Friendship Day Gift Ideas : ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે કે 'ફ્રેન્ડશિપ ડે' . આ દિવસ આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ અને સુંદર સંબંધ એટલે કે મિત્રતાને સમર્પિત છે. સુખમાં સાથ આપે અને દુઃખમાં પડછાયાની જેમ ઊભો રહે તે મિત્ર ખરેખર અનમોલ હોય છે. આ ખાસ દિવસે મિત્ર પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક સરસ ભેટ આપવીએ મિત્રતાને વધુ ગાઢ બનાવવાનો ઉત્તમ રસ્તો છે.
જો તમે પણ મૂંઝવણમાં છો કે આ ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રને શું ભેટ આપવી, તો અહીં કેટલીક ઉત્તમ અને અર્થપૂર્ણ ગિફ્ટ આઈડિયાઝ આપવામાં આવ્યા છે.
વ્યક્તિગત અને યાદગાર ભેટ : કોઈપણ ભેટમાં જ્યારે તમારો અંગત સ્પર્શ ઉમેરાય છે, ત્યારે તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
કસ્ટમાઇઝ્ડ ફોટો ફ્રેમ અથવા આલ્બમ : તમે બંનેએ સાથે વિતાવેલી યાદગાર ક્ષણોના ફોટા એકલા કે કોલાજ બનાવીને ફ્રેમ કરી શકો છો.
કસ્ટમાઇઝ્ડ મગ અથવા ટી-શર્ટ : મિત્રના નામનું ઇનિશિયલ, તેની કોઈ મજાકિયા ટેગલાઇન અથવા બંનેની યાદગાર તસવીર છાપેલું મગ કે ટી-શર્ટ આપી શકાય.
કસ્ટમાઇઝ્ડ કી-ચેઈન કે વોલેટ: રોજ ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ પર તેનું નામ કોતરાવીને ભેટ આપી શકાય.
પુસ્તકો : જો તમારા મિત્રને વાંચવાનો શોખ છે, તો પુસ્તકથી ઉત્તમ કોઈ મિત્ર હોઈ શકે નહીં.
મિત્રતા પર આધારિત ક્લાસિક પુસ્તકો અથવા તેના મનપસંદ લેખકનું નવું પુસ્તક ભેટમાં આપી શકાય. પ્રેરણાદાયી પુસ્તકો પણ જીવનની સફરમાં મિત્રનો ઉત્સાહ વધારવા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.
ગેજેટ્સ અને ટેક એસેસરીઝ : આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
બ્લૂટૂથ સ્પીકર અથવા ઇયરબડ્સ: જો તમારા મિત્રને સંગીતનો શોખ છે, તો સારા ક્વોલિટીના ઇયરબડ્સ કે પોર્ટેબલ સ્પીકર ઉત્તમ ભેટ છે.
પાવર બેંક: સતત ફોનનો ઉપયોગ કરતા મિત્રો માટે આ એક ખૂબ જ ઉપયોગી ગિફ્ટ રહેશે.
ઈન્ડોર પ્લાન્ટ : જેમ છોડને નિયમિત કાળજી અને પ્રેમથી ઉછેરવામાં આવે છે, તેમ મિત્રતા પણ સમય માંગે છે. તમે મની પ્લાન્ટ, ઝેઝી પ્લાન્ટ કે લકી બેમ્બૂ આ ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરની શોભા વધારવાની સાથેસાથે હવામાં શુદ્ધતા લાવે છે. તે લાંબા સમય સુધી મિત્રતાની યાદ અપાવતા રહેશે.
હેન્ડમેડ અને હાર્ટફિલ્ડ ગિફ્ટ્સ : બજારમાં મળતી મોંઘી ચીજવસ્તુઓ કરતા હાથથી બનાવેલી ચીજોમાં અનોખો ભાવ હોય છે.
મિત્રતા પત્ર : એક સુંદર કાગળ પર તમારા મનની ભાવનાઓ, મિત્ર સાથેના યાદગાર કિસ્સાઓ અને તેની હાજરી તમારા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ છે તે શબ્દોમાં લખીને આપો. આ ભેટ કાયમ માટે સાચવી રાખવા જેવી બની રહેશે. ગ્રીટિંગ કાર્ડ: જાતે ડિઝાઇન કરેલું હેન્ડમેડ કાર્ડ હંમેશાં ખાસ લાગણી ઊભી કરે છે.
આ પણ વાંચો : Salt Storage Tips : ચોમાસામાં મીઠું ભેજવાળું કેમ થાય છે? જાણો સૂકું રાખવાની આસાન રીતો