Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Emotional Intelligence in Relationships : સંવેદનાનું સરવૈયું

સંવેદનશીલતા અને વ્યવહારુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વચ્ચે સંતુલન જાળવવાની કળા જાણો. અપેક્ષાઓનું યોગ્ય મેનેજમેન્ટ કરતાં, બદલાતા મૂડને સંભાળતાં અને તમારા સંબંધોને સાચવતાં શીખો.
emotional intelligence in relationships   સંવેદનાનું સરવૈયું
Advertisement

Emotional Intelligence in Relationships : સંવેદનશીલતા અને વ્યવહારુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વચ્ચે સંતુલન જાળવવાની કળા જાણો. અપેક્ષાઓનું યોગ્ય મેનેજમેન્ટ કરતાં, બદલાતા મૂડને સંભાળતાં અને તમારા સંબંધોને સાચવતાં શીખો.

લાગણીઓને ઉત્કટતાથી જીવવી એ એક કળા છે, પરંતુ તેને ક્યાં, કેટલી અને કોની સામે વ્યક્ત કરવી તે એક 'સ્કીલ' છે. વાસ્તવિક જીવનમાં માત્ર સંવેદનાઓથી ગાડી ચાલતી નથી, તેની સાથે પ્રેક્ટિકલ અભિગમનું સ્ટીયરીંગ હોવું અત્યંત જરૂરી છે. ચાલો, સંવેદનાઓના આ અદ્રશ્ય વિજ્ઞાનને અને સંબંધોમાં તેના યોગ્ય 'મેનેજમેન્ટ'ને સમજીએ:

Advertisement

Emotional Intelligence in Relationships :અતિરેક હંમેશાં હાનિકારક

ઋજુતા અને મક્કમતા વચ્ચે પાતળી ભેદરેખા છે

Advertisement

अति सर्वत्र वर्जयेत्" (અતિ સર્વત્ર વર્જયેત્ - કોઈ પણ વાતે અતિ .)

સંસ્કૃતનો આ શ્લોક સંવેદના(sensations)ઓ પર પણ એટલો જ લાગુ પડે છે. દરેક સારી વસ્તુની એક 'લિમિટ' હોય છે.

  • નદી અને પૂર: નદી જ્યાં સુધી કિનારાની મર્યાદામાં વહે છે ત્યાં સુધી તે જીવનદાયિની છે, પણ કિનારો તોડે ત્યારે તે વિનાશ વેરે છે.

  • દીવો અને આગ: આપણને પ્રકાશ દીવાની જ્યોતમાંથી જોઈએ છે, ભડભડ બળતી આગમાંથી નહીં.

  • વ્યક્તિત્વનો સ્વાદ: જો તમે બહુ કડવા હશો, તો દુનિયા તમને થૂંકી નાખશે, પરંતુ જો તમે સાકર જેવા મીઠા બની જશો, તો લોકો તમને ચાવી જશે. તમારી ઋજુતા કોઈના માટે તમારો ગેરલાભ લેવાનું હથિયાર ન બનવી જોઈએ.

Emotional Intelligence in Relationships :  યોગ્ય વ્યક્તિની ઓળખ

"બધીયે જિંદગીની પીડાઓ એમાં સમાઈ ગઈ,

મેં મારી વેદના કહી 'ને જગતને મજા પડી ગઈ." 

તમારી સંવેદના એક કિંમતી મૂડી છે, તેને યોગ્ય જગ્યાએ જ ઇન્વેસ્ટ કરો. ગુજરાતી ગઝલના બાદશાહ મરીઝ સાહેબનો આ શેર સચોટ રીતે સમજાવે છે કે અસંવેદનશીલ લોકો પાસે લાગણીની અપેક્ષા રાખવી એ રણમાં મીઠા જળની તલાશ કરવા જેવું છે. કેટલાક લોકો પથ્થર જેવા હોય છે. તમારી લાગણીઓનું પ્રદર્શન એવા લોકો સામે ક્યારેય ન કરો જે તેનું મૂલ્ય સમજી શકતા નથી.

Emotional Intelligence in Relationships : અપેક્ષાઓનું ગણિત અને મૂડનું મિકેનિઝમ

આપણે ઘણીવાર 'મિરર ઇફેક્ટ'માં જીવીએ છીએ. આપણને લાગે છે કે જો આપણે કોઈની સાથે પ્રેમથી વર્તીએ, તો સામેથી પણ એવો જ રિસ્પોન્સ મળવો જોઈએ. પણ વાસ્તવિકતા અલગ છે. મૂડ અને સંજોગો હંમેશા સરખા હોતા નથી. પતિ આખો દિવસ ઓફિસમાં બોસનો ઠપકો સાંભળીને ઘરે આવે અને પત્ની બહાર જવાની વાત કરે, ત્યારે પતિનો ગુસ્સો ફાટી નીકળે છે. આમાં કોઈનો ઇરાદો ખરાબ નથી, માત્ર 'ટાઇમિંગ' નો મેળ ખાતો નથી.

આવા સમયે ભગવદ્ ગીતાનો આ શ્લોક યાદ રાખવો:

"समत्वं योग उच्यते" (સમત્વં યોગ ઉચ્યતે - સુખ અને દુઃખ, સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનનું સંતુલન જાળવવું તે જ યોગ છે.)

 વ્યવહારુ સંવેદના: સંબંધોને બચાવવાની કળા

સંબંધોમાં માત્ર 'ફીલીંગ્સ' હોવી પૂરતી નથી, 'અન્ડરસ્ટેન્ડિંગ' હોવી સૌથી વધુ જરૂરી છે.

  1. ઈગો (Ego) નું વિસર્જન: મોટાભાગના ઝઘડા એ વિચારે લાંબા ચાલે છે કે "મારે જ કેમ દર વખતે એનો મૂડ સમજવાનો?" આ વિચાર સંબંધોમાં ઉધઈનું કામ કરે છે.

  2. માફી માંગવાની હિંમત: ગુસ્સો શાંત થયા પછી બંને પક્ષે એકબીજાની સ્થિતિ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. મહાભારતમાં કહ્યું છે તેમ, "क्षमा वीरस्य भूषणम्" (ક્ષમા વીરોનું આભૂષણ છે). "સોરી, મને ખબર નહોતી કે તું ડિસ્ટર્બ છે" - આ નાનકડું વાક્ય મોટા ભંગાણ અટકાવી શકે છે.

  3. ભૂલ સ્વીકારવી: સારા અને ડાહ્યા માણસો પણ ખરાબ સંજોગોમાં વિચિત્ર વર્તન કરી બેસે છે. દરેક ભૂલને સજાની નહીં, ઘણીવાર હૂંફ અને પ્રેમની જરૂર હોય છે.

"ઝેર પીવું અને પચાવવું એ તો શિવનું કામ છે, પણ માણસ તરીકે આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે આપણા શબ્દોથી કોઈને ઝેર ન પાઈએ."

તમારી સંવેદના એ સંબંધોમાં તાજી હવા લાવવા માટે છે, કોઈનું ગળું દબાવવા માટે નહીં. માત્ર લાગણીશીલ ન બનો, વ્યવહારુ પણ બનો. સંવેદનાના ભાર નીચે તમે જાતે ન દબાઈ જાવ અને સામાવાળાને પણ ગૂંગળામણ ન થાય, તે જ સાચી જીવનકળા છે.

આ પણ વાંચો : Life Lessons : જીવનનો વિરામ કે નવી શરૂઆત? આ 7 સંકેતો ઓળખો!

Tags :
Advertisement

.

×