ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મચ્છર ભગાડવા માટે આ રીતે બનાવો કેમિકલ ફ્રી સ્પ્રે, પરિણામની ગેરંટી

હાલ બજારમાં મચ્છરોને દૂર રાખવા માટે ઘણા બધા ક્રીમ, તેલ, લોશન અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તે પૈકી મોટાભાગના વિકલ્પોમાં વિવિધ રસાયણો હોય છે, જેથી તે બિનઆરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, અને તેથી લાંબા સમય સુધી ઉપયોગ હિતાવહ નથી
09:40 PM Oct 27, 2025 IST | PARTH PANDYA
હાલ બજારમાં મચ્છરોને દૂર રાખવા માટે ઘણા બધા ક્રીમ, તેલ, લોશન અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તે પૈકી મોટાભાગના વિકલ્પોમાં વિવિધ રસાયણો હોય છે, જેથી તે બિનઆરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, અને તેથી લાંબા સમય સુધી ઉપયોગ હિતાવહ નથી

Chemical Free Mosquito Repellent : બદલાતા હવામાન સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેથી, પોતાને અને પરિવારને તેમનાથી બચાવવું ખૂબ જ જરૂરી બન્યું છે. બજારમાં મચ્છરોને દૂર રાખવા માટે ઘણા બધા ક્રીમ, તેલ, લોશન અને સ્પ્રે ઉપલબ્ધ છે, પરંતુ તે બધામાં વિવિધ રસાયણો હોય છે, જેથી તે બિનઆરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે, અને તેથી લાંબા સમય સુધી ઉપયોગ હિતાવહ નથી. બાળકોની ત્વચા ખાસ કરીને સંવેદનશીલ હોય છે. જો આજકાલ તમારા ઘરમાં ઘણા બધા મચ્છરો હોય, તો તમે બે પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘરે કુદરતી મચ્છર ભગાડનાર સ્પ્રે (Chemical Free Mosquito Repellent) બનાવી શકો છો.

આ વસ્તુઓની જરૂર પડશે

સ્પ્રે બનાવવાની રીત

સ્પ્રે બનાવવા માટે, પહેલા લવિંગને 1 કપ પાણીમાં ઉકાળો. બાદમાં તેને ઠંડુ થવા દો. પછી કારેલાનો રસ ઉમેરો. બાદમાં તેમાં લીમડાનો રસ અથવા તેલ ઉમેરો. પછી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરો. અંતે તેનો જરૂરિયાત અનુસાર ઉપયોગ કરો.

સ્પ્રે બનાવવા જરૂરી વસ્તુઓ

સ્પ્રે બનાવવાની રીત

પ્રથમ, એક તપેલીમાં બે કપ પાણી લો. પાણીને ગરમ કરવા માટે ગેસ સ્ટવ પર મૂકો, બાદમાં તેમાં લવિંગ ઉમેરો. તેને થોડીવાર ઉકળવા દો, પછી તમાલપત્ર ઉમેરો. છેલ્લે, તમાલપત્ર ચૂલા પરથી ઉતારતા પહેલાની થોડી મિનિટોમાં તેમાં બેકિંગ સોડા ઉમેરો. હવે, મિશ્રણને અડધું બળી જવા દો. એકવાર મિશ્રણ અડધું થઈ જાય, પછી તેને ઠંડુ થવા દો. એકવાર તે સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, પછી તેને સ્પ્રે બોટલમાં રેડો. તમારૂ કુદરતી મચ્છર ભગાડનાર સ્પ્રે તૈયાર છે.

આ પણ વાંચો -----  આ ખાદ્યપદાર્થો સાથે પાણી પીધું તો એસિડિટી થઇ જશે, જાણો કામની વાત

Tags :
ChemicalFreeDIYTipsGujaratFirstgujaratfirstnewsGujaratiNewshomemadeMosquitoSpray
Next Article