Cold and cough: શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન, દિલજીત દોસાંઝનો ઘરેલું નુસ્ખો આપશે રાહત
- Cold and cough: શિયાળામાં શરદી-ખાંસીની મોટી સમસ્યા
- તમે ઘરેલું ઉપાય તો ઘણા કર્યા હશે
- અભિનેતા દિલજીત દોસાંઝનો નુસ્ખો અપનાવી જુઓ
Cold and cough: શિયાળા (Winter) ની ઋતુમાં શરદી (Cold) અને ખાંસી (Cough) સામાન્ય છે. પણ તેનીથી જલદી છૂટકારો મળતો નથી, ત્યારે શિયાળામાં શરદી અને ખાંસીમાં આ ઘરેલું ઉપાય તમને રાહતની સાથે આરામ પણ આપશે. અભિનેતા અને સિંગલ દિલજીત દોસાંઝ પોતે આ ઉપાયને અનુસરે છે. દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) નો ઘરેલું ઉપાય મદદરૂપ થઈ શકે છે. દિલજીત કહે છે કે તે શિયાળામાં આ ઉપાય ચોક્કસ કરે છે. ચાલો આપણે પણ જાણીએ તેનું સિક્રેટ.
આ પણ વાંચો---Working Women's Health Tips: વર્કિંગ વુમન્સનું વધતું વજન થશે મેઈન્ટેન, આજથી જ અપનાવો આ ઉપાય
Cold and cough: સ્વાદની સાથે ભગાડો શરદી-ખાંસી
શું તમને પણ આ શિયાળામાં વારંવાર નાકમાંથી પાણી નીકળવું, શરદી, ખાંસી કે ગળામાં દુખાવો થાય છે? જો એમ હોય તો, પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝનો ઘરેલું ઉપાય મદદરૂપ થઈ શકે છે. દિલજીત દોસાંઝે તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરદી માટે એક ઘરેલું ઉપાય શેર કર્યો છે. દિલજીત કહે છે કે તે રાત્રે સૂતા પહેલા ચણાના લોટનો શીરો ખાય છે, જે તેને શિયાળા દરમિયાન સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરે છે.
Cold and cough: ચણાના લોટનો શીરો શું છે?
ચણાના લોટનો શીરો એક પરંપરાગત પંજાબી ઘરેલું ઉપાય છે. ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે શરીરને અંદરથી ગરમ કરે છે. શરદી અને ખાંસી દૂર કરે છે. અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
Cold and cough: આ રીતે બનાવો ચણાના લોટનો શીરો
શીરો બનાવવા માટે ઘી (Ghee), ચણાનો લોટ, દૂધ, ગોળ (jaggery), હળદર (Turmeric), કાળામરી (Black pepper) અને આદુ (Ginger) ની જરૂર પડે છે. જો તમે ઈચ્છો તો તેમાં ડ્રાયફ્રૂટ પણ મિક્સ કરી શકો છો. હવે શીખો રેસિપી.
આ શીરો બનાવવા માટે ચણાના લોટને ઘીમાં ધીમા તાપે શેકી લેવો. લોટ શેકાય જાય પછી ગોળ અને દૂધ (Milk) મિક્સ કરી દેવું. અન્ય સામગ્રી પણ મિક્સ કરવી. ત્યારબાદ તેને થોડીવાર માટે રાંધવા દેવું. તૈયાર છે તમારો ચણાના લોટનો શીરો.. સૂતા પહેલા તેને ગરમાગરમ ખાવાનું સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. તે ગળાના દુખાવા અને નાક બંધ થવામાં પણ રાહત આપે છે.
ચણાના લોટનો શીરો શરદી અને ખાંસી મટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
ચણાના લોટના શીરામાં વપરાતા ઘટકો તેને કેવી રીતે સ્વસ્થ બનાવે છે. હળદર, કાળા મરી અને આદુ સોજો અને જડતા ઘટાડવામાં મદદ કરી શકે છે. બદામ અને ચણાનો લોટ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. અને બીમારી દરમિયાન થાક ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે. અને ઉર્જા સ્તર વધારે છે. દૂધ અને ઘી શરીરને આરામ આપે છે અને સારી ઊંઘ લાવે છે.
નોંધઃ બીમારીમાં આ પ્રકારની રેસિપી (Recipes) નો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
આ પણ વાંચો---- Joint Pain: શિયાળામાં સાંધાનો દુઃખાવો વધી જાય છે? આ 5 તેલથી કરો માલિશ, મળશે રાહત
આ પણ વાંચો--- Diabetes diagnosis: શરૂઆતી ડાયાબિટિસને કરો કંટ્રોલ, પ્રારંભથી જ કરી શકશો નિયંત્રણ


