Hair Care Tips : હવામાન બદલાતાં વાળ ખરે છે? માથામાં ખંજવાળ અને ડેન્ડ્રફ પાછળનું કારણ જાણો
હવામાન બદલાતાં માથામાં ખંજવાળ, ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા વધી રહી છે? તો તેના માટે માત્ર ઠંડી કે શેમ્પૂને જવાબદાર માનવાની ભૂલ ન કરતા. નિષ્ણાતોના મતે વાળના સ્વાસ્થ્યનો સંબંધ શરીરની અંદર ચાલતી કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સાથે પણ હોઈ શકે છે. ખાસ કરીને પાચનતંત્ર અને પોષણની ઊણપ વાળને કેવી રીતે અસર કરે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. યોગ્ય કાળજી માટે આ કારણો સમજવા જરૂરી છે.
Advertisement
Hair Care Tips : હવામાન બદલાતાં ઘણા લોકોને વાળ ખરવા (Hair Fall), માથામાં ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા સતાવવા લાગે છે. ખાસ કરીને ઠંડીની શરૂઆતમાં હવામાં ભેજ ઘટવાથી માથાની ત્વચા શુષ્ક બની શકે છે. જોકે વાળની સમસ્યા માટે માત્ર હવામાન જ જવાબદાર નથી. નિષ્ણાતોના મતે પોષણની ઊણપ, પાચનતંત્રની સમસ્યા અને જીવનશૈલી પણ વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

