Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સવારે ખાલી પેટે કોથમીનો રસ પીવાથી થશે આ લાભ...જાણી લો

રોજ સવારે ખાલી પેટે કોથમીનો રસ(coriander juice) પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો પૂરતી માત્રામાં મળી રહે છે. કોથમીના રસ પીવાના વધુ ફાયદા વિશે જાણી લો વિગતવાર.
સવારે ખાલી પેટે કોથમીનો રસ પીવાથી થશે આ લાભ   જાણી લો
Advertisement
  • coriander વાનગીઓને સુશોભિત કરવા ઉપરાંત પોષક તત્વો પણ પૂરા પાડે છે
  • કોથમીમાં રહેલું ફાયબર શરીરની પાચનક્રિયાને વેગ આપે છે
  • કોથમીમાં રહેલા પોષક તત્વો ત્વચાને ચમકદાર બનાવે છે

Ahmedabad: ભારતીય ભોજન શૈલીમાં કોથમીનો બૃહદ ઉપયોગ જોવા મળે છે. ભોજન બનાવતી વખતે અને ભોજન બની ગયા બાદ પણ વાનગી પર કોથમીના પત્તા નાંખવામાં આવે છે. કોથમીના પત્તાથી વાનગી સુશોભિત થઈ ઉઠે છે. આ ઉપરાંત કોથમીમાં રહેલા પોષક તત્વોથી શરીરને જરૂરી પોષણ પણ મળી રહે છે. જો કે આયુર્વેદ અને નિષ્ણાંત વૈદો અનુસાર coriander juice નું સવારે ખાલી પેટે સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

કોથમીમાં રહેલા પોષક તત્વો

કોથમીના પાન અને તેની કુમળી ડાળીઓ પોષક તત્વોનો ભંડાર છે. કોથમીમાં રહેલ ફાયબર શરીરમાં થતી પાચનક્રિયાને વેગવંતી બનાવે છે. કોથમીમાં મેંગેનીઝ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન કે, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, બીટા કેરોટીન અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે. coriander માં સૌથી અગત્યનું પોષક તત્વ હોય તો તે છે ફાયટોન્યુટ્રિઅન્ટ્સ છે. ફાયટોન્યુટ્રિઅન્ટ્સની ભરપૂર માત્રા કોથમીને એક ઔષધી જેટલી અગત્યતા બક્ષે છે.

Advertisement

આ પણ વાંચોઃ Home Remedies : આ ઘરેલું ઉપાયો તમને પેટના ગેસથી છુટકારો મેળવવામાં મદદ કરશે, એકવાર ચોક્કસ અજમાવી જુઓ

Advertisement

સવારે ખાલી પેટે કોથમીનો રસ પીવાના ફાયદા

કોથમીનો રસ (coriander juice) સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી થાય છે. તેમાં રહેલું ફાયબર આપણી પાચનક્રિયા સુધારે છે. ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. કોથમીમાં રહેલા એન્ટીઑકિસડન્ટ, વિટામિન A અને C આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. વિટામિન A આપણી આંખોના સ્વાસ્થ્યને સુધારે છે. સવારે ખાલી પેટે કોથમીનો રસ પીવાથી હાડકા મજબૂત થાય છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તે ઈન્સ્યુલિનનું સ્તર કાબૂમાં રાખે છે. કોથમીમાં રહેલા અનેક પોષક તત્વો આપણી ત્વચાને ચમકદાર બનાવે છે.

આ પણ વાંચોઃ  Heat Stroke: ગરમીમાં લૂ લાગવાથી શરીરમાં દેખાય છે આ સંકેતો, જાણો તેનાથી કેવી રીતે બચવું

Tags :
Advertisement

.

×