PM Modi એ વિદેશ જવાની ના પાડી, વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોએ આટલા બધા રૂપિયા વાપરી નાખ્યા?
- વિદેશ પ્રવાસ પાછળ ભારતીયોનો અધધ 2.75 લાખ કરોડનો ખર્ચ!
- ACKO ઈન્ડિયા ટ્રાવેલ રિપોર્ટ 2025 માં થયો મોટો ખુલાસો
- થાઈલેન્ડ બન્યું નંબર-1: 21 લાખ ભારતીયોએ કરી મુલાકાત
- મુસાફરીમાં 48% યુવાનો: PM મોદીની પ્રવાસ ટાળવાની અપીલ
- વિયેતનામમાં ભારતીય રૂપિયો મજબૂત થતા પ્રવાસીઓનો ઘસારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભારતીયોને બિનજરૂરી વિદેશ પ્રવાસ (Foreign Travel) ટાળવાની સલાહ આપી છે. પીએમનું કહેવું છે કે દેશના વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) ને સુરક્ષિત રાખવા માટે ઓછામાં ઓછું એક વર્ષ વિદેશ પ્રવાસ અને સોનાની ખરીદીથી દૂર રહેવું જોઈએ. પીએમના આ નિવેદન વચ્ચે ભારતીયોની વિદેશી મુસાફરીના શોખ અને તેના પર થતા જંગી ખર્ચના આંકડા સામે આવ્યા છે.
ACKO ઈન્ડિયા ટ્રાવેલ રિપોર્ટ 2025 ના મુખ્ય અંશ
ACKO ઈન્ડિયા ટ્રાવેલ રિપોર્ટ 2025 (ACKO India Travel Report 2025) ના ડેટા મુજબ, વર્ષ 2024 માં ભારતીયોએ વિદેશ પ્રવાસ પાછળ અધધ 2.75 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રિપોર્ટ 49 હજાર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પોલિસીના વિશ્લેષણ પરથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે મુસાફરી કરનારાઓમાં 48% જેટલા જનરેશન-ઝેડ અને મિલિનિયલ્સ (Gen-Z and Millennials) હતા. ખાસ વાત એ છે કે વિદેશ જનારા 36% પ્રવાસીઓની ઉંમર 35 વર્ષથી ઓછી હતી.
મહિલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો
વર્ષ 2024 માં વિદેશ જનારાઓમાં મહિલાઓની હિસ્સેદારી 43% રહી છે, જે દર્શાવે છે કે હવે ભારતીય મહિલાઓમાં સોલો અને ગ્રુપ ઇન્ટરનેશનલ ટ્રિપ્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
ભારતીયોના ફેવરિટ ડેસ્ટિનેશન્સ (Favorite Destinations)
ભારતીયોને સૌથી વધુ કયા દેશો ગમ્યા? આંકડા પર નજર કરીએ:
થાઈલેન્ડ (Thailand): 13% ભારતીયો સાથે પ્રથમ ક્રમે. 2024 માં રેકોર્ડબ્રેક 21 લાખ ભારતીયો અહીં પહોંચ્યા.
સંયુક્ત આરબ અમીરાત (UAE): 10% ભારતીયો સાથે બીજા ક્રમે.
અમેરિકા (USA): 10% ભારતીયોની પસંદ.
વિયેતનામ અને ઈન્ડોનેશિયા: બંને દેશોમાં 5-5% ભારતીયો પહોંચ્યા. વિયેતનામમાં ભારતીય ચલણ (Indian Currency) મજબૂત હોવાથી ત્યાં પ્રવાસીઓ વધ્યા છે.
વિઝા ફ્રેન્ડલી પોલિસી (Visa-friendly Policies) અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને કારણે ફૂકેટ, બાલી અને દુબઈ જેવા શહેરો ભારતીયોની પહેલી પસંદ બન્યા છે.
આ પણ વાંચો : India-Brain Drain to Brain Gain :ગઈકાલનું 'બ્રેઈન ડ્રેઈન' અને આજની તક


