Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Energy vampires : લોકોને નહીં, તમારી પ્રતિક્રિયાને બદલો

આજના યુગમાં આપણી પાસે સમયની તંગી નથી, પણ 'ઊર્જા'ની અછત છે. દરેક વ્યક્તિને દિવસના ૨૪ કલાક એકસરખા મળે છે, છતાં કેટલાક લોકો રોકેટ ગતિએ પ્રગતિ કરે છે, જ્યારે કેટલાક લોકો માનસિક થાકને કારણે 'પાર્કિંગ સ્લોટ' માં જ પડ્યા રહે છે. આ તફાવતનું મુખ્ય કારણ છે— એનર્જી મેનેજમેન્ટ. આપણી આસપાસ કેટલાક એવા લોકો હોય છે જેમની સાથે વિતાવેલી પાંચ મિનિટ પણ આપણને નીચોવી નાખે છે.
energy vampires   લોકોને નહીં  તમારી પ્રતિક્રિયાને બદલો
Advertisement

Energy vampires : આજના ભાગદોડભર્યા યુગમાં આપણે સમયના વ્યવસ્થાપન (Time Management) વિશે તો ઘણું વિચારીએ છીએ, પણ 'ઊર્જા વ્યવસ્થાપન' (Energy Management) વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. વાસ્તવમાં, સમય કરતાં પણ વધુ કિંમતી આપણી આંતરિક ઊર્જા છે. આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જેઓ જાણતા-અજાણતા આપણી પોઝિટિવિટીનું શોષણ કરે છે, જેને મનોવિજ્ઞાનની ભાષામાં 'એનર્જી વૅમ્પાયર્સ' કહેવામાં આવે છે. આવા નકારાત્મક પરિબળો વચ્ચે રહીને પણ આપણી માનસિક શાંતિ કેવી રીતે જાળવી રાખવી અને આપણી ઊર્જાને વેડફાતી કેવી રીતે બચાવવી, તે સમજવું એ જ આજના સમયની સૌથી મોટી જીવનશૈલી છે. ચાલો, જય શેટ્ટીના વિચારોના માધ્યમથી ઓળખીએ આ ઊર્જાશોષકોને અને શીખીએ તેમની વચ્ચે રહીને પણ વિકસવાની કળા."

આજના યુગમાં આપણી પાસે સમયની તંગી નથી, પણ 'ઊર્જા'ની અછત છે. દરેક વ્યક્તિને દિવસના ૨૪ કલાક એકસરખા મળે છે, છતાં કેટલાક લોકો રોકેટ ગતિએ પ્રગતિ કરે છે, જ્યારે કેટલાક લોકો માનસિક થાકને કારણે 'પાર્કિંગ સ્લોટ' માં જ પડ્યા રહે છે. આ તફાવતનું મુખ્ય કારણ છે— એનર્જી મેનેજમેન્ટ.

Advertisement

આપણી આસપાસ કેટલાક એવા લોકો હોય છે જેમની સાથે વિતાવેલી પાંચ મિનિટ પણ આપણને નીચોવી નાખે છે. જય શેટ્ટી આવા લોકોને 'એનર્જી વૅમ્પાયર્સ' (ઊર્જાશોષકો) કહે છે.

Advertisement

Energy vampires : ઓળખો તમારા આસપાસના ૭ પ્રકારના ઊર્જા આતંકીઓને

ફરિયાદીઓ (The Complainers): જેમની પાસે દરેક સમસ્યા માટે માત્ર ફરિયાદ છે, પણ કોઈ ઉકેલ નથી. તેઓ વર્તમાનને ફરિયાદોમાં જ વેડફી નાખે છે.

ખામી શોધનારાઓ (The Fault-Finders): તેઓ પ્રશંસામાં પણ ખામી શોધે છે. "તમે આજે સરસ લાગો છો" ના જવાબમાં તેઓ પૂછશે, "કેમ? ગઈકાલે નહોતી લાગતી?"

 દોષારોપણ નિષ્ણાત (The Blamers): તેઓ માને છે કે આખું વિશ્વ તેમની વિરુદ્ધ છે. પોતાની દરેક નિષ્ફળતા માટે તેઓ સંજોગો કે અન્ય લોકોને જવાબદાર ઠેરવે છે.

ટીકાકારો (The Critics): અન્યના નિર્ણયો, પસંદગી કે અભિપ્રાયની સતત આલોચના કરવી એ જ એમનો મુખ્ય વ્યવસાય છે.

આદેશકો (The Commanders): તેઓ 'તારે આ કરવું જ પડશે' કહીને સતત તમારા સમય અને મોકળાશ પર તરાપ મારે છે.

હરીફો (The Competitors): તેમના માટે જીવન માત્ર એક સ્પર્ધા છે. તેઓ દરેક ક્ષણે તમારી તુલના અન્ય સાથે કરીને તમને હીન હોવાનો અહેસાસ કરાવે છે.

 નિયંત્રકો (The Controllers): 'કંટ્રોલ ફ્રીક' લોકો ઈચ્છે છે કે બધું જ તેમની મરજી મુજબ ચાલે. જો તેમ ન થાય તો તેઓ આક્રમક બની જાય છે.

Energy vampires : ઝેરી લોકો વચ્ચે રહીને કેવી રીતે વિકસવું?

આ વાંચ્યા પછી કદાચ તમને લાગશે કે તમારી આસપાસ આવા જ લોકો છે. ક્યારેક આ લોકો આપણા પરિવારમાં કે કાર્યસ્થળ પર હોઈ શકે છે, જેમની બાદબાકી શક્ય નથી. તો આ સ્થિતિમાં શું કરવું?

  • કરુણા રાખો, કડવાશ નહીં: જે ક્ષણે આપણે તેમની ફરિયાદ કરવા માંડીએ છીએ, આપણે પોતે પણ 'ફરિયાદી' ની કેટેગરીમાં આવી જઈએ છીએ. તેમને 'બીમાર માનસિકતા' ના દર્દી સમજીને તેમના પ્રત્યે કરુણા કેળવો.
  • અલિપ્તતા (Detachment): આધ્યાત્મિકતાનો અર્થ સંસાર છોડવો એ નથી, પણ સંસારમાં રહીને કમળની જેમ અલિપ્ત રહેવું તે છે. તેમની નકારાત્મકતાને તમારા આત્મા સુધી ન પહોંચવા દો.
  • સ્થિતપ્રજ્ઞતાનો અભ્યાસ: ગુજરાતીમાં જેને 'સ્થિતપ્રજ્ઞ' અને હિન્દીમાં 'અવિચલિત' (Imperturbable) કહીએ છીએ, તે અવસ્થા કેળવવી એ જ સાચો વ્યક્તિગત વિકાસ છે.
  • ઊર્જાનું સંરક્ષણ: ધ્યાન (Meditation), વાંચન અને મૌન એ તમારી ઊર્જાને રીચાર્જ કરવાના શ્રેષ્ઠ સાધનો છે.

અંતે એટલું જ સમજાય છે કે, જીવનમાં દરેક નકારાત્મક વ્યક્તિની બાદબાકી કરવી વ્યવહારિક રીતે શક્ય નથી. ખરો પડકાર તેમની ગેરહાજરીમાં શાંત રહેવાનો નથી, પણ તેમની હાજરીમાં 'અવિચલિત' રહેવાનો છે. આ જગતમાં જેને આપણે વ્યક્તિગત વિકાસ કે સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ કહીએ છીએ, તેનો ખરો માપદંડ આપણી સ્થિતપ્રજ્ઞતા છે. જો આપણે બીજાની નકારાત્મકતાને કારણે હચમચી જઈએ, તો આપણે હજી પણ 'પાર્કિંગ સ્લોટ'માં ઊભેલા વાહન જેવા જ છીએ. ધ્યાન, સ્વાધ્યાય અને જાગૃતિ દ્વારા આપણે આપણી આસપાસ એક એવી ઊર્જાત્મક કવચ બનાવી શકીએ છીએ, જેને કોઈ 'એનર્જી વૅમ્પાયર' Energy vampiresવીંધી ન શકે. યાદ રાખો, બહારની દુનિયાને બદલવી આપણા હાથમાં નથી, પણ આપણી આંતરિક ઊર્જાનું સંરક્ષણ કરવું એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે, 

  

 

Tags :
Advertisement

.

×