Freshness Test : ઈંડું તાજુ છે કે નહીં, તોડ્યા વગર આ રીતે ચકાસો !
- Freshness Test થકી તમારી મોટાભાગની સમસ્યા દૂર થઇ જશે
- ફ્લોટ ટેસ્ટ કરવાથી ઘરે જ ઈંડાની તાજગીનો અંદાજો આવી જશે
- ઈંડું તરતું મળી આવે તો તેને તુરંત જ કચરાપેટીમાં નાંખી દેવું જોઇએ
Freshness Test : ઉનાળા દરમિયાન લોકો ફિટનેસ અને સ્વસ્થ આહાર પ્રત્યે વધુને વધુ સભાન બન્યા છે (Fitness In Summer). દિવસેને દિવસે શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા માટે ઈંડાનો વપરાશ વધ્યો છે (Egg For Protein), પરંતુ તેના ઉપયોગ પહેલા સંગ્રહિત કરવામાં આવેલા ઈંડાની તાજગી તપાસવી મહત્વપૂર્ણ છે. જો ઇંડાની યોગ્ય જાળવણી કરવામાં ના આવે તો ખરીદનારના પૈસા પડી જાય છે, કેટલાક કિસ્સામાં જો ખરીદનાર આરોગી જાય તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી પણ પડી શકે છે. જો કે, એક સરળ પરીક્ષણ તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. પૈસા ખર્ચીને ખરીદેલા ઈંડા તાજા છે કે વાસી છે તે કેવી રીતે તપાસવું ? આ ફ્રેશનેસ ટેસ્ટ તમારૂ મોટાભાગનું કામ આસાન કરી દેશે.
Freshness Test, સૌથી સરળ ફ્લોટ ટેસ્ટ
લોકો ઘણીવાર ઈંડાની ટ્રે એક જ સમયે ખરીદે છે, જેના કારણે તે નક્કી કરવું મુશ્કેલ બને છે કે, તે તાજા છે કે બગડેલા. બગડેલા ઈંડા ખાવાથી પેટની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ઈંડાની તાજગી તપાસવાનો સૌથી સરળ રસ્તો ફ્લોટ ટેસ્ટ છે. આ માટે ફક્ત એક બાઉલ પાણીની જરૂર પડે છે. બાઉલમાં પાણી ભરો, તેમાં ઈંડા મૂકો, અને પછી ઈંડાની સ્થિતિનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.
આ પણ વાંચો --------------- DIY Tips : અનાજ-મસાલામાં કીડા પડતા અટકાવવા આ ઉપાય અજમાવો !
Freshness Test, તરતું ઈંડું નકામુ
જો આ ટેસ્ટ દરમિયાન ઈંડા સીધા બાઉલના તળિયે ડૂબી જાય, તો તે સંપૂર્ણપણે તાજું અને ખાવા માટે સલામત છે. જો ઈંડા મધ્યમાં થોડું નમેલું હોય અને સ્થિર થઈ જાય, તો તે થોડા અઠવાડિયા જેટલું જૂનું હોઇ શકે છે, પરંતુ હજુ પણ ઉપયોગી છે. જો ઈંડા પાણીની સપાટી પર તરે છે, તો તે બગડેલું છે. આવા ઈંડાનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ન કરવો જોઈએ.
ગંધ, જરદીનો રંગ અને શેલ મહત્વના
જો રેફ્રિજરેટરમાં યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો, ઈંડાનો ઉપયોગ 3 થી 5 અઠવાડિયા સુધી કરી શકાય છે. જો કે, ઉનાળામાં, ઉપયોગ કરતા પહેલા તેને ચોક્કસ તપાસો. ઈંડાનો ઉપયોગ કરતા પહેલા, કોઈપણ સમસ્યા ટાળવા માટે તેની ગંધ, જરદીનો રંગ અને શેલની સ્થિતિ તપાસો. જો કોઇ પણ વસ્તુ સહેજપણ શંકાસ્પદ લાગે તો તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.
Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.
આ પણ વાંચો --------------- ઊંઘમાં અચાનક નસ પર નસ ચડી જાય છે? આ સામાન્ય ઉપાયો તમને અસહ્ય પીડામાંથી બચાવશે!


