Fasting in Navratri: ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસમાં ખોરાક બાબતે કાળજી નહિ રાખો તો થઈ શકે છે આ રોગ
- ઉપવાસ દરમિયાન દિવસમાં 2થી 3 વખત હર્બલ ટી પીવો
- ફ્રુટ્સ દિવસ દરમિયાન માત્ર 12થી 6 દરમિયાન જ આરોગો
- ડેરી પ્રોડક્ટ્સ અને ફ્રુટ સાથે કદી સાથે ન ખાવા
Fasting in Navratri: આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસો દરમિયાન ઉપવાસ રાખે છે. જેમાં માત્ર ફરાળ અને પાણી પર સમગ્ર દિવસ વીતાવે છે. જો કે ઉપવાસ દરમિયાન કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે નહિતર શરીરમાં માંદગી આવી શકે છે.
દિવસમાં 2થી 3 વખત હર્બલ ટી પીવો
ઉપવાસ કરતી વખતે, તમે તમારી ભૂખ પ્રત્યે વધુ સભાન રહેવું જોઈએ. તેમજ એકવાર ખૂબ ખાવાને બદલે થોડા થોડા સમયના અંતરે થોડા થોડા પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ. દિવસભર પૂરતું પાણી પીવો. આપ દિવસમાં 2 થી 3 વખત હર્બલ ટી પણ પી શકો છો. જેના કારણે ભૂખની સાથે તરસને પણ નિયંત્રિત કરી શકાય છે.
આ પણ વાંચોઃ Chaitra Navratriના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા દરમિયાન આ ભૂલ કદી ન કરવી...!!!
ફ્રુટ્સ ખાવાનો શ્રેષ્ઠ સમય છે દિવસે 12થી 6
ઉપવાસમાં ફળાહારનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. જો કે ફળોને ખાવાનો પણ ચોક્કસ સમય હોય છે. આયુર્વેદ અનુસાર સૂર્યાસ્ત પછી કાચા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે પચવામાં મુશ્કેલ હોય છે. સલાડ, કાચા શાકભાજી અને ફળો જેવા કાચા ખોરાકને પચાવવા માટે ઘણી પાચન શક્તિની જરૂર પડે છે અને રાત્રે કાચા ફળોનું સેવન કરવાથી પેટનું ફૂલવું, અપચો અને ગેસ થઈ શકે છે. ફળો ખાવાનો શ્રેષ્ઠ સમય દિવસે 12 થી 6 કલાકનો. આ સમય દરમિયાન ચયાપચય તેના શ્રેષ્ઠ સ્તરે હોય છે.
ડેરી પ્રોડક્ટ્સ અને ફ્રુટ સાથે ન ખાવા
અનેક લોકો ઉપવાસ દરમિયાન ફ્રુટ સલાડ અથવા દહીં સાથે ફળો ખાય છે. આ કોમ્બિનેશન પેટને નુકસાન પહોંચાડી શકે છે. ડેરી પ્રોડક્ટ્સમાં વધુ પ્રમાણમાં ફેટ અને પ્રોટીન હોય છે. જે ફળોની સરખામણીમાં ધીમે ધીમે પચે છે. ફળોના એસિડ અને એન્ઝાઈમ્સ દૂધના પ્રોટીનના પાચનમાં આથો પેદા કરી શકે છે. જેનાથી ગેસ થવો તેમજ પેટમાં બળતરા થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડેરી પ્રોડક્ટ્સ અને ફ્રુટ આરોગવા વચ્ચે 2 કલાકનું અંતર રાખો.
ફ્રાય્ડ ફૂડ્સને કરો અવોઈડ
ઉપવાસ દરમિયાન ચિપ્સ, પુરીઓ અને અન્ય પ્રકારના તળેલા ખોરાકનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે. વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી વજન વધવું અને હૃદય રોગનું જોખમ વધી શકે છે. તમારા આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડવા માટે બેકડ અથવા રોસ્ટ કરેલા ખોરાકને પ્રાધાન્ય આપો.
આ પણ વાંચોઃ Health Tips: હેવી ખોરાક લીધા બાદ કેવી રીતે રીલેક્સ થવુ? આ પદ્ધતિઓ અનુસરો