Drink water: સવારે ખાલી પેટે કેટલું પાણી પીવું?, તમે નથી કરતાને આ ભૂલ? જાણો સાચી રીત
- Drink water: સવારે કેટલું પાણી પીવું?
- એકસાથે પાણી પીવાથી શું લાભ-નુકસાન થાય?
- વધારે પડતું પાણી નુકસાન કરી શકે છે?
Drink water: આપણા શરીરમાં 60 થી 70 ટકા જેટલું પાણી હોય છે. આ વાત એકદમ સામાન્ય છે, અને સૌકોઈ જાણે છે. પણ વધારાની માહિતી એ છે કે, ઉંમર અને શરીરની જરૂરિયાત મુજબ પાણીના પ્રમાણમાં ફેરફાર થાય છે. પરંતુ દરેક જીવ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મગજ (Brain), ફેફસાં (Lungs) અને સ્નાયુ (Muscle) ઓ જેવા અવયવોમાં નોંધપાત્ર માત્રામાં પાણી હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવાથી લઈને કોષો સુધી પોષક તત્વો અને ઓક્સિજન (Oxygen) પહોંચાડવા સુધીની દરેક બાબતમાં પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Drink water: અશુદ્ધ તત્વોને પણ બહાર કાઢે છે
પાણી શરીરમાંથી અશુદ્ધિઓને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે તમે ડિહાઇડ્રેટેડ (Dehydrated) ન થાઓ. ઘણા લોકો પાસે એક પ્રશ્ન હોય છે કે, સવારે ઉઠ્યા પછી કેટલું પાણી પીવું જોઈએ? સવારે પાણી પીવાના ફાયદા શું છે, અને શું વધુ પડતું પાણી પીવું એ લાભકારક હોય છે કે હાનિકારક ? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો જાણીએ.
Drink water: સવારે વધુ પડતું પાણી ન પીવું જોઈએ
સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી એકસાથે વધુ પડતા પ્રમાણમાં પાણી ના લેવું જોઈએ. એ શરીર માટે સારું નથી. આમ કરવાથી કિડની (Kidney) પર દબાણ આવી શકે છે. સવારે 1 લિટરથી વધુ પાણી પીવું નુકસાનકારક હોઈ શકે છે. એકસાથે ક્યારેય વધારે પાણી ન પીવું જોઈએ. એક સમયે 1 લિટર કે તેથી વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો-------- Yogurt in winter: શિયાળામાં દહીં ખાવું ફાયદાકારક કે નુકસાનકારક? અહીં જાણો તથ્ય
Drink water: સવારે ખાલી પેટે કેટલું પાણી પીવું જોઈએ?
સવારે 1-2 ગ્લાસ હુંફાળું પાણી પીવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી શરીરને ફાયદો થાય છે.
પાણી પીવાની સાચી રીત
પાણી પીવાની સાચી રીત એ છે કે દૈનિક 3 લિટર પાણીને ઘણા ભાગોમાં વહેંચો. સવારે ઉઠ્યા પછી બે ગ્લાસ પાણી પીવો. દરેક ભોજન પહેલાં એક ગ્લાસ પાણી પીવો. જમ્યાના અડધા કલાક પછી એક ગ્લાસ પાણી પીવો. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો. દિવસભર સમયાંતરે પાણી પીવાની આદત રાખવી જોઈએ.
ખાલી પેટે પાણી પીવાના ફાયદા
સવારે ઉઠ્યા પછી યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પાણી પીવાથી પાચનતંત્ર (Digestive system) સક્રિય થાય છે. અને શરીરને હાઈડ્રેડ રાખવામાં મદદ મળે છે. યોગ્મ માત્રા અને યોગ્ય સમયે પાણી પીવાથી શરીરનું તાપમાનપણ સંતુલિત રહે છે. અને શરીરમાં રહેલા ખરાબ તત્વોને બહાર કાઢે છે.
નોંધઃ ઉપરોક્ત માહિતી સોશિયલ મીડિયા આધારિત છે. યોગ્ય માર્ગદર્શન માટે તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.
આ પણ વાંચો-------- 2026 Festival: વિવિધતામાં એકતા, ભારતમાં અલગ અલગ નામ ધરાવતા તહેવારોનું એક જ મહત્વ, જાણો ઉજવણી અને પરંપરા
આ પણ વાંચો---------Winter Besan Halwa: શિયાળામાં થાક ઉતારતો ચણાના લોટનો શીરો, રાત્રે ખાધા પછી આવશે શાંતિથી ભરેલી ઊંઘ


