Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Plastic Eating Diet : વજન ઘટાડવા માટેનો ભયંકર જોખમી ટ્રેન્ડ !

Plastic Eating Diet નો જોખમી ટ્રેન્ડ ચાઇનામાં છવાયો છે, જેમાં Douyin, TikTok અને X જેવા ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુવાનોના પ્લાસ્ટિક બેગમાં ખોરાક મૂકતા, ચાવતા અને પછી થૂંકતા વીડિયોથી ભરેલા છે. આ ટ્રેન્ડને અનુસરનારાઓ દાવો કરે છે કે, ખોરાક ચાવવાથી મગજમાં પૂર્ણતાનો સંકેત મળે છે, પરંતુ વધારાની કેલરી શરીરમાં પ્રવેશતી અટકાવે છે
plastic eating diet   વજન ઘટાડવા માટેનો ભયંકર જોખમી ટ્રેન્ડ
Advertisement
  • Plastic Eating Diet નો જોખમી ટ્રેન્ડ ચાઇનામાં છવાયો
  • આ ટ્રેન્ડમાં લોકોને પ્રોત્સાહિત કરતા વીડિયો જોવા મળી રહ્યા છે
  • જાણકારોએ આ ટ્રેન્ડનો જોખમી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાવ્યો

Plastic Eating Diet : સોશિયલ મીડિયા પર શું વાયરલ થશે તેની આગાહી કરવી અશક્ય છે. પરંતુ ચીનમાં હાલનો ટ્રેન્ડ બેકાબુ બની રહ્યો છે. લોકો વજન ઘટાડવા માટે દરેક ઉપાયનો આશરો લેતા હોય છે, પરંતુ આ પદ્ધતિ ખુબ જ ઘાતકી છે. તેને "પ્લાસ્ટિક ખાવું" (Plastic Eating Diet) અથવા "ક્લિંગ રેપ ડાયેટ" (Cling Wrap Diet) કહેવામાં આવે છે, અને ચીનમાં આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે.

Advertisement

Plastic Eating Diet, વિચીત્ર વીડિયોથી ઇન્ટરનેય છવાયું

Douyin, TikTok અને X જેવા ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુવાનોના પ્લાસ્ટિક બેગમાં ખોરાક મૂકતા, ચાવતા અને પછી થૂંકતા વીડિયોથી ભરેલા છે. આ ટ્રેન્ડને અનુસરનારાઓ દાવો કરે છે કે, ખોરાક ચાવવાથી મગજમાં પૂર્ણતાનો સંકેત મળે છે, પરંતુ વધારાની કેલરી શરીરમાં પ્રવેશતી અટકાવે છે. આ ઇચ્છાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે. જો કે, નિષ્ણાતોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, અને આ પદ્ધતિ સંપૂર્ણપણે ખોટી છે.

Advertisement

આ પણ વાંચો ------- Nature Climate Change : ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ભારત ટોચ પર !

Plastic Eating Diet, પ્લાસ્ટીક શરીરમાં પ્રવેશી શકે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ સમજાવે છે કે, માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. જ્યારે તમે આવા ખોરાક ચાવો છો, ત્યારે નાના પ્લાસ્ટિક કણો (માઇક્રોપ્લાસ્ટિક્સ) તમારા શરીરમાં પ્રવેશ કરે છે. આ પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, અને ઉબકા જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. જો આ કણો શ્વાસમાં લેવામાં આવે તો તે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે.

બીજી સમસ્યા વધી શકે

પ્લાસ્ટિકમાં BPA જેવા રસાયણો હોય છે, જે હોર્મોનલ સંતુલનને વિક્ષેપિત કરી શકે છે, અને ચયાપચય પર નકારાત્મક અસર કરી શકે છે. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી લીવર અને ફેફસાં જેવા અંગોમાં બળતરા વધી શકે છે. વધુમાં, તે ખોરાક સાથે બિનઆરોગ્યપ્રદ સંબંધ બનાવે છે, જેના કારણે ચિંતામાં વધારો અને આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. કેલરી વિશે સતત વિચારવાથી તમારા રોજિંદા જીવનમાં પણ અવરોધ ઉભો થઇ શકે છે.

સંતુલિત આહાર શ્રેષ્છ રસ્તો

નિષ્ણાતો કહે છે કે, પ્લાસ્ટિક ખાવાથી વજન ઘટે છે, તેના કોઈ પુરાવા નથી. તેનાથી વિપરીત, યોગ્ય પોષણનો અભાવ પાછળથી ભૂખ વધારી શકે છે, જેના કારણે વધુ પડતું ખાવાનું થાય તેવું બની શકે છે. આ ભવિષ્યમાં સ્થૂળતા અથવા વધુ પડતી પાતળાપણું તરફ દોરી શકે છે. આવી પ્રથાઓ સ્વાસ્થ્ય માટે ક્યારેય સારી નથી. સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, સંતુલિત આહાર લેવો, નિયમિતપણે કસરત કરવી, અને ધ્યાનપૂર્વક ખાવું. ડૉક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ લેવી એ વજન ઘટાડવાનો શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે.

આ પણ વાંચો -------  Noise Cancellation Headphones થી અકસ્માતનું જોખમ વધે !

Tags :
Advertisement

.

×