Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ઈંડાના સેવનના ફાયદા અનેક, ગુણવત્તા ખાવા લાયક છે કે નહીં આ રીતે ચકાસો

ઇંડુ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. ખાસ કરીને શિયાળામાં ઇંડાની માંગમાં ભારે વધારો જોવા મળે છે. ત્યારે કેટલીક વખત બગડેલા ઇંડા આરોગી જવાના કારણે સ્વાસ્થ્યને નુકશાન થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેનાથી બચવા માટે તમે ઇંડાની ગુણવત્તા ચકાસ્યા બાદ જ તેનું સેવન કરવાનો આગ્રહ રાખી શકો છો. જે તમારા માટે ફાયદાકારક રહેશે.
ઈંડાના સેવનના ફાયદા અનેક  ગુણવત્તા ખાવા લાયક છે કે નહીં આ રીતે ચકાસો
Advertisement
  • ઈંડા ખાવાથી શરીરને પ્રોટીન, વિટામિન સહિત ઘણુંબધું મળે
  • ઈંડા ખાવા લાયક ગુણવત્તા ધરાવે છે કે નહીં, તે ચકાસવું જરૂરી
  • પાણી અને સુગંધની તિવ્રતાના આધારે આસાનીથી અંદાજો લગાવો

How to Check Egg Freshness : ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, વિટામિન અને આવશ્યક ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે, અને શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. ઈંડા વિશે એક પ્રખ્યાત કહેવત છે: સન્ડે, હો યા મન્ડે, રોજ ખાઓ અંડે. શિયાળાની ઋતુમાં, ઈંડાની માંગ વધી જાય છે. બજારમાંથી ઘરે લાવેલા ઈંડા ખરાબ છે કે, નહીં તે નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. તમે આ ઉપાયો અજમાવીને તમે ઇંડા સેવન કરવા લાયક છે કે નહીં, તેનો આસાનીથી અંદાજો લગાડી શકશો.

Advertisement

ફ્લોટિંગ ટેસ્ટ કરી જુઓ

બજારમાંથી લાવેલું ઈંડું તાજું છે કે નહીં તે તમે સરળતાથી નક્કી કરી શકો છો. ફ્લોટિંગ ટેસ્ટનો ઉપયોગ ખરાબ અને તાજા ઈંડા વચ્ચે તફાવત કરવા માટે થઈ શકે છે. પહેલા, વાસણમાં બે કપ પાણી રેડો. પછી, ઈંડું મુકો, જો ઈંડું તરતું હોય, તો તે બગડી ગયું છે, તેમ સમજીને તેનો નિકાલ કરો.

Advertisement

ઈંડાને તોડીને ચકાસણી કરો

તમે ઈંડાને તોડીને પણ તેનું પરીક્ષણ કરી શકો છો. જો ઈંડા તાજુ હોય, તો તેનો એક ભાગ પીળો હશે. જો કે, જો તમને તેના પર લાલ કે અન્ય કોઈ નિશાન દેખાય, તો તેને તરત જ કાઢી નાખો. જો રંગમાં કોઈ ફેરફાર ના હોય તો, તે ઈંડું તાજુ છે, અને તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.

સૂંઘીને ઇંડાને ઓળખો

તમે ઈંડાને સૂંઘીને પણ ઓળખી શકો છો. તાજા ઈંડામાં હળવી ગંધ હોય છે, જ્યારે બગડેલા ઈંડામાં તીવ્ર અને દુર્ગંધ હોય છે. જો ઈંડામાંથી તીવ્ર ગંધ આવે, તો તેનો ઉપયોગ બિલકુલ ના કરો. આ ઇંડું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.

Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.

આ પણ વાંચો --------  શિયાળામાં સ્વાસ્થ્ય માટે સાદી કે પલાળેલી કઇ બદામ સારી, જાણો અહીં

Tags :
Advertisement

.

×