White hair problem: "યે રેશમી ઝૂલ્ફે... "નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે? Don't worry, ફટાફટ બદલી દો આ આદતો, પછી જુઓ રિઝલ્ટ
- White hair problem: દોડાદોડીના જીવનમાં સફેદ વાળની સમસ્યા
- નાની ઉંમરે જ વાળ કેમ સફેદ થઈ રહ્યા છે?
- સફેદ થતા વાળને કેવી રીતે અટકાવવા?
- ચિંતા ના કરો, સમાધાન માટે વાંચો આ આર્ટિકલ
- વાળના વિકાસ માટે સ્વસ્થ આહાર અને તણાવમુક્ત રહેવું જરૂરી
- નિયમિત તેલ માલિશ વાળને રાખે છે સ્વસ્થ
- હાનિકારક પ્રોડક્ટ્સથી વાળને સુરક્ષિત કરો
White hair problem: આજનું આધુનિક જીવન, ઝડપી જીવનશૈલી, ખોરાકના બદલે જંકફૂડ (Junk food) અને શરીરને મળતા પોષણમાં કમી. આ તમામ વસ્તુઓની આપણા શરીરમાં ખૂબ માઠી અસર પડી રહી છે. જે નાની ઉંમરમાં જ અનુભવ થવા લાગે છે. જેમાંથી એક સમસ્યા છે, નાની વયમાં જ કાળા વાળ સફેદ થવા. આજના યુગમાં મનુષ્યના વાળ વધતી ઉંમરના લીધે નહીં પણ કેટલીક ખરાબ આદતોના કારણે સફેદ થઈ રહ્યા છે. એકવાર વાળ સફેદ થયા પછી તેને અટકાવી નથી શકાતા. અને ધીરે ધીરે વ્યક્તિ વયોવૃદ્ધ જેવો દેખાવા લાગે છે. આજની ઝડપી જીવનશૈલીમાં, ખરાબ આહાર અને તણાવને (Stress) કારણે વાળનું અકાળે સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જોકે, તમારી દિનચર્યામાં કેટલીક સરળ આદતોનો સમાવેશ કરવાથી, અકાળે વાળ સફેદ થવાની સમસ્યાથી બચી શકાય છે.
આ પણ વાંચો- Gold and Silver Rate Today India: ચાંદીના ભાવમાં 16,000ની તેજી, સોનાનું પણ આસમાને
White hair problem: સમસ્યાનું સમાધાન શું?
નાની ઉંમરે વાળ સફેદ થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી, ખાવાની આદતો અને તણાવપૂર્ણ દિનચર્યાઓ છે. ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એ સ્વાભાવિક છે. પરંતુ તમારી દિનચર્યામાં કેટલીક સારી આદતોનો સમાવેશ કરવાથી અકાળે વાળ સફેદ થવાની સમસ્યાથી બચી શકાય છે. અમે અહીં કેટલીક રોજિંદી આદતો બતાવી છે. જેનાથી તમારા વાળને કાળા, સ્વસ્થ અને મજબૂત થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ.
અપનાવો આ સારી આદતો
- પોષણયુક્ત આહાર
વાળ સફેદ થતા અટકાવવા માટે, પ્રોટીન (Protein), આયર્ન (iron), વિટામિન B12 (vitamin B12), ફોલિક એસિડ (folic acid) અને એન્ટીઑકિસડન્ટોથી (antioxidants) ભરપૂર ખોરાક લેવા જોઈએ. જેવા કે લીલા શાકભાજી, ફણગાવેલા અનાજ, ડ્રાયફ્રૂટ અને ફળો - વાળમાં તેલ લગાવવાનું ભૂલશો નહીં
અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર નારિયેળ (Coconut), બદામ (almonds) અથવા આમળાનું તેલ લગાવવું જોઈએ. તેલથી તમારા માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ (Blood circulation) સુધરે છે. અને વાળના મૂળને પોષણ મળે છે. - કેમિકલયુક્ત પ્રોડક્ટ્સથી દૂર રહો
વાળના કલર, જેલ, સ્પ્રે અને અન્ય રસાયણો આધારિત પ્રોડક્ટ્સ (Products) તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. અને તેમને ભૂખરા બનાવી શકે છે. તેથી કુદરતી વિકલ્પો પસંદ કરો. - સૂર્ય અને પ્રદૂષણથી રક્ષણ
બહાર જતી વખતે તમારા વાળને સ્કાર્ફ (Scarf) અથવા ટોપીથી ઢાંકીને કવર કરવું. પ્રદૂષણ અને યુવી કિરણોને (UV rays) કારણે વાળ અકાળે સફેદ થઈ શકે છે. - પૂરતી ઊંઘ લો
ઊંઘનો અભાવ શરીરમાં તણાવ અને હોર્મોન્સ (Hormones) વધારે છે. જે વાળના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવાનું લક્ષ્ય રાખો. - તણાવ મુક્ત શરીર
તમારા રોજિંદા જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામનો સમાવેશ કરો. જેથી માનસિક તણાવ ઓછો થાય. અને વાળનો વિકાસ સામાન્ય રહે. - આમળાનું સેવન કરો
આમળામાં વિટામિન A (Vitamin A) અને એન્ટીઑકિસડન્ટ (antioxidants) ભરપૂર માત્રામાં હોય છે. તેને રસ અથવા ચ્યવનપ્રાશ તરીકે લો. અથવા આમળા પાઉડર પાણીમાં ભેળવીને પીવો. - વાળ ધોવાની યોગ્ય આદતો
વધુ પડતું શેમ્પૂ (Shampoo) કરવાથી અથવા ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડી જાય છે. વાળ નિસ્તેજ થઈ જાય છે. માટે અઠવાડિયામાં 2-3 વાર માઈલ્ડ હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો. - સફેદ વાળ ન ખેંચો
વારંવાર સફેદ વાળ ખેંચવાથી વાળના મૂળને નુકસાન થાય છે. આ પ્રક્રિયા બાકીના વાળ પણ સફેદ કરી શકે છે. - હર્બલ હેર પેક લગાવો
અઠવાડિયામાં એકવાર ભૃંગરાજ, મહેંદી, આમળા અને રીઠાથી બનેલો હેર પેક લગાવવો. જેથી તમારા વાળની કુદરતી ચમક અને રંગ જળવાઈ રહે છે.
આ આદતો અપનાવવાથી અકાળે સફેદ થતા ચોક્કસ અટકે છે. સાથે જ લાંબા સમય સુધી તમારા વાળ કાળા અને સ્વસ્થ પણ રહી શકે છે.
નોંધઃ આ લેખમાં દર્શાવેલી ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો- ઈસ્લામની વિચારધારા અમેરિકાની સ્વતંત્રતા માટે સૌથી મોટો ખતરો: તુલસી ગબાર્ડ


