આ 7 ઘરગથ્થુ નુસખા શરદી અને ઉધરસથી આપશે રાહત, દવા લેવાની જરૂર નહીં પડે
Cough Relief Home Remedies : તમને કેટલીક સમસ્યાઓ થવા લાગે તો સમયસર સારવાર લેવી જરૂરી છે
11:27 PM Dec 24, 2024 IST
|
Aviraj Bagda
Cough Relief Home Remedies : Winter ની ઋતુ આવતા જ અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમાં શરદી, ઉધરસ, તાવ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. જોકે કેટલાક ઘરેલું ઉપચાર શરદી અને ઉધરસથી કાયમી રાહત અપાવે છે. જો સમયની સાથે આ લક્ષણોમાં સુધારો ન થાય અને તમને કેટલીક સમસ્યાઓ થવા લાગે તો સમયસર સારવાર લેવી જરૂરી છે.
આદુ
- આદુ ઉધરસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્યારે મધ સાથે થોડું તાજું આદુ મિક્સ કરો અથવા તેને તમારી ચામાં ભેળવીને તેનું સેવન કરો.
મધ
- મધ ઉધરસ માટે અસરકારક ઉપાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે. ઉધરસથી રાહત મેળવવા માટે સામાન્ય રીતે આદુના રસના થોડા ટીપાં એક ચમચી મધમાં ભેળવીને પીવામાં આવે છે.
વિટામીન સી
- વિટામિન સી એક ઉત્તમ રોગપ્રતિકારક શક્તિમાં વધારો છે. ત્યારે મજબૂત રોગપ્રતિકારક શક્તિ મોસમી રોગોની શરૂઆતને રોકવામાં મદદ કરી શકે છે. તેથી ખાટાં ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
હળદર
- Winter ની ઋતુમાં હળદરનું સેવન ખૂબ જ જરૂરી છે. તે શરીરને ગરમ રાખવામાં અને શરદી અને ઉધરસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. હળદરમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ પણ હોય છે.
સૂપ
- વિવિધ સૂપ શરદીથી નિદાન અપાવી શકે છે. આ શરીરને ગરમ રાખવામાં મદદ કરી શકે છે. તે જરૂરી પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં પ્રદાન કરે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ગરમ પીણું
- Winter ની ઋતુમાં ચાનું સેવન સામાન્ય બાબત છે. ગરમ રહેવા માટે તમે તમારા Winter ના આહારમાં અન્ય ગરમ પીણાંનો પણ સમાવેશ કરી શકો છો. ગરમ પીણું પીવાથી ગળું સાફ થાય છે અને દુખાવામાં રાહત મળે છે.
આ પણ વાંચો: Swiggy માંથી દર મિનિટે 158 વ્યક્તિઓ આ વાનગીનો ઓર્ડર આપે છે
Next Article