થાકી જાય છે.
તરત રાહત મેળવવા શું કરવું?
જો રાત્રે અચાનક પગ ખેંચાય, તો તરત જ પગને ધીરે-ધીરે સીધો કરવાનો પ્રયાસ કરો અને પંજાને ઉપરની તરફ ખેંચો (Stretching). હળવા હાથે માલિશ કરવાથી કે ગરમ પાણીનો શેક કરવાથી પણ સ્નાયુઓ રિલેક્સ થાય છે. આ સમસ્યા (Leg Cramps Remedies) થી બચવા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને આહારમાં કેળા, દૂધ અને નટ્સ જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો : શું તમે પણ વજન ઘટાડવા માંગો છો? તો જાણી લો Green Tea vs Black Coffee માંથી શું છે વધુ અસરકારક


