ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિવાળી પછી ફેફસાંને ડિટોક્સ કરવા માટે અપનાવો આ 10 સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો

દિવાળીની આતશબાજી પછી ધુમાડાથી ફેફસાંને થતા નુકસાન સામે રક્ષણ મેળવવા ડૉ. સુધાંશુ રાયે 10 ટિપ્સ આપી છે. તેમાં સવારની સેર ટાળવી, દિવસમાં બે વાર વરાળ લેવી અને આમળા, ગોળ જેવા ખોરાક લેવાનો સમાવેશ થાય છે. સ્વસ્થ રહેવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને ઘરમાં એર પ્યુરિફાયર છોડ રાખવા પણ સલાહભર્યું છે.
08:25 PM Oct 21, 2025 IST | Mihir Solanki
દિવાળીની આતશબાજી પછી ધુમાડાથી ફેફસાંને થતા નુકસાન સામે રક્ષણ મેળવવા ડૉ. સુધાંશુ રાયે 10 ટિપ્સ આપી છે. તેમાં સવારની સેર ટાળવી, દિવસમાં બે વાર વરાળ લેવી અને આમળા, ગોળ જેવા ખોરાક લેવાનો સમાવેશ થાય છે. સ્વસ્થ રહેવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને ઘરમાં એર પ્યુરિફાયર છોડ રાખવા પણ સલાહભર્યું છે.
Lungs Detox After Diwali

Lungs Detox After Diwali : દિવાળીનો તહેવાર આનંદ, રોશની અને મિઠાઈનો ઉત્સવ છે. આ દિવસે થતી આતશબાજીથી આખું આકાશ ઝળહળી ઉઠે છે, જે જોવામાં ખૂબ સુંદર લાગે છે. જોકે, દિવાળીના બીજા દિવસે ફેલાતો આ ધૂમાડો (Pollution after Diwali} તમારા ફેફસાંના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ફટાકડાંના ધુમાડામાંથી નીકળતા હાનિકારક ગેસ અને ઝીણા કણો (Toxins) આપણા ફેફસાંને સીધી રીતે નુકસાન પહોંચાડે છે, જેના કારણે લોકોને ઉધરસ, ગળામાં ખરાશ અને છાતીમાં બળતરાની સમસ્યા સતાવી શકે છે.

આ સ્થિતિમાં, સ્વસ્થ રહેવા માટે ફેફસાંને અંદરથી સાફ (ડિટોક્સ) રાખવા અને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત બનાવવી ખૂબ જરૂરી છે. મેટાબોલિક ડૉક્ટર ડૉ. સુધાંશુ રાય (Dr. Sudhanshu Rai} એ દિવાળી પછી ફેફસાંને શુદ્ધ કરવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્સ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ડૉ. સુધાંશુ રાયની 10 મહત્ત્વની ટિપ્સ – Dr. Sudhanshu Rai Health Tips

સવારની સેરમાં વિલંબ કરો: દિવાળીના થોડા દિવસો પછી સવારના સમયે પ્રદૂષણનું સ્તર તેના ચરમ પર હોય છે. તેથી, તહેવાર પછી 3-4 દિવસ સુધી સવારની ખુલ્લી હવામાં ફરવા જવાનું ટાળો.

વરાળ લો: તમારા વાયુમાર્ગને સાફ કરવા માટે દિવસમાં બે વખત ગરમ પાણીની વરાળ (Steam) લો. વરાળ લેતી વખતે પાણીમાં તુલસી અને ફુદીનાના પાન ઉમેરી શકાય છે.

વધારે પાણી પીઓ: દિવસમાં 3-4 લિટર પાણી પીવું એ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનો અસરકારક માર્ગ છે, કારણ કે તે કિડનીને કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. પર્યાપ્ત પાણી મેટાબોલિઝમ સુધારે છે.

આહારમાં સુધારો: ફેફસાંના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતા ખોરાક, જેમ કે આમળા, હળદરવાળું દૂધ, ગોળ, અને દાડમનો રસ ને તમારા દૈનિક આહારમાં સામેલ કરો.

એર પ્યુરિફાયર/મીઠાનું પાણી: ધૂળ અને પ્રદૂષકોથી બચવા માટે તમારા બેડની નજીક એર પ્યુરિફાયર અથવા મીઠાના પાણીથી ભરેલું વાસણ રાખો.

ધૂપ/સુગંધિત મીણબત્તી ટાળો: ધૂપ કે સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવવાથી ઘરની અંદરની હવા (Indoor Air Quality) પણ બગડી શકે છે, કારણ કે તે વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOCs) અને અન્ય હાનિકારક પ્રદૂષકો મુક્ત કરે છે.

પ્રાણાયામ: દરરોજ સવારે 10 મિનિટ અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરો.

નાકથી શ્વાસ લો: મોં દ્વારા શ્વાસ લેવાને બદલે હંમેશા નાકથી શ્વાસ લો. નાક હવાને ફિલ્ટર કરીને અંદર મોકલે છે.

ઘરમાં છોડ રાખો: તમારા ઘરની બાલ્કનીમાં સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, પીસ લિલી જેવા છોડ લગાવો. આ છોડ ઘરની અંદરની હવાને શુદ્ધ રાખવામાં મદદ કરે છે.

ડૉક્ટરની સલાહ: જો તમને સતત ઉધરસ, છાતીમાં જકડન કે છીંક આવતી હોય, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો : શિયાળામાં અખરોટ પલાળીને ખાવાથી લાભા-લાભ થશે, જાણી લો રીત

Tags :
Air PollutionDiwali PollutionDr Sudhanshu Raihealth tipsHome remediesImmunityIndoor PlantsLungs DetoxMetabolic HealthPranayam
Next Article