Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉનાળામાં Acidityને કાબૂમાં લેવા આ ફળોનું કરો સેવન...

ઉનાળામાં એસિડીટીના દર્દીઓને વધુ બળતરા થતી જોવા મળે છે. ઉનાળામાં એસિડીટીની માત્રાને ઓછી કરવા માટે લોકો અનેક ઉપાયો અજમાવતા હોય છે. આજે અમે અહીં આપને એવા ફળો વિશે જણાવા જઈ રહ્યા છીએ જેનાથી એસિડીટી કાબૂમાં આવી શકે છે.
ઉનાળામાં acidityને કાબૂમાં લેવા આ ફળોનું કરો સેવન
Advertisement
  • ઉનાળામાં એસિડીટીના લીધે પેટમાં બળતરા વધતી હોય છે
  • તરબૂચના જ્યૂસમાં જો થોડું સંચળ નાખવામાં આવે તો એસિડીટીમાં રાહત મળે છે
  • રસદાર ફળો એસિડીટીમાં વધુ રાહત આપે છે

Ahmedabad: ઉનાળાની ગરમીમાં શરીરનું તાપમાન વધી જાય છે. તેમાંય પેટના અવયવોમાં એસિડની માત્રા વધી જતા બળતરા વધી જાય છે. એસિડીટીના દર્દીઓને ઉનાળામાં પેટની અંદર ઠંડક માટે કેટલાક ચોક્કસ ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં તરબૂચ, જાંબુ, ચેરી, કેળા, કીવી, સફરજન વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

તરબૂચ છે સૌથી વધુ કારગત

એસિડ રિફ્લેક્શનની સમસ્યામાં પેટ અને છાતીમાં તીવ્ર બળતરા થવા લાગે છે. આ ઉપરાંત ખાટા ઓડકાર, ઉલ્ટી જેવી તકલીફો સહન કરવી પડે છે. આ સમસ્યાઓમાં તરબૂચ અને તેનો જ્યુસ પીવાથી રાહત મળે છે. તરબૂચ પાણીથી ભરેલું ફળ છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. આ ફળ પેટ માટે પણ ખૂબ જ ગુણકારી છે. જે લોકોને એસિડીટીની સમસ્યા વારંવાર થતી હોય તેમણે તરબૂચના જ્યુસનું સેવન કરવું જોઈએ. તરબૂચનું જયુસ પીવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે પેટની બળતરા ઓછી થાય છે અને એસિડીટી ઘટે છે.

આ પણ વાંચોઃ બ્લડ સુગર અને હાર્ટ ડીસીઝના દર્દીઓ માટે રામબાણ રેસિપી, વાંચો શું છે ઈન્ગ્રેડિયન્ટ્સ ?

હાઈ યુરિક એસિડને ઓછા કરતા ફળો

એસિડીટીના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી ફળ હોયતો તે ચેરી છે. ચેરીમાં એસિડને નિયંત્રિત કરવાના વિશેષ તત્વો જોવા મળે છે. લાલ ચેરીમાં વિટામિન B-6, વિટામિન A, વિટામિન K, વિટામિન C, વિટામિન A અને વિટામિન B મળી આવે છે. જો તમે વધુ પડતી એસિડીટીના જોખમથી બચવા માંગતા હોવ તો રોજ કેળું ખાઓ. કેળામાં પ્યુરિન ઓછું હોય છે. કેળા ખાવાથી હાઈ યુરિક એસિડને ઓછું કરી શકાય છે. કેળા ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે.

રસદાર ફળો રહે છે અસરદાર

ખાટા અને રસદાર ફળ કીવી એસિડીટીમાં ખૂબ જ ફાયદાકારક છે. કીવી ખાવાથી એસિડીટીને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. તેમાં વિટામિન સી, વિટામિન ઈ, પોટેશિયમ અને ફોલેટ હોય છે. જેમનું સેવન કરવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો સરળતાથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. દરરોજ કીવી ખાવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચોઃ  Mango Leaves Benefits : ડાયાબિટીસથી લઈને ત્વચા સુધી, જાણો આંબાના પાનના અદ્ભુત ફાયદા

Tags :
Advertisement

.

×