Grocery store: કરિયાણાની દુકાનેથી ખરીદી-બન્ને પક્ષે મજબૂત સંબંધો
Grocery store- રિટેલ ક્ષેત્રે શું થાય છે અને શું ભવિષ્ય છે? સામે ઝેપ્ટો બ્લિન્કીટ જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ કાઠું કાઢી બેઠા છે.
કરિયાણાની દુકાને ખરીદી કરવા જવું એટલે એક અનોખો ખરીદી અનુભવ થાય / થતો. આ લ્હાવો દરેકે લીધો જ હોય. રિટેલ સેક્ટરમાં આ ખરીદી અનુભવ - બાઈંગ એક્સપિરિયન્સ બહુ મોટું પરિબળ છે.
કસ્ટમર લોયલ્ટી
Grocery store સ્ટોરમાં વારસો જૂની ઓળખાણના કારણે લોયલ્ટી - બન્ને પક્ષે મજબૂત સંબંધો આધારિત રહેતી. કસ્ટમર્સને ઉમળકાથી આવકારવા, એની ખરીદીની પેટર્ન, એની ક્રેડિટ વર્ધીનેસ (હા એ દુકાનદાર આપણો જ અંગત સિબિલ સ્કોર કાઢીને બેઠો હોય) ડાયરી સિસ્ટમ એના આધારે જ સેન્ક્શન થતી હોય.
આ ઉપરાંત હોમ ડિલિવરી વગેરે જેવી વિશેષતા બહુ જુની છે. આમ તો ઘરેથી પંદર સત્તર વસ્તુઓનું લિસ્ટ લઇને ગયા હોઈએ પણ છેવટે પચ્ચીસ વસ્તુઓનો ઓર્ડર આપીને આવીએ. કારણ એ સતત આપણા લિસ્ટ જોઈને આપણને જણાવે કે હજી આ જુઓ આ બાકી છે.
આ હતો એક બાઈંગ એક્સપિરિયન્સ. જીવન જરૂરિયાતની વસ્તુઓ, અનાજ, કઠોળ, તેલ, સાબુ વગેરે...
સવારે ઓર્ડર આપીએ અને બપોરે હોમ ડિલિવરી. ટોપલા પર ગ્રાહકના નામનું લેબલ હોય. બીલની કોપી અને આય્ટમ ટેલી કરીને હિસાબ રોકડા આપી દેતા. ડાયરી સિસ્ટમ ઈમરજન્સી માટે રાખી હતી.
રિટેલરના ત્યાં ઉધારની જોગવાઈ
આજે ઝેપ્ટો, બ્લિન્કીટ, જીયો માર્ટ, ડી-માર્ટ ઓનલાઇન,સ્વિગ્ગી ઇન્સ્ટામાર્ટ સહિત ઘણી રિટેલ ઇ-કોમર્સ અને ક્વિક કોમર્સ મેટ્રો સીટી, ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં બહુ મોટું પરિબળ બની ગઇ છે. આંકડાનીઆવી ગયો છે..
નાના વેપારીઓની નવી પેઢીને પણ આ સમજવું જરૂરી છે. બાઇંગ એક્સપિરિયન્સ આપવો જરૂરી છે. રવિવારે સાંજે એક નાસ્તાની દુકાને ગયા હતા. ખાખરા, ખારી શિંગ દાળિયા અને સેવ વગેરે લીધાં. એનું બિલ બનાવવા માટે કાઉન્ટર પર આપ્યું. એ પછી ખજુર દેખાણું એટલે ખજુરનો ભાવ વગેરે જોતો હતો ત્યારે દુકાનમાં માલિક તરત જ કાઉન્ટર પાછળથી કહે કે આમને સીડલેસ, કિમીયા અને બીજા ખજુર બતાવો. ખજુર શિંગ ચીક્કી પણ બતાવો.
આ એક સજેશન સેલ્સ જ હતું. પણ બીલ બનાવનાર એનો પુત્ર ડોકાં અને કાન વચ્ચે ફોનમાં વ્યસ્ત થઈ બીલ બનાવી કહે કે છસ્સો પંચોતેર થયા. ખજુર વગેરે ખરીદી કર્યા વગર એમની દુકાનમાં જ રહી ગયું. એ નવી પેઢીના વિચારો ધરાવતો યુવાન હતો. આજની પેઢીનો. લેવું હોય તો લઈ લે. મારે એમને જણાવવાનું?
અને સાંજે ઘરે મહેમાન આવ્યા તો સેન્ડવીચ બનાવવા માટે બ્રેડ, બટર, કાકડી વગેરે લેવા નીકળતો હતો ત્યાં મારો પુત્ર પરમ કહે કે બહાર જવાની જરૂર નથી. દસ મિનિટમાં બધું જ આવી જશે. બ્લિન્કીટ કરી દીધું છે.
દસ મિનિટમાં બધું જ આવી ગયું. આ જનરેશન ઝી ની ખરીદી પેટર્ન છે. એમને આ બાઇંગ એક્સપિરિયન્સ આપવો જરૂરી છે. સજેશન સેલ્સ અનુભવ જરૂરી છે.
જનરેશન ઝી ની ખરીદી પેટર્ન
ક્વિક કોમર્સ ડિસ્કાઉન્ટ અને ઓફરો આપી રોકડા બાળીને નુકસાન વધારતા જાય છે? ફક્ત એવું નથી જ. આપણી માનસિકતા બદલવાની પ્રક્રિયા કરી રહ્યા છે. આપણે ખરીદી પ્રક્રિયા જ એમના આશરે મુકી દીધી છે.
કસ્ટમર ડેટા ડ્રિવન મોડેલ, ડાર્ક સ્ટોર, લો કોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન - લેથલ કોમ્બિનેશન છે.
બાઇંગ એક્સપિરિયન્સ જ કસ્ટમર રિલેશનશીપનું પ્રથમ ચરણ છે.
આ પણ વાંચો -શિયાળામાં રાત્રે Ajwain ખાવાથી મળશે આ 3 ફાયદા, ઘણી બીમારીઓ દૂર રહેશે


