Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું આપ માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા ઈચ્છો છો ? તો જાણી લો આ છોડ વિશે

માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા માટે આયુર્વેદમાં એક એવા છોડનું વર્ણન છે કે જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. હજારો વર્ષોથી આ છોડ વાળની માવજતમાં કારગર સાબિત થયો છે. વાંચો વિગતવાર
શું આપ માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા ઈચ્છો છો   તો જાણી લો આ છોડ વિશે
Advertisement
  • બ્રાહ્મીનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે
  • આયુર્વેદમાં બ્રાહ્મીને વાળને પોષણ આપતી મહત્વની જડીબુટ્ટી ગણવામાં આવી છે
  • બ્રાહ્મીના તેલની વાળમાં માલિશ કરવાથી મળે છે હકારાત્મક પરિણામ

Ahmedabad: આયુર્વેદમાં માથાના વાળને ઘટાદાર કરવા માટે એક એવા છોડનો ઉલ્લેખ કર્યો છે. જેનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. મહત્વનું એ છે કે આ છોડ પાછો કારગત પણ સાબિત થયો છે. આ છોડ છે બ્રાહ્મી. બ્રાહ્મી એક પ્રાચીન આયુર્વેદિક ઔષધિ છે. જે વાળના વિકાસ અને મજબૂતાઈને પૂરી પાડે છે.

કુદરતી રીતે વાળને પૂરુ પાડે છે પોષણ

બ્રાહ્મીમાં રહેલા પોષક તત્વો ખોપરી પરની ચામડીને પોષણ આપીને વાળ ખરતા અટકાવે છે. તેમજ કુદરતી રીતે વાળનું પ્રમાણ વધારે છે. તેથી જો આપ માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા માંગતા હોય તો બ્રાહ્મીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. કેટલાક કિસ્સામાં બ્રાહ્મીના સેવનથી પણ ઘણો ફાયદો થયો હોવાનું નોંધાયું છે.

Advertisement

બ્રાહ્મીના તેલથી વાળની ​​માલિશ કરો

માથાના વાળ ઘટાદાર અને લાંબા કરવા આપે બ્રાહ્મીના તેલની માલિશની આદત કેળવવી જોઈએ. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં તમારા માથાના ખોપરી ઉપરની ચામડી પર તેલની માલિશ કરો. તેને આખી રાત રહેવા દો અને સવારે હળવા શેમ્પૂથી ધોઈ લો. માથાની ચામડીને બ્રાહ્મીના તેલનું પોષણ મળતા જ વાળના મૂળ મજબૂત થાય છે. જેનાથી વાળ લાંબા અને ઘટાદાર બને છે. આપ બ્રાહ્મી તેલની માલિશ અઠવાડિયામાં 3થી 4 દિવસ કરી શકો છો.

Advertisement

આ પણ વાંચોઃ  કયા ફળો અને શાકભાજીમાંથી કેટલું પાણી? આંકડા તમને આશ્ચર્યચકિત કરશે

ઘરે પણ બનાવી શકાય છે બ્રાહ્મીનું તેલ

બજારમાં બ્રાહ્મીનું તેલ અવાઈલેબલ છે. જો તમે બ્રાહ્મીનું તેલ ઘરે બનાવવા માંગો તો તેની પણ સરળ રેસિપી જાણી લો. સૌ પ્રથમ બે ચમચી સૂકા બ્રાહ્મી પાન અથવા બ્રાહ્મી પાવડરને અડધો કપ નારિયેળ અથવા તલના તેલમાં મિક્સ કરો. તેને 10થી12 મિનિટ સુધી ઉકળવા દો અને પછી તેને ગાળીને ઠંડુ થવા દો. આ ઠંડા થયેલા તેલનો માલિશમાં ઉપયોગ કરી શકાય છે. બ્રાહ્મી વાળના મૂળ હોય છે ત્યાં ખોપરીની ચામડી માટે એક ડીપ કન્ડીશનીંગ માસ્ક તરીકે કામ કરે છે. જેનાથી વાળનું પ્રમાણ અને મજબૂતાઈ વધારે છે.

બ્રાહ્મી અને આમળાથી વાળ ધોવા

બ્રાહ્મી તેલથી વાળની માલિશ કરવા ઉપરાંત વાળને ધોવામાં પણ બ્રાહ્મીનો ઉપયોગ કરી શકાય છે. જો આપ વધુ સારુ પરિણામ ઈચ્છતા હોવ તો બ્રાહ્મી સાથે આમળાનો પણ ઉપયોગ કરો. આપ અઠવાડિયામાં 2 વાર વાળ ધોવા માટે બ્રાહ્મી અને આમળાનો ઉપયોગ કરી શકો છો. આમળાથી વાળ ધોવાથી વાળમાં ચમક આવે છે.

આ પણ વાંચોઃ  હીટવેવમાં હાનિકારક કોલ્ડ ડ્રિન્કસ કરતા....પીવો આ નેચરલ હોમમેડ જ્યૂસ

Tags :
Advertisement

.

×