Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : અનિંદ્રામાં અમોઘ, અનિવાર્ય અને અસરકારક ઔષધિ અશ્વગંધા

વર્તમાનમાં લોકોની ઊંઘ ઓછી થઈ રહી છે. ઊંધ સંબંધિત રોગો વધી રહ્યા છે. અનિંદ્રા જેવા રોગોથી રક્ષણ મેળવવા માટે અમોઘ, અનિવાર્ય અને અસરકારક છે અશ્વગંધા (Ashwagandha). વાંચો વિગતવાર.
health tips   અનિંદ્રામાં અમોઘ  અનિવાર્ય અને અસરકારક ઔષધિ અશ્વગંધા
Advertisement
  • અનિંદ્રા જેવા રોગોમાં અસરકારક છે Ashwagandha
  • Ashwagandha ના ઔષધિ તત્વોથી મગજના ચેતા કોષોની તાણ ઘટે છે
  • Ashwagandha ને લીધે ઊંઘ ગાઢ આવે છે જેનાથી શરીર તાજગી અનુભવે છે

Health Tips : Ashwagandha એક પ્રાચીન ઔષધિ છે. Ayurved માં અશ્વગંધા (Ashwagandha) ના અનેક મહત્વ અને ફાયદાઓનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આ ઔષધિ માનસિક - શારીરિક સ્વસ્થતા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Ashwagandha ખાસ કરીને ઊંઘ સંબંધી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. Ashwagandha ના સેવનથી રાત્રે ગાઢ ઊંઘ મળે છે જેનાથી શરીર દિવસ દરમિયાન ફ્રેશ અને એનર્જેટિક રહે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે અમૃત

Ashwagandha ને ઈન્ડિયન જિનસેંગ (Indian Ginseng) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રાચીન ઔષધીય વનસ્પતિ છે. જે તેના અદ્ભુત ગુણધર્મો માટે પ્રખ્યાત છે. તે માત્ર માનસિક શાંતિ (Mental Pease) અને તણાવ ઘટાડવા ઉપરાંત તે સહનશક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. સંશોધનોમાં સાબિત થયું છે કે, અશ્વગંધા ઔષધિ અનેક આરોગ્યપ્રદ લાભોથી ભરપૂર છે. ખાસ કરીને અશ્વગંધા મગજને ઊંઘ પૂરી પાડવામાં મદદરુપ છે. પૂરતી ઊંઘ મળવાથી આખા શરીરને તાજગી અને ઊર્જા પ્રાપ્ત થાય છે.

Advertisement

કઈ રીતે કારગત છે અશ્વગંધા ?

Ashwagandha ના મૂળમાં હાજર સક્રિય ઔષધી તત્વો શરીરની અંદરથી થાક ઘટાડે છે અને તેને ફરીથી ઊર્જાવાન બનાવી દે છે. Ashwagandha માનસિક તાણ, ચિંતા અને હતાશા ઘટાડવામાં પણ મદદરુપ છે. જેનાથી ઊંઘમાં સુધારો થાય છે. Ashwagandha નું નિયમિત સેવન કરવાથી શરીરમાં આત્મવિશ્વાસ અને શક્તિનો અનુભવ થાય છે. જો તમે થાક કે ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો અશ્વગંધા આપના માટે એક અમોઘ, અનિવાર્ય અને અસરકારક ઔષધિ સાબિત થશે. અશ્વગંધાથી શરીરને ફક્ત શારીરિક જ નહિ પણ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. આજના વ્યસ્ત જીવનમાં જ્યારે લોકો માનસિક દબાણ અને તાણનો સામનો કરી રહ્યા છે, ત્યારે Ashwagandha ખૂબ જ અસરકારક અને કુદરતી ઉપાય સાબિત થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ  Health Tips: ટૂથપેસ્ટ કરતા પણ વધુ અસરકારક છે આ ધરેલું દંતમંજન

શરીર બને છે ઊર્જાવાન

Ashwagandha નું નિયમિત સેવન કરવાથી શરીરના સ્નાયુઓને ઊર્જા પૂરી પાડે છે. તેથી શરીર થાકતું નથી. જ્યારે તમે અશ્વગંધાનું નિયમિત સેવન કરો છો, ત્યારે શરીરની અંદર ઊર્જાનું સ્તર વધે છે અને તમે વધુ સક્રિયતા અનુભવો છો. ખાસ કરીને જે શરીર દ્વારા કરવામાં આવતી નિયમિત ક્રિયાઓમાં પણ સક્રિયતા અનુભવાય છે. આ ઔષધિ શરીરને તાજગી આપે છે અને ઊર્જા આપે છે.

મગજ માટે છે મહત્વની ઔષધિ

ઊંઘની ગુણવત્તા સુધારવા માટે અશ્વગંધા એક ઉત્તમ ઉપાય છે. અશ્વગંધા માનસિક શાંતિ વધારે છે અને ઊંઘનો સમય વધારે છે. Ashwagandha નું સેવન કરવાથી શરીરમાં તણાવ ઓછો થાય છે અને આરામદાયક સ્થિતિ સર્જાય છે. સંશોધનથી સાબિત થયું છે કે Ashwagandha ઊંઘની ગહનતા વધારે છે અને વ્યક્તિને આરામદાયક ઊંઘ આપે છે. જો તમે ઊંઘની કમી કે અનિંદ્રાથી પીડાઈ રહ્યા છો, તો અશ્વગંધા એક કુદરતી અને અસરકારક ઉકેલ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ  Be Careful : ભારતીય સેનાને દાન આપો તેવો Fake Message થઈ રહ્યો છે વાયરલ

Tags :
Advertisement

.

×