Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Desi Pasta Recipe: રોટલી-સબ્જીથી કંટાળી ગયા? શેફ કુણાલનો દેશી પાસ્તા બનાવો મિનિટોમાં!

સામાન્ય કંટાળાજનક રોટલી-સબ્જીને બદલે, ઘરે શેફ કુણાલ કપૂરનો ખાસ "દેશી પાસ્તા" બનાવો. ભારતીય મસાલાથી ભરેલી આ રેસીપી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વસ્થ પણ છે. બાળકોના લંચ કે નાસ્તા માટે તે એક ઉત્તમ ઝડપી વિકલ્પ છે.
desi pasta recipe  રોટલી સબ્જીથી કંટાળી ગયા  શેફ કુણાલનો દેશી પાસ્તા બનાવો મિનિટોમાં
Advertisement
  • Desi Pasta Recipe: નાસ્તામાં આ 'દેશી પાસ્તા' મિનિટોમાં બનાવો
  • તમે તમારી આંગળીઓ ચાટતા રહી જશો!
  • શેફ કુણાલે સોશિયલ મીડિયામાં શેર કરી રેસિપી
  • ઇટાલિયન નહીં, દેશી સ્વેગ!, દેશી પાસ્તાની રેસિપી આપે કુણાલ શેફ

Desi Pasta Recipe: બાળકોથી લઈને મોટા લોકો સુધી, દરેક વ્યક્તિ રોજ રોટલી (Bread) અને શાકભાજી (Vegetables) ખાવાથી કંટાળી જાય છે. અને જંક ફૂડ (Junk food) તરફ વળે છે. જો કે, આ ખોરાક આપણા સ્વાસ્થ્ય (Health) માટે સારા નથી. તેનાથી પેટતો ભરાઈ જાય છેસ, સાથે જ પેટની ચરબી (Belly fat) માં પણ વધારો કરે છે. અને આપણા હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી બહારથી કંઈક ખરીદવાને બદલે, તમે તમારા બાળકો (Children) માટે નાસ્તામાં ઘરે કંઈક સ્વાદિષ્ટ અને અનોખું બનાવી શકો છો.

Desi Pasta Recipe 01_GUJARAT_FIRST

Advertisement

આ પણ વાંચો--- Women's health: 40 પછી મહિલાઓએ લેવું જોઈએ આ સુપરફૂડ, અઠવાડિયામાં માત્ર બેવાર ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ રહેશો યુવાન!

Advertisement

Desi Pasta Recipe: શેફ કુણાલ કપૂરે શેર કરી રેસિપી

પ્રખ્યાત શેફ કુણાલ કપૂરે (Chef Kunal Kapoor) ઇન્સ્ટાગ્રામ પર એક સરળ પાસ્તા રેસિપી શેર કરી છે. જે તમે કોઈપણ વધારાના મસાલા વિના ઘરે સરળતાથી બનાવી શકો છો. કુણાલ કપૂરે શેર કરેલી પાસ્તા રેસિપી સરળ છે. અને તેમાં કોઈ વધારાની અનહાઈજેનિક (Unhygienic) સામગ્રીની જરૂર નથી પડતી.

Desi Pasta Recipe: નાસ્તામાં બનાવો દેશી પાસ્તા

જો તમે ભારતીય ભોજન ખાવા માંગતા ન હોવ, તો તમે નાસ્તામાં શેફ કુણાલની ​​દેશી પાસ્તા ડીશ (Desi pasta dishes) ને ડ્રાય કરી શકો છો. આ પાસ્તા થોડી મિનિટોમાં જ તૈયાર થઈ જાય છે. અને તેનો સ્વાદ અદ્ભુત લાગે છે. ભારતીય મસાલા ઉમેરવાથી પાસ્તાનો સ્વાદ વધે છે, અને તમે તેને બપોરના ભોજન માટે પણ લઈ શકો છો.

Desi Pasta Recipe દેશી પાસ્તા બનાવવા માટેની સામગ્રી

  • એક કપ પાસ્તા
  • મગફળીના દાણા
  • તેલ
  • સૂકા લાલ મરચાં
  • બારીક સમારેલા લીલા મરચાં
  • મીઠો લીમડાના પત્તા
  • ડુંગળી
  • હળદર
  • મીઠું
  • લાલ મરચું

Desi Pasta Recipe 02_GUJARAT_FIRST

Desi Pasta Recipe પાસ્તા બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ, ગરમ પાણીમાં મેકરોની (Macaroni) અથવા પાસ્તા ઉકળવા મૂકો.
એક પેનમાં એક ચમચી તેલમાં મગફળી તળીને બાજુ પર રાખો.
ત્યારબાદ, તે જ પેનમાં તેલ ઉમેરો, તેમાં સરસવના દાણા, સૂકા લાલ મરચાં, બારીક સમારેલા લીલા મરચાં, મીઠો લીમડાના પત્તાઉમેરો અને સાંતળો.
આ બધું શેકાયા પછી, પેનમાં ડુંગળી, હળદર, મીઠું અને મરચું ઉમેરો અને મિક્સ કરો.
આ પછી, તેમાં બાફેલી મેકરોની અથવા પાસ્તા ઉમેરો અને થોડીવાર હલાવતા રહો.
છેલ્લે, પાસ્તા રાંધ્યા પછી, ઉપર શેકેલી મગફળી ઉમેરો.
આ ઓછા તેલવાળા ભારતીય પાસ્તામાં તમે તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો, જે તેનો સ્વાદ વધારશે. તમે તેમાં ઘંટડી મરચાં, ગાજર, વટાણા, કોબી અને ટામેટાં પણ ઉમેરી શકો છો, જે ખાધા પછી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે.

આ પણ વાંચો--- Sugar Option : ગળ્યું ખાવાના શોખીનો માટે આ રહ્યા કામના વિકલ્પો

Tags :
Advertisement

.

×