Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Neck Hanging Trend : દર્દથી છુટકારો પામવા ગળેથી લટકવાનું જોખમી ચલણ

Neck Hanging Trend, ને લઇને તબીબોમાં ભારે ચિંતાનો માહોલ જોવ મળી રહ્યો છે, તબીબ શેન યાએ જણાવ્યું હતું કે, આ રીતે અનિયંત્રિત રીતે લટકવાથી રક્તવાહિનીઓ અને ચેતાઓને અસર થઈ શકે છે. હળવા કેસોમાં ચક્કર અને ઉબકા આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, કરોડરજ્જુની ઇજા અથવા લકવો થઈ શકે છે. આ જોખની ટ્રેન્ડ સામે હવે લોકો અને નિષ્ણાંતોમાં ચર્ચા શરૂ થઇ છે
neck hanging trend   દર્દથી છુટકારો પામવા ગળેથી લટકવાનું જોખમી ચલણ
Advertisement
  • Neck Hanging Trend, ને લઇને તબીબોમાં ભારે ચિંતાનો માહોલ
  • સર્વાઇકલ સ્પોન્ડિલોસિસની સારવાર જાતે કરતા પીડિત નાગરિકો
  • આ પ્રયોગ દુખાવામાં રાહતની સાથે રક્તપ્રવાહ વધારકો હોવાની માન્યતા

Neck Hanging Trend : ચીનમાં એક નવો અને વિચિત્ર ટ્રેન્ડ સોશિયલ મીડિયા (China - Social Media Trend) પર ધૂમ મચાવી રહ્યો છે, અને લોકોને ડરાવી રહ્યો છે. ચીનના બાગોમાં યુવાનો ઝાડ પર ગરદન લગાવીને લટકતા હોય છે. તેઓ માને છે કે, આ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ (Cervical Spondylitis) જેવી સ્થિતિને કારણે થતા ગરદનના દુખાવામાં રાહત આપે છે. આ "ગરદન-લટકાવવાની કસરત" ના વીડિયો વાયરલ થયા છે. અહેવાલ મુજબ, આ અંગે ઘણા ઓનલાઇન યુઝર્સે પોતાનો ડર વ્યક્ત કર્યો છે.

Neck Hanging Trend, કેટલાક તો લોલકની જેમ ઝૂલે

આ પદ્ધતિ હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી સર્વાઇકલ ટ્રેક્શન થેરાપીની નકલ હોવાનું અનુમાન છે. આ પ્રથામાં, વ્યક્તિ ઝાડની ડાળી પર માથા પર દોરડું બાંધીને લટકતો રહે છે, ક્યારેક તેમના પગ જમીન ઉપર હોય છે. કેટલાક તો લોલકની જેમ ઝૂલે છે. આ વિચાર સંપૂર્ણપણે નવો નથી. વૃદ્ધ લોકો વર્ષોથી ચીની બાગોમાં આ કરી રહ્યા છે. ઘણા માને છે કે, તે ગરદનના દુખાવામાં રાહત આપે છે, અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- Benefits of Matka Water : માટીનું માટલું-ઉનાળામાં સ્વાસ્થ્યનું વરદાન!

Neck Hanging Trend, સરળ અથવા ઘરેલું ઉપચાર અજમાવી રહ્યા છે

ચીનમાં ગરદનની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. 2024 ના "ચાઇના સર્વાઇકલ સ્પાઇન હેલ્થ વ્હાઇટ પેપર" અનુસાર, 200 મિલિયનથી વધુ લોકો સર્વાઇકલ સ્પાઇન સંબંધિત પરિસ્થિતિઓથી પીડાય છે. આ દર્દીઓમાંથી 40 ટકાથી વધુ દર્દીઓ 30 વર્ષથી ઓછી ઉંમરના છે. પરિણામે, ઘણા યુવાનો હવે રાહત મેળવવા માટે સરળ અથવા ઘરેલું ઉપચાર અજમાવી રહ્યા છે. સોશિયલ મીડિયાએ પણ આ વલણને વેગ આપવામાં મદદ કરી છે.

ડોકટરો દરેક કેસના આધારે સારવારને નક્કી કરે છે

ડોક્ટરોએ તબીબી દેખરેખ વિના આ કસરત કરવા સામે કડક ચેતવણી આપી છે. તેઓ કહે છે કે, આ સાચી સર્વાઇકલ ટ્રેક્શન થેરાપીથી સંપૂર્ણપણે અલગ છે. હોસ્પિટલોમાં ટ્રેક્શન કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે, વ્યક્તિના શરીરના વજનના માત્ર 10 થી 15 ટકાનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓ સ્થિર રહે છે, અને ડોકટરો દરેક કેસના આધારે સારવારને નક્કી કરે છે. તેનાથી વિપરીત, સર્વાઇકલ કસરતો ઘણીવાર આખા શરીરના વજનનો ઉપયોગ કરે છે. શરીર પણ હલાવી શકે છે, અથવા વળી શકે છે, જેનાથી જોખમ વધુ વધી શકે છે.

કરોડરજ્જુની ઇજા અથવા લકવો થઈ શકે

એક વરિષ્ઠ તબીબ શેન યાએ જણાવ્યું હતું કે, આ રીતે અનિયંત્રિત રીતે લટકવાથી રક્તવાહિનીઓ અને ચેતાઓને અસર થઈ શકે છે. હળવા કેસોમાં ચક્કર અને ઉબકા આવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, કરોડરજ્જુની ઇજા અથવા લકવો થઈ શકે છે.

આ ખરેખર ડરામણું છે

આ વલણને લગતી ખતરનાક ઘટનાઓ પહેલા પણ નોંધાઈ છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે 2024 માં સમાન કસરતો કરતી વખતે 57 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઓનલાઈન પ્રતિક્રિયાઓ વધતી ચિંતા દર્શાવે છે. એક યુઝરે લખ્યું, "આ ખરેખર ડરામણું છે. મારું લોહી તેને જોઈને જ થીજી જાય છે." બીજા યુઝરે કહ્યું કે થોડી રાહત માટે લાંબા સમય સુધી પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું એ સમજદારીભર્યું નથી.

આ પણ વાંચો ----------- Useful Tips : Expire Dates વટાવી ચૂકેલા ક્રીમ આ રીતે જીવન આસાન બનાવશે

Tags :
Advertisement

.

×