ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weight loss: વજન ઘટાડવું છે? ફોલો કરો કરિના કપૂર-આલિયા ભટ્ટની Nutritionist ની ટિપ્સ

દોડાદોડી અને વ્યસ્થ જીવનમાં એકવાર વજન વધી ગયું, તો જલદી ઘટાડી નથી શકાતું. પણ તમારા માટે અમે લાવ્યા છીએ Celebrities ની ન્યૂટ્રિશનિસ્ટ (Nutritionist) ની ટિપ્સ. જેને અનુસરીને વજન ઘટાડવાની સાથે તમે સ્વસ્થ પણ રહેશો.
05:07 PM Dec 11, 2025 IST | Laxmi Parmar
દોડાદોડી અને વ્યસ્થ જીવનમાં એકવાર વજન વધી ગયું, તો જલદી ઘટાડી નથી શકાતું. પણ તમારા માટે અમે લાવ્યા છીએ Celebrities ની ન્યૂટ્રિશનિસ્ટ (Nutritionist) ની ટિપ્સ. જેને અનુસરીને વજન ઘટાડવાની સાથે તમે સ્વસ્થ પણ રહેશો.
Weight loss KAREENA_GUJARAT_FIRST

Weight loss: રુજુતા દિવેકર (Rujuta Diwekar) એક એવું નામ છે જેણે સેલિબ્રિટિઝના વેઈટ લોસ (Weight loss) માટે ન્યૂટ્રિશનિસ્ટ રહી ચૂકી છે. રુજુતા દિવેકર કરીના કપૂર (Kareena Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) જેવી બોલીવૂડ એક્ટ્રેસની ટ્રેનર રહી ચૂકી છે. વજન ઘટાડવા માટે તે સારામાં સારું ડાએટ પ્લાન (Diet plan) કરે છે. જેને ફોલો કરવાથી સારું પરિણામ મળી રહે છે. ત્યારે રુજુતા દિવેકર સારા સ્વાસ્થ્ય માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર બાજરી (Millet) ખાવાની, દરરોજ સ્ટ્રેચિંગ (Stretching) કરવાની અને ફોનને ડાઇનિંગ ટેબલ, બેડ અને બાથરૂમથી દૂર રાખવાની સલાહ આપે છે.

આ પણ વાંચો- Google માં વર્ષ 2025 માં ભારતીયોએ સૌથી વધુ Search કર્યો '5201314' નંબર, જાણો શું છે અર્થ

Weight loss:સેલિબ્રિટીઝની ન્યૂટ્રિશનિસ્ટ રહી ચૂકી છે રુજુતા દિવેકર

બોલીવૂડ સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે, જેમણે કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સને તાલીમ આપી છે. તેમણે 9 ડિસેમ્બરે તેમના 'ફિટનેસ પ્રોજેક્ટ 2025' (Fitness Project 2025) ના ભાગ રૂપે ઇન્સ્ટાગ્રામ પર સારા સ્વાસ્થ્ય જાળવવા માટે ત્રણ સરળ છતાં અસરકારક ટિપ્સ (Tips) શેર કરી હતી. આ ટિપ્સ પરંપરાગત અનાજ (જેમ કે બાજરી), શારીરિક સુગમતા અને સ્ક્રીનના કાળજીપૂર્વક ઉપયોગનું મહત્વ દર્શાવે છે. તેણીએ તેના કેપ્શનમાં લખ્યું, " સારા સ્વાસ્થ્ય માટે ત્રણ સરળ માર્ગદર્શિકા. આ 12-અઠવાડિયાના ફિટનેસ પ્રોજેક્ટ 2025 ના મહિના 3 માટે માર્ગદર્શિકા છે."

01 તમારા સાપ્તાહિક આહારમાં બાજરા (Millet) ના રોટલાનો સમાવેશ કરો

રુજુતા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ભોજનમાં બાજરીનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. તે સમજાવે છે, કે " બાજરીમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે, જેમ કે લાડુ, શીરો અને રોટલી. જે ગમે તે. પરંતુ અઠવાડિયામાં એક વાર બાજરી ખાવાની આદત રાખો. જેનાથી વાળ ખરવાનું ઓછું થશે, સારી ઉર્જા મળશે અને રોગપ્રતિકારક શક્તિ (Immune system) વધશે." રુજુતા લખે છે કે, "મને ખબર છે કે તમારામાંથી કેટલાકને બાજરી પચવા (Digestion) માં તકલીફ પડે છે. જો તમે રોટલી બનાવી રહ્યા છો, તો તેમાં એક ચમચી ઘી અને 50% ચોખાનો લોટ ઉમેરવાનો પ્રયાસ કરો જેથી પેટમાં રોટલી સરળતાથી પચી જાય. અને પેટનું ફૂલવું બંધ થાય. ઉપરાંત ગોળ સાથે ભોજન સમાપ્ત કરવાનો નિયમ ભૂલશો નહીં. લસણની ચટણી અથવા હળદરનું અથાણું પણ બાજરીને પચાવવામાં મદદ કરે છે."

02. રુજુતા દિવેકરની સાલહ સ્ટ્રેચિંગ (Stretching) કરો

બીજી માર્ગદર્શિકા શારીરિક સુગમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રુજુતાએ નિયમિત સ્ટ્રેચિંગ રૂટિનના મહત્વ પર ભાર મૂક્યો છે. તેણે કહ્યું, "તણાવ ન કરો, સ્ટ્રેચ કરો." ઇજાઓ અટકાવવા, સંતુલન સુધારવા અને દોડવાની અને ચાલવાની શક્તિ સુધારવા માટે ફ્લેક્સિબિલિટી/સ્ટ્રેચિંગ રૂટિન ઉત્તમ છે.

૩. ઘરમાં સ્ક્રીન ઝોન (Screen zone) બનાવો

તેમની ત્રીજી ટિપ રોજિંદા જીવન પર સતત સ્ક્રીન એક્સપોઝર (Exposure) ની અસર પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. કારણ કે તેમણે સ્ક્રીન ઝોન બનાવવાનું સૂચન કર્યું. ઘરમાં એક નાનો ખૂણો જ્યાં તમે ફક્ત ઊભા રહીને સ્ક્રોલ (Scroll) કરી શકો. રુજુતાએ ડાઇનિંગ ટેબલ, પલંગ અને બાથરૂમમાં ફોન પર પ્રતિબંધ મૂકવાની પણ ભારપૂર્વક ભલામણ કરી છે.

આ પણ વાંચો- Winter Hair care: શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન, અપનાવી જુઓ આ નુસ્ખો

Tags :
Gujarat FirstKAREENA KAPOORNutritionistRujuta DiwekarTipsWeight Loss
Next Article