Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Green tea: ગ્રીન ટી પીવા માટે સૌથી બેસ્ટ સમય કયો?, કસરત પહેલા કે પછી, તમે ક્યારે પીઓ છો?

વજન ઘટાડવા માટે ગ્રીન ટી ઘણું જ અસરકારક પીણું છે. ગ્રીન ટીમાં ઘણા સંયોજનો હોય છે. જે વજન ઘટાડવામાં, મૂડ સુધારવામાં, ઉર્જા જાળવવામાં અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. પરંતુ ઘણી જ વાર એવું જોવા મળે છે કે, યોગ્ય જાણકારીના અભાવે લોકો ગમે ત્યારે ગ્રીન ટીનું સેવન કરે છે. હવે ચિંતા છોડો આ લેખ વાંચો. આ લેખમાં તમને એ તમામ માહિતી મળશે, જે ગ્રીન ટી વિશે મળવી જોઈએ.
green tea  ગ્રીન ટી પીવા માટે સૌથી બેસ્ટ સમય કયો   કસરત પહેલા કે પછી  તમે ક્યારે પીઓ છો
Advertisement
  • Green tea: વજન ઘટાડવા માટે બેસ્ટ છે ગ્રીન ટી
  • સવારે, સાંજે કે કસરત પહેલાં?
  • વજન ઘટાડવા માટે ગ્રીન ટી ક્યારે પીવી તે જાણો

Green tea: ગ્રીન ટીને આરોગ્ય વર્ધક પીણુ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે વજન ઘટાડવા (Weight loss) ની વાત આવે છે. તેમાં કેટેચિન (Catechin) નામના ખાસ સંયોજનો હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સંયોજનો પાચનતંત્ર (Digestive system) ને મજબૂત બનાવે છે. પાચનમાં સુધારો કરે છે અને મનને સક્રિય રાખે છે.

Green tea 01_GUJARAT_FIRST

Advertisement

જ્યારે પાચનતંત્ર સારું હોય છે, ત્યારે વજન ઘટાડવું સરળ બને છે. ગ્રીન ટીમાં થોડી માત્રામાં કેફીન અને પોટેશિયમ (Potassium) પણ હોય છે. જે શરીરને ઉર્જા પૂરી પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય સમયે ગ્રીન ટી પીવાથી તેના ફાયદા વધી શકે છે. જ્યારે ખોટા સમયે પીવાથી નુકસાન થઈ શકે છે?

Advertisement

Green tea: ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, ગ્રીન ટી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે અથવા વર્કઆઉટ (Workout) પહેલાંનો છે. સવારે કોફીના બદલે ગ્રીન ટી પીવાથી દિવસની શરૂઆત સારી થાય છે. તેમાં થોડી માત્રામાં કેફીન (Caffeine) અને એલ-થેનાઇન (L-theanine) હોય છે. જે મૂડને સુધારે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

Green tea 02_GUJARAT_FIRST

જો તમારું લક્ષ્ય વજન ઘટાડવાનું અથવા ચરબી બર્ન કરવાનું છે. તો વર્કઆઉટ પહેલાં ગ્રીન ટી પીવી તે ખૂબ સારું રહેશે. સંશોધન સૂચવે છે કે આમ કરવાથી કસરત દરમિયાન ચરબી બર્નિંગ (Fat burning) થવાની પ્રક્રિયા ઝડપી થઈ શકે છે.

આ પણ વાંચો-------Lifestyle: માત્ર એક ડિટોક્સ ડ્રીન્કથી કીડની રહેશે સ્વસ્થ, જાણો ઘરે બનાવવાની રીત

Green tea:ક્યારે ના પીવી જોઈએ ગ્રીન ટી?

જમ્યા પછી તરત જ ગ્રીન ટી પીવાની ભલામણ કરવામાં આવતી નથી. ગ્રીન ટીમાં રહેલા કેટલાક સંયોજનો ખોરાકમાં રહેલા ખનિજો સાથે જોડાય છે. જે શરીરને આયર્ન (Iron), કોપર (Copper) અને ક્રોમિયમ (Chromium) જેવા આવશ્યક ખનિજોને યોગ્ય રીતે શોષી લેતા અટકાવે છે. સૂતા પહેલા ગ્રીન ટી પીવી પણ નુકસાનકારક હોઈ શકે છે.

Green tea 03_GUJARAT_FIRST

કેફીનનું પ્રમાણ અનિદ્રા અને ચિંતા, હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) અને ગભરાટનું કારણ બની શકે છે. તેથી યોગ્ય સમયે અને મર્યાદિત માત્રામાં ગ્રીન ટી પીવી તમારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Green tea 04_GUJARAT_FIRST

ગ્રીન ટી બનાવતી વખતે શું ધ્યાન રાખવું?

ગ્રીન ટી બનાવતી વખતે, ખાતરી કરો કે પાણી ખૂબ ગરમ કે ખૂબ ઠંડુ ના હોય. ગ્રીન ટીને 2 થી 3 મિનિટથી વધુ સમય સુધી પલાળશો નહીં. ઓછા સમય માટે પલાળવાથી તેનો સ્વાદ બહાર આવશે નહીં, અને વધુ સમય માટે પલાળવાથી ચા કડવી બનશે. સ્વાદ વધારવા માટે તમે ફુદીનાના પાન, થોડો લીંબુનો રસ અથવા એક ચમચી મધ ઉમેરી શકો છો.

આ પણ વાંચો------- Geyser Alert: તમારા ઘરમાં લગાવેલું ગીઝર ખતરનાક તો નથી ને?, ના કરો આ ભૂલ

આ પણ વાંચો-------Weight loss: પ્રોટીન v/s ફાઇબર, વજન ઘટાડવામાં કોણ આગળ – બેસનના ચિલ્લા કે ઘઉંની રોટલી?

Tags :
Advertisement

.

×