Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Don't worry be happy : સાચા રહેવા કરતાં ખુશ રહેવું બહેતર!

વર્તમાન ક્ષણને સ્વીકારીને આનંદમય જીવન જીવવાની કળા શોધો. ઉદાસીને કેવી રીતે દૂર કરવી, સરખામણીઓ કેવી રીતે છોડવી અને તમારી દિનચર્યામાં સાચું સુખ કેવી રીતે શોધવું તે શીખો.
don t worry be happy   સાચા રહેવા કરતાં ખુશ રહેવું બહેતર
Advertisement
  • Don't worry Be happy : વર્તમાન ક્ષણને સ્વીકારીને આનંદમય જીવન જીવવાની કળા શોધો. ઉદાસીને કેવી રીતે દૂર કરવી, સરખામણીઓ કેવી રીતે છોડવી અને તમારી દિનચર્યામાં સાચું સુખ કેવી રીતે શોધવું તે શીખો.

Don't worry be happy :જીવનની સાચી કેડી: દુઃખને ખંખેરી સુખને ગળે લગાવો

માટીનાં રમકડાં ઘડનારાએ એવા ઘડ્યાં,

Advertisement

ઓછું પડે એને કાંકનું કાંક, જીવતરનું ગાડું હાંક.

Advertisement

સંસારી રે, તારા રામનો ભરોસો તું રાખ.

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ

આપણે સહુ જીવનભર સુખની શોધમાં દોડ્યા કરીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે સુખ શોધવાની વસ્તુ છે કે અનુભવવાની? જાણીતા લેખકો અને ચિંતકોના મતે સુખ કોઈ ભવિષ્યનો પ્રોજેક્ટ નથી, પરંતુ વર્તમાનની એક સુંદર ભેટ છે. સુખની આ સફરને સમજવા માટે જીવન જીવવાની કેટલીક જડીબુટ્ટીઓ અહીં રજૂ છે:

Don't worry Be happy : સાચા હોવા કરતાં ખુશ રહેવું વધુ જરૂરી

આપણને નાનપણથી જ 'સાચા બનવા'ની શિખામણ આપવામાં આવે છે. પણ સાચા હોવાનો અર્થ શું? બીજાની વ્યાખ્યાઓમાં ફિટ થવાને બદલે પોતાની જાતને છેતર્યા વગર જીવવું એટલે સાચું હોવું. બ્રિટિશ લેખક ડગ્લસ એડમ્સ કહે છે: "સાચા હોવા કરતાં હું હેપી થવાનું લાખ દરજ્જે પસંદ કરીશ." દુનિયા તમને સર્ટિફિકેટ આપે કે ન આપે, જો તમે અંદરથી આનંદમાં છો, તો તમે જીતી ગયા છો. લોકોની અપેક્ષાઓના ભાર નીચે દબાઈને જીવવા કરતાં પોતાની મસ્તીમાં જીવવું એ જ સાચું જીવન છે.

મુક્ત મને જીવી લઈએ એ જ સાચી ઓળખાણ, દુનિયાની પરવાહ છોડીને હસવું એ જ આપણું ડહાપણ!

Don't worry Be happy : Art of living a joyful life

વિશ્વપ્રસિદ્ધ લેખક ચાર્લ્સ ડિકન્સ કહે છે કે સુખ (Happiness) એ એક 'ગિફ્ટ' છે. આપણે અવારનવાર એવું માની લઈએ છીએ કે, "જ્યારે આ મુશ્કેલી પતશે, ત્યારે હું સુખી થઈશ." પણ યાદ રાખજો, તકલીફો વગરનો સમય ક્યારેય કોઈની જિંદગીમાં આવ્યો નથી અને આવવાનો પણ નથી.

સુખની રાહ જોવાની ન હોય, એ તો ગમે ત્યારે અણધારી ભેટ બનીને આવે ત્યારે તેને વહાલથી માણી લેવાની હોય છે. કપરી પરિસ્થિતિમાં પણ જ્યારે સુખની નાનકડી ક્ષણ આવે, ત્યારે એમાંથી એટલી ઊર્જા મેળવી લેવી જોઈએ કે જે આવનારી મુશ્કેલીઓ સામે લડવાનું બળ પૂરું પાડે.

Don't worry Be happy : તમે જેવા છો, તેવા જ વહાલા છો

'લે મિઝરેબલ'ના લેખક વિક્ટર હ્યુગો જીવનનો એક મોટો સંતોષ સમજાવે છે: "જિંદગીનો સર્વોચ્ચ આનંદ એ પ્રતીતિમાં છે કે લોકો તમને ચાહે છે—તમે જેવા છો, તેવા જ!" આપણે સતત આપણા દોષો જોયા કરીએ છીએ અથવા બીજાની આંખમાં સારા દેખાવા મથ્યા કરીએ છીએ. પણ જે તમને ખરેખર ચાહે છે, તેમને તમારી ખામીઓ સાથે કોઈ લેવા-દેવા નથી.

પોતાની જાતને કોસવાનું બંધ કરો; સ્વીકાર એ જ સુખનો પ્રથમ દરવાજો છે.

"आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः।" ( મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.)

સુખનું પોસ્ટમોર્ટમ ન કરો

અમેરિકન લેખક સ્ટીફન કિંગ એક બહુ કીમતી સલાહ આપે છે: "તમારા સુખનું વિશ્લેષણ કરવાનું ટાળો." જ્યારે તમે બહુ ખુશ હોવ ત્યારે "હું કેમ ખુશ છું? આ સુખ ક્યાંથી આવ્યું?" એવા વિચારોમાં પડશો તો સુખની કુદરતી મજા મરી જશે. સુખને બસ વહી જવા દો. એનું પોસ્ટમોર્ટમ કરશો તો સરખામણીઓ શરૂ થશે—કાં તો તમારા ભૂતકાળ સાથે અથવા બીજાના વર્તમાન સાથે. અને સરખામણી એ સુખનો સૌથી મોટો દુશ્મન છે.

દુઃખ પર નિયંત્રણ: તમારું બ્રહ્માસ્ત્ર

સુખ કદાચ આપણા હાથમાં ન હોય, પણ 'દુઃખી થવું' ચોક્કસ આપણા હાથમાં છે. આપણે હાથે કરીને જૂના પ્રસંગો યાદ કરીને દુઃખી થઈ શકીએ છીએ, તો એ જ રીતે મક્કમ બનીને દુઃખને કાબૂમાં પણ રાખી શકીએ છીએ.

 "सुखमापतितं सेव्यं दुःखमापतितं तथा।" ( સુખ અને દુઃખ બંને પરિસ્થિતિને સમાન ભાવે સ્વીકારવી જોઈએ.)

જિંદગીમાં સુખના સ્ત્રોત શોધવા નીકળશો તો ભટકી જશો. એના કરતાં જે પળ મળે તેને મન ભરીને જીવી લો. દુઃખને ખંખેરી નાખવું અને સુખને હૃદયમાં વિખેરી દેવું—જો આ કળા આવડી ગઈ, તો તમે દુનિયાના સૌથી અમીર માણસ છો.

કારણ કે, "દુઃખી થવું બંધ કરવું એ જ જીવનનું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે!"

આ પણ વાંચો : itchy Palm Causes : પૈસા આવશે કે બીમારી? હથેળીમાં ખંજવાળ પાછળનું અસલી કારણ જાણીને ચોંકી જશો!

Tags :
Advertisement

.

×