Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Curd Tips: ઉનાળામાં ઘરે જ જમાવો બજાર જેવું ઘટ્ટ દહીં, જાણી લો સરળ રીત

ઉનાળામાં દહીંનો વપરાશ વધી જાય છે. આજે અમે આપને દહીં (Curd) ને સરળતાથી અને ઓછા સમયમાં જમાવવાની રીત જણાવીશું. વાંચો વિગતવાર.
curd tips  ઉનાળામાં ઘરે જ જમાવો બજાર જેવું ઘટ્ટ દહીં  જાણી લો સરળ રીત
Advertisement
  • ઠંડક અને પોષક તત્વોથી ભરપૂર એવા Curd નો વપરાશ ઉનાળામાં વધી જાય છે
  • મેળવણ અને દૂધના મિશ્રણમાં થોડોક Milk Powder ઉમેરી દો
  • દહીંને ખાટું બનતું અટકાવવા માંગતા હોવ તો Curd જામી ગયા બાદ તેનો રેફ્રિજરેટરમાં સ્ટોર કરો

Curd Tips: ઠંડક અને પોષક તત્વોથી ભરપૂર એવા દહીંનો વપરાશ ઉનાળામાં વધી જાય છે. તેથી ગૃહિણીઓએ વારંવાર Curd જમાવવું પડે છે. જો કે દહીં જામવા માટે જેટલો સમય જાય છે તેનાથી જો ઓછા સમયમાં Curd જામી જાય તો દહીંની જરુરીયાત પૂર્ણ કરવામાં સરળતા રહે છે. અમે આપને Curd જમાવવાની એક સરળ ટ્રિક જણાવીશું જેનાથી આપ દહીંને સરળતાથી અને ઓછા સમયમાં જમાવી શકો છો.

દહીંને જમાવવાની સરળ રીત

સામાન્ય રીતે દહીંને જમાવવા માટે ગૃહિણીઓ નવસેકા દૂધમાં થોડું મેળવણ નાંખીને આ મિશ્રણને ઢાંકી દે છે. થોડા કલાકો (લગભગ 6થી 7 કલાક) બાદ આ મિશ્રણમાંથી દહીં તૈયાર થઈ ગયું હોય છે. આજે અમે આપને એક સરળ રીત જણાવીશું જેનાથી દહીં બજારમાં મળતા દહીં જેવું ઘટ્ટ અને બહુ ઓછા કલાકોમાં જામી જશે. સૌ પ્રથમ Curd જમાવવું હોય તેટલું દૂધ નવસેકુ તૈયાર કરો. આ દૂધમાં પ્રમાણસર Milk Powder ઉમેરો. આ મિશ્રણને બરાબર હલાવો. આ મિશ્રણમાં કોઈ ઘટ્ટતા રહેવી જોઈએ નહીં. હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો. ઠંડા પડેલા આ મિશ્રણમાં મેળવણ માટેનું દહીં ઉમેરી દો. મેળવણ ઉમેર્યા બાદ હવે આ મિશ્રણને માટીના પાત્રમાં લઈ ઢાંકણ ઢાંકી દો. આ પાત્ર પર સિલ્વર ફોઈલ (Silver Foil) પણ ઢાંકી શકાય છે. આ રીતથી જામેલું દહીં બજારમાં મળે છે તેવું જ ઘટ્ટ અને મલાઈદાર થશે.

Advertisement

આ પણ વાંચોઃ  Health Tips: તણાવપૂર્ણ વાતાવરણમાં ડિપ્રેશનથી કેવી રીતે બચવુ? નિષ્ણાતોએ આપ્યા આ સૂચનો

Advertisement

દહીંને ઝડપથી જમાવવાની રીત

નવસેકા દૂધમાં મેળવણનું દહીં ઉમેરો. આ મિશ્રણને જે પાત્રમાં રાખો તે પાત્રને ગરમ કરેલા કૂકરમાં રાખો. ગરમ કરેલા કૂકરમાં એક ગરમ કપડું મુકો. તેના પર આ મેળવણ મિશ્રિત દૂધના પાત્રને મુકો. આ રીતથી Curd મેળવવાથી તમારું દહીં 6 કલાકને બદલે ફક્ત 2 કલાકમાં જામી જશે અને આઈસ્ક્રીમ જેવું ક્રીમી બની જશે. જો તમે Curd ને ખાટું બનતું અટકાવવા માંગતા હોવ તો દહીં જામી ગયા બાદ તેનો રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

આ પણ વાંચોઃ Heart Tips: આ 3 આદતો હાર્ટ એટેકને આપે છે આમંત્રણ, ડોક્ટરનો ખુલાસો

Tags :
Advertisement

.

×