Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટૂથપેસ્ટ ભૂલી જશો ... આ 5 ઝાડની ડાળીઓથી કરો દાતણ, તમારા દાંત ચમકવા લાગશે

પહેલાના સમયમાં લોકો ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનો ઉપયોગ નહોતા કરતા, તેના બદલે દાતણથી દાંત સાફ કરતા હતા. જેથી તેઓેને લાંબા સમય સુધી દાંત અને પેઢાની કોઈ સમસ્યા થતી ન હતી. ચાલો જાણીએ આવા પાંચ પ્રકારના દાતણ (ટૂથસ્ટીક્સ) વિશે.
ટૂથપેસ્ટ ભૂલી જશો     આ 5 ઝાડની ડાળીઓથી કરો દાતણ  તમારા દાંત ચમકવા લાગશે
Advertisement
  • પહેલાના સમયમાં લોકો દાતણથી દાંત સાફ કરતા
  • દાંતણથી દાંત અને પેઢાની કોઈ સમસ્યા થતી ન હતી
  • પાંચ વૃક્ષના દાતણ કરશે તમારી સમસ્યાઓનુ સમાધાન

Tips for teeth:  બજારમાં તમને ઘણી બધી ટૂથપેસ્ટ મળશે જે દાંતને ચમકાવવાનો દાવો કરે છે. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે નિષ્ણાતો પણ તેનો ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. પહેલાના સમયમાં, લોકો દાતણનો ઉપયોગ કરતા હતા, જેનાથી તેમના દાંત ચમકતા હતા અને સાથે સાથે દાંત અને પેઢાં સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થતી હતી. લોકોના દાંત વૃદ્ધાવસ્થામાં પણ મજબૂત રહેતા હતા, જ્યારે આજના સમયમાં દાંત અને પેઢાં સંબંધિત સમસ્યાઓ નાની ઉંમરે શરૂ થઈ જાય છે. ચાલો જાણીએ આવા પાંચ વૃક્ષો વિશે જેની ડાળીઓનો ઉપયોગ દાતણ તરીકે કરી શકાય છે. જેના કારણે દાંત ચમકશે અને ઓરલ હેલ્થ પણ સારી રહેશે.

લોકો પોતાના દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે ઘણુ બધુ કરતા હોય છે. આ માટે, મહેંગા ટૂથપેસ્ટ સહિત ઘણી કંપનીઓએ બજારમાં વિવિધ પ્રકારના ટૂથબ્રશ લોન્ચ કર્યા છે. જો તમે પણ તમારા દાંતને સ્વસ્થ રાખવા માંગતા હોવ, તો દાતણ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ આવા 5 દાંતણ વિશે.

Advertisement

લીમડાનું દાતણ

જો આપણે દાતણ વિશે વાત કરીએ, તો લીમડાનું નામ પહેલા લેવામાં આવે છે, કારણ કે આ ઝાડની ડાળીનો ઉપયોગ મોટાભાગે દાતણ તરીકે થાય છે. લીમડામાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ હોય છે જે દાંતને પોલાણથી પણ બચાવે છે.

Advertisement

પીલુના વૃક્ષનું દાતણ

કદાચ તમે આ ઝાડનું નામ નહીં સાંભળ્યું હોય. પીલુ વૃક્ષ એટલે કે મિસ્વાક વૃક્ષ, જેનો ઉપયોગ કેટલીક કંપનીઓ ટૂથપેસ્ટ બનાવવામાં પણ કરે છે. આ તમારા દાંત માટે એક ઉત્તમ દાતણ હશે, જે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે.

આ પણ વાંચો : Protein Side Effects: શું વધુ પડતુ પ્રોટીન તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં? જાણો

બાવળનું દાતણ

બજારમાં તમને દાંતની સંભાળ રાખવાના ઘણા ઉત્પાદનો મળશે, જે કહે છે કે તેમાં બાવળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે ફક્ત તેના લાકડામાંથી દાતણ બનાવીને તમારા દાંતને ચમકાવી શકો છો. દેશી બાવળના દાતણથી પેઢાં મજબુત બને છે તેમજ પેઢાંમાંથી નીકળતું લોહી બંધ થાય, દાતણ ચાવવાથી નીકળતા તૂરા રસથી દાંતના પેઢામાં ખૂબ ફાયદો થાય છે.

ખેરનું દાતણ

તમે ખેરના લાકડામાંથી દાતણ બનાવી શકો છો. આનાથી તમારા દાંત ચમકશે જ નહીં પણ પોલાણને પણ અટકાવશે, ખાસ કરીને જેમને પહેલાથી જ પોલાણ છે અથવા પેઢામાં સોજો છે તેમના માટે. તેમને ફાયદો થશે. ખેરનું દાતણ ગરમીમાં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢાના ચાંદાઓથી છુટકારો આપવે છે.

લિકરિસનું દાતણ

તમે લિકરિસનું નામ ઘણી વાર સાંભળ્યું હશે. ઔષધીય ગુણોથી ભરપૂર લિકરિસ શરદી અને ગળાના દુખાવામાં પણ રાહત આપવામાં અસરકારક છે. આ ઉપરાંત, તમે તેનાથી દાતણ પણ બનાવી શકો છો, જે ફક્ત દાંતને ચમકદાર જ નહીં બનાવે પણ શ્વાસની દુર્ગંધથી પણ છુટકારો અપાવશે.

આ પણ વાંચો : જાણી લો...ઉનાળામાં શરીરને ઠંડક અને પોષણ આપતા વિવિધ રાયતાની રેસિપી

Tags :
Advertisement

.

×