ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health Tips: ઉનાળામાં દૂધીના રસનું સેવન છે અત્યંત લાભદાયી...

ઉનાળાની આકરી ગરમીમાં દૂધીના રસ (Gourd juice) નું સેવન કરવાથી શરીરને ઠંડક મળવા ઉપરાંત અનેક લાભો પણ થાય છે. વાંચો વિગતવાર.
03:58 PM May 05, 2025 IST | Hardik Prajapati
ઉનાળાની આકરી ગરમીમાં દૂધીના રસ (Gourd juice) નું સેવન કરવાથી શરીરને ઠંડક મળવા ઉપરાંત અનેક લાભો પણ થાય છે. વાંચો વિગતવાર.
Gourd juice Gujarat First

Health Tips: ગરમીના દિવસોમાં શરીરને જરૂરી ઠંડક અને પાણી ન મળે તો ડિહાઈડ્રેશનનો શિકાર થવાની સંભાવના રહેલ છે. તેથી શરીરને ઠંડુ રાખવા અને યોગ્ય પાણી મળી રહે તે માટે વિવિધ પીણાનું સેવન લોકો કરતા હોય છે. આજે અમે આપને ઉનાળાની આકરી ગરમીમાં શરીર માટે સૌથી પૌષ્ટિક પીણાં પૈકીના એક વિશે જણાવીશું. આપ પણ આ પીણાના ફાયદા જાણીને ચોંકી જશો. આ પીણું છે દૂધીનો જ્યૂસ (Gourd juice). દૂધીનો જ્યૂસ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક પૂરી પાડવા ઉપરાંત અનેક રીતે લાભદાયી છે.

દૂધીના જ્યૂસના ફાયદા

ઉનાળામાં Gourd juice શરીરને ઠંડક પૂરી પાડવા ઉપરાંત digestion સુધારવામાં, વજન ઘટાડવામાં, ત્વચાને ચમકદાર બનાવવામાં તેમજ યોગ્ય ઊંઘ પૂરી કરવામાં લાભદાયી છે. આયુર્વેદમાં પણ દૂધીને ઠંડક આપનાર અને પાચન માટે સારું માનવામાં આવે છે. Gourd juice શરીરને ડિટોક્સ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને વધતા વજનને નિયંત્રિત કરવા (weight loss) માં મદદ કરે છે. દૂધીના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી તમારી ત્વચા સ્વચ્છ અને ચમકદાર થશે, પેટ હળવું થશે અને શરીર ઊર્જાવાન થતા થાક પણ ઓછો લાગશે. દૂધીનો જ્યૂસ હૃદયને સ્વસ્થ રાખવામાં અને હાઈબ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદરુપ છે.

આ પણ વાંચોઃ  Health Tips: શું તમે પણ ઉનાળામાં પાચનતંત્રની સમસ્યાઓથી પરેશાન છો? જાણો નિષ્ણાતો શું કહે છે

કુદરતી અને કારગત

ઉનાળામાં બજારમાં મળતા અનઓર્ગેનિક કોલ્ડડ્રિંક્સનું વધુ માત્રામાં સેવન શરીર માટે હાનિકારક છે કારણ કે તેમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય હાનિકારક કેમિકલ હોય છે. આ કોલ્ડડ્રિંક્સ કરતા આપના શરીર માટે Gourd juice એક કુદરતી અને કારગત પીણું સાબિત થશે. દૂધીનો રસ શરીરને અંદરથી ઠંડક પહોંચાડે છે. ઉનાળામાં જ્યારે ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક અને થાકની સમસ્યાઓ વધી જાય છે ત્યારે Gourd juice રાહત આપનાર પીણું સાબિત થાય છે. દૂધીના જ્યૂસમાં લગભગ 96% પાણી હોય છે જે શરીરને હાઈડ્રેટ કરે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આમ, Gourd juice થી શરીર ડિટોક્સ થાય છે.

વજન ઘટાડવામાં કારગત

ઉનાળામાં વધુ પડતા વજનને લીધે શરીરને થાક લાગવો, વધુ પડતો પરસેવો થવો જેવી સમસ્યાઓ થાય છે. તેથી વજન ઓછું (weight loss) કરતા લોકોએ Gourd juice નું નિયમિત સેવન કરવું જોઈએ. જેથી તેઓ ઝડપથી વજન ઉતારી શકે છે. તેમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જ્યારે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાયબરને લીધે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આનાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા ઓછી થાય છે અને વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે. દરરોજ સવારે તેનું સેવન કરવાથી ચયાપચયમાં પણ સુધારો થાય છે. જે ચરબી ઓગાળતી પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

આ પણ વાંચોઃ  Health Tips: જમતા પહેલા અને પછી પાણી પીવું યોગ્ય છે ? જાણો આચાર્ય બાલકૃષ્ણના પુસ્તકમાં શું કહેવામાં આવ્યું છે

Tags :
Detox drinkDigestionglowing skinGourd juiceGujarat FirstGUJARAT FIRST NEWShealth-benefitsLauki juiceLow-calorieNatural RemediesSummerWeight Loss
Next Article