Gardening Tips : ઘરના બાગમાં પક્ષી-પતંગિયા આકર્ષવા આ સરળ રીત અજમાવો !
Gardening Tips : ઘરની બાલ્કની અથવા ટેરેસ ગાર્ડન એ ઘરનો સૌથી સુંદર ભાગ છે. અહીં બેસવાથી તમને શાંતિ તો મળે જ છે, પણ સાથે સાથે પ્રકૃતિને નજીકથી અનુભવવાનો મોકો પણ મળે છે. જો કે, અહિંયાનું વાતાવરણ પર્વતો જેવું તો હોતું નથી, તેની પાછળ અનેક કારણો સંકળાયેલા છે. જો તમે પણ તમારા બગીચામાં પક્ષીઓ અને પતંગિતાઓની નિયમીત હાજરી જોવા માંગતા હો, તો તેમને બોલાવવા અથવા આકર્ષવા માટે નીચે જણાવવામાં આવેલી સરળ ટિપ્સ અનુસરી શકો છો. ચોક્કસ પક્ષીઓનો મીઠો કિલકિલાટ અને પતંગિયાઓની ભાગદોડ તમારા પરિસરના વાતાવરણને આહલાદક બનાવશે, અને તમને વારંવાર ત્યાં બેસવાનું મન થશે.
Gardening Tips, બગીચામાં કિલકિલાટ થવા લાગશે
પક્ષીઓ અને પતંગિયાઓની રોજિંદી જરૂરિયાતો ઉપરાંત ખોરાક અને પાણીને તમારા પરિસરમાં શાંત જગ્યાએ રાખો. આ માટે તમે ચોખા, બાજરી, રોટલી, બીજ અથવા સૂકા ફળો રાખી શકો છો. આમ કરવાથી, પક્ષીઓ ધીમે ધીમે આવવા લાગશે, અને તમારા બગીચામાં કિલકિલાટ થવા લાગશે.
Gardening Tips, પાંદડા અને ડાળીઓથી સજાવટ
આ સાથે બગીચામાં માળો બાંધવાની જગ્યાનો વિકલ્પ પણ આપવો જરૂરી છે. જ્યાં કબૂતરો અથવા ચકલીઓ ત્યાં આવીને પોતાનું ઘર બનાવી શકે છે. વ્યવસ્થા થઇ શકે તેમ હોય તો તમે બર્ડહાઉસ પણ લગાવી શકો છો, જેને પાંદડા અને ડાળીઓથી સજાવી શકાય છે. જે તેમને આકર્ષશે, અને સમય જતા તેમના માટે ઘરનો વિકલ્પ બની જશે.
આ છોડવા વધારે મદદ કરી આપશે
તમે પતંગિયાઓને ગમે તેવા છોડ વાવી શકો છો. આ સમય દરમિયાન, મીઠા રસથી ભરેલા ફૂલો અને ઇયળો પસંદ કરો. તમે ગલગોટા, હિબિસ્કસ અને ઝીનિયાના છોડ વાવીને તમારા બગીચાને સુંદર દેખાવ આપી શકો છો. આ ઉપાયો અજમાવ્યા બાદ, થોડાક સમયમાં જ તમને તમારા ઘર અથવા ટેરેસના ગાર્ડનમાં ફેરફાર જોવા મળશે. જેમ જેમ પક્ષી અને પતંગિયાનું આગમન શરૂ થશે, તેમ તેમ ઘરની સુંદરતા વધુ ને વધુ ખીલી ઉઠશે, એક સમય બાદ તમે ઘરમાં ઓછો અને ગાર્ડનમાં વધારે સમય વિતાવવાનું પસંદ કરો તેવું પણ બની શકે છે.
આ પણ વાંચો - DIY Trick : વોશરૂમ ક્લીન કરવા બરફ અને લિક્વિડનું કોમ્બિનેશન કારગર !


