Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali ના 5 દિવસના તહેવારમાં આ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

Diwali Tips 2024 : દિવાળીમાં માત્ર દેવી-દેવતાઓની પૂજા કરવાથી સુખ-શાંતિ નથી પ્રાપ્ત થતી
diwali ના 5 દિવસના તહેવારમાં આ વસ્તુઓનું દાન કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
Advertisement

Diwali Tips 2024 : Diwali એ પાંચ દિવસનો તહેવાર હોય છે. તો Diwali ના ઉત્સવની શરૂઆત ધનતેરસના દિવસથી શરૂ થાય છે. ત્યારે ધનતેરસ પછી નરક ચતુર્દશી, Diwali, ગોવર્ધન પૂજા અને ભાઈ દૂજના તહેવારો ઉજવવામાં આવે છે. તો આ પાંચ દિવસોમાં ભક્તોને માત્ર દેવી-દેવતાઓની પૂજા કરવાથી લાભ જ નથી મળતો પણ આ સમયગાળા દરમિયાન દાનનું પણ ઘણું મહત્વ છે. ભગવાન shiva તેમના પુત્ર કાર્તિકેયને Padma Purana માં જણાવે છે કે ધનતેરસના 5 દિવસોમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

ધનતેરસના દિવસે શું દાન કરવું જોઈએ

Padma Purana માં ભગવાન shiva જણાવે છે કે, ધનતેરસના દિવસે યમરાજના માટે એક દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. દક્ષિણ દિશામાં એક દીવો યમરાજ માટે પ્રગટાવીને ઘરમાં મૂકવો જોઈએ. આ દીપ પ્રગટાવતી વખતે “મૃત્યુનામ દંડપાશાભ્યમ કાલેન શ્યામયા સહ. ત્રયોદશ્યામ દીપદાનત સૂર્યજઃ પ્રિયતમ મમ" મંત્રનો ઓછામાં ઓછો 3 વખત જાપ કરી શકો છો.

Advertisement

નરક ચતુર્દશીના દિવસે શું દાન કરવું જોઈએ

Padma Purana માં ભગવાન shiva જણાવે છે કે, જે વ્યક્તિ નરક ચતુર્દશીના દિવસે સવારે સ્નાન કરે છે. તેને મૃત્યુ પછી નરક ભોગવવું પડતું નથી. આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.

Advertisement

આ પણ વાંચો: બસ આટલું કરો અને તમારા ઘરના દરેક ખુણાની સાફ-સફાઈ કલાકોમાં થશે

Diwali ના દિવસે શું દાન કરવું જોઈએ

Padma Purana માં ઉલ્લેખ છે કે Diwali ના દિવસે બ્રહ્મમુહૂર્ત દરમિયાન અને પ્રદોષ કાળમાં પણ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમજ પિતૃઓની પૂજા અને દાન કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગોવર્ધન પૂજાના દિવસે શું દાન કરવું જોઈએ

આ દિવસે ગોવર્ધન મહારાજ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ બંનેની પૂજા કરવાની સાથે આ દિવસે તમારે બાજરી, ચોખા વગેરેનું દાન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળે છે. ગોવર્ધન પૂજાના દિવસે દાન કરવાથી માનસિક શાંતિનો અનુભવ પણ થાય છે.

ભાઈ દૂજના દિવસે શું દાન કરવું જોઈએ

Padma Purana માં ભગવાન shiva કહે છે કે ભાઈ દૂજના દિવસે ભાઈએ પોતાની બહેનને પોતાની ક્ષમતા મુજબ કપડાં અથવા વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ સાથે બહેને પોતાના હાથે બનાવેલું ભોજન ભાઈને ખવડાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આ દિવસે યમુના નદીમાં સ્નાન કરે છે તો તેને અંતે યમપુરી જવું પડતું નથી.

આ પણ વાંચો: આ દિવાળીમાં તેલ અને ઘીની કરો બચત, આ રીતે પાણીથી દીપક પ્રગટાવો

Tags :
Advertisement

.

×