Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gen-Z psychology : ‘સ્ક્રોલ જનરેશન’ કે ‘ડોપામાઈન લૂપ’ની શિકાર?

આજકાલ એક શબ્દ સોશિયલ મીડિયાથી લઈને સમાચાર પત્રો સુધી ખૂબ ગાજી રહ્યો છે - ‘જેન-ઝી’ પેઢી ટેકનોલોજીના ખોળામાં ઉછરી છે. પરંતુ આ પેઢીની સૌથી મોટી ઓળખ શું છે? માત્ર ૫૦ થી ૬૦ સેકન્ડનો વીડિયો! જે પેઢી પાસે આખી જિંદગી પડી છે, તેને ૧ મિનિટથી લાંબો વીડિયો જોવામાં અધીરાઈ કેમ આવે છે? આ કોઈ સામાન્ય વલણ નથી, તેની પાછળ એક ઘેરું મનોવિજ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે.
gen z psychology    ‘સ્ક્રોલ જનરેશન’ કે ‘ડોપામાઈન લૂપ’ની શિકાર
Advertisement
  • Gen-Z psychology : આંગળીના ટેરવે દોડતી દુનિયા અને ખોવાતું ઊંડાણ

Gen-Z psychology-આજકાલ એક શબ્દ સોશિયલ મીડિયાથી લઈને સમાચાર પત્રો સુધી ખૂબ ગાજી રહ્યો છે ‘જેન-ઝી’ (Gen-Z). ૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે જન્મેલી આ પેઢી ટેકનોલોજીના ખોળામાં ઉછરી છે. પરંતુ આ પેઢીની સૌથી મોટી ઓળખ શું છે? માત્ર ૫૦ થી ૬૦ સેકન્ડનો વીડિયો! જે પેઢી પાસે આખી જિંદગી પડી છે, તેને ૧ મિનિટથી લાંબો વીડિયો જોવામાં અધીરાઈ કેમ આવે છે? આ કોઈ સામાન્ય વલણ નથી, તેની પાછળ એક ઘેરું મનોવિજ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે.

Gen-Z psychology :ડોપામાઈનનો જાદુ અને ‘ઈન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન’

Advertisement

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, જ્યારે જેન-ઝી એક રિલ કે શોર્ટ વીડિયો સ્ક્રોલ કરે છે અને તેમાં કોઈ નવો ડાન્સ, જોક કે માહિતી જુએ છે, ત્યારે તેમના મગજમાં ‘ડોપામાઈન’ (Dopamine) નામનું ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થાય છે. આને ‘ફીલ ગુડ’ હોર્મોન કહેવાય છે. દર થોડી સેકન્ડે મળતો આ ડોપામાઈનનો ‘શોટ’ મગજને એક પ્રકારના વ્યસન તરફ દોરી જાય છે. આને વિજ્ઞાનની ભાષામાં ‘ઈન્સ્ટન્ટ ગ્રેટીફિકેશન’ Instant Gratificationકહે છે—એટલે કે મહેનત વગર તરત જ મળતો આનંદ.

Advertisement

Gen-Z psychology : ૮ સેકન્ડનો પડકાર: એટેન્શન સ્પાન

તાજેતરના સંશોધનો મુજબ, જેન-ઝીનો સરેરાશ ‘એટેન્શન સ્પાન’-Attantion Span (ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા) ઘટીને માત્ર સેકન્ડ થઈ ગયો છે. સતત બદલાતી ડિજિટલ સામગ્રીને કારણે તેમનું મગજ હવે લાંબી અને ઊંડી વાતો સ્વીકારવા માટે આળસ કરે છે. પરિણામે, જે વીડિયોમાં વધુ ઊંડાણ કે વિચાર હોય છે, તે તેમને ‘બોજ’ અથવા ‘કંટાળાજનક’ લાગવા માંડે છે.

Gen-Z psychology : માઈક્રો-નેરેટિવ: નવી યુગની કળા

આ પેઢીને આપણે માત્ર ‘અધીરી’ કહીને ઉતારી ન પાડી શકીએ. તેમણે ‘માઈક્રો-નેરેટિવ’(Micro-narrative) નામની એક નવી કલા વિકસાવી છે. ૩૦ થી ૬૦ સેકન્ડમાં આખી વાત કહી દેવી, ચોક્કસ મુદ્દા પર આવવું અને પ્રેક્ષકોને જકડી રાખવા એ એક કૌશલ્ય છે. આજે મોટી મોટી કંપનીઓ પણ સમજી ગઈ છે કે જો જેન-ઝી સુધી પહોંચવું હોય તો ૧૦ થી ૩૦ સેકન્ડની માઈક્રો-એડ્સ જ કામ લાગશે. આજે શિક્ષણ પણ ‘માઈક્રો-લર્નિંગ’ તરફ વળ્યું છે.

સ્ક્રોલ જનરેશન અને વિકલ્પોનો પહાડ

Gen-Z- Scroll generation પાસે વિકલ્પોનો અંબાર છે. જૂનાને સાઈડ પર મૂકી નવાને સ્વીકારવાની તેમની ગતિ આશ્ચર્યજનક છે. મોબાઈલની સ્ક્રીન પર ઉપર જતી આંગળી માત્ર વીડિયો નથી બદલતી, પણ તેમની જીવનશૈલી અને વિચારો પણ બદલી રહી છે. અખબારો કે ટીવી ન્યૂઝ તેમને ધીમા લાગે છે, કારણ કે તેમને જોઈએ છે ‘રીયલ-ટાઇમ’ અપડેટ્સ. લાઈક, શેર અને ફોલોઅર્સની સંખ્યા હવે તેમની સામાજિક પ્રતિષ્ઠાનું માપદંડ બની ગઈ છે.

લાલબત્તી: ઊંડાણની ખોટ

જ્યારે મગજ સતત ટૂંકી માહિતી માટે ટેવાય છે, ત્યારે તેની તાર્કિક ક્ષમતા અને વિશ્લેષણ શક્તિ નબળી પડી શકે છે. કોઈપણ વિષયને ઊંડાણથી સમજવા માટે સમય આપવો પડે છે. જો જેન-ઝી માત્ર અધીરાઈ બતાવશે, તો તેઓ માહિતીસભર (Informed) તો બનશે, પણ જ્ઞાની (Enlightened) નહીં બની શકે.

જેન-ઝીનું શોર્ટ વીડિયો પ્રત્યેનું ગાંડપણ એ માત્ર એક ટ્રેન્ડ નથી, પણ એક સામાજિક પરિવર્તન છે. તેઓ ગતિના ચાહક છે અને ટેકનોલોજીના સાચા વારસદાર છે. જોકે, આ ગતિશીલતાની સાથે જો થોડી ધીરજ અને ઊંડાણ ભળે, તો આ ‘સ્ક્રોલ જનરેશન’ દુનિયામાં ખરેખર ક્રાંતિ લાવી શકે છે. કારણ કે, દુનિયા ૬૦ સેકન્ડમાં સમજી શકાય છે, પણ જીવવા માટે તો અનુભવોના ઊંડાણમાં જ ઉતરવું પડે છે.

આ પણ વાંચો: Energy vampires : લોકોને નહીં, તમારી પ્રતિક્રિયાને બદલો

Tags :
Advertisement

.

×