Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : ગાઢ અને સળંગ નિંદ્રા માટે કરો આ ઉપાયો, મગજ અને શરીર બંને અનુભવશે તાજગી

ઉનાળામાં અનિંદ્રા અને ખલેલ યુક્ત નિંદ્રાના કિસ્સા વધી જાય છે. જો આપ ઉનાળામાં ગાઢ અને સળંગ નિંદ્રા (Deep Sleep) લેશો તો આપનું મગજ અને શરીર બંને તાજગી અનુભવશે. અમે આપને જણાવીશું કે ગાઢ અને સળંગ નિંદ્રા માટે કયા ઉપાયો કરવા જોઈએ ? વાંચો વિગતવાર.
health tips   ગાઢ અને સળંગ નિંદ્રા માટે કરો આ ઉપાયો  મગજ અને શરીર બંને અનુભવશે તાજગી
Advertisement
  • ગાઢ અને સળંગ નિંદ્રા (Deep Sleep) માટે સૂવા અને જાગવાનો ચોકક્સ સમય જાળવો
  • બેડરૂમનું તાપમાન, પ્રકાશ અને અવાજ તમારી ઊંઘને અનુરુપ હોવા જોઈએ
  • સૂતા પહેલા 1 કલાક સુધી સ્માર્ટ ફોન, લેપટોપ અને ટીવી ન વાપરવા જોઈએ

Health Tips : શિયાળા કે ચોમાસામાં જે પ્રકારની ગાઢ અને સળંગ નિંદ્રા (Deep Sleep) આવે છે તેવી ઉનાળામાં આવતી નથી. અનેક લોકો ઉનાળામાં અનિંદ્રા કે ખલેલ યુક્ત નિંદ્રાની સમસ્યાથી પીડાય છે. યોગ્ય નિંદ્રા લેવી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખો દિવસ થાક્યા પછી રાત્રે ઊંઘવાથી શરીર અને મગજ બંને ફરીથી તાજગીપૂર્ણ અને ખુશનુમા બની જાય છે. તેનાથી ઉલટુ જો આપ રાત્રે બરાબર નિંદ્રા નહિ લો તો બીજા દિવસે સવારે થાક અને આળસ અનુભવાશે. નિંદ્રાના અભાવથી મગજ અને શરીરની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે.

સૂવાના 1 કલાક પહેલા સ્ક્રીનથી દૂર રહો

Deep Sleep માટે સૌથી મહત્વનું એ છે કે તમે રાત્રે સૂવાના એકાદ કલાક અગાઉ સ્ક્રીનથી દૂર રહો. તમારી આંખોને સ્માર્ટ ફોન, ટીવી, લેપટોપ કે ટેબ્લેટની સ્ક્રીનમાંથી નીકળતા કિરણોથી બચાવો. આખો દિવસ કામ કર્યા બાદ રાત્રે સૂવાના એકાદ કલાક અગાઉ તમે આંખોને સ્વચ્છ પાણી (Clean Water) થી ધૂઓ અને સુતરાઉ કપડાંથી સાફ કરી લો. આટલું કર્યા બાદ આંખોને સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટીવીમાંથી નીકળતા હાનિકારક કિરણોથી બચાવો. આ વસ્તુઓનો ઉપયોગ ટાળી દો. સૂવાના એકાદ કલાક પહેલા આંખો જો હાનિકારક કિરણોથી દૂર રહેશે તો તમને સરળતાથી Deep Sleep આવશે.

Advertisement

બેડરૂમનું વાતાવરણ (અવાજ-પ્રકાશ-તાપમાન)

યોગ્ય નિંદ્રા મેળવવા માટે સૌથી પહેલા અગત્યનું છે તમારા બેડરૂમનું વાતાવરણ. જો બેડરૂમમાં શોરબકોર થતો હોય, કોઈ ઊંચા અવાજે સ્માર્ટ ફોન કે ટીવી જોતું હોય તો આપ ગાઢ નિંદ્રાથી વંચિત રહી શકો છો. ઘણીવાર બેડરૂમમાં એક વ્યક્તિ સૂતો હોય અને બીજો તેની બાજુમાં ગીતો સાંભળે કે મૂવિ જોતો હોય છે. આવી સ્થિતિમાં સૂતેલા વ્યક્તિની ઊંઘમાં ખલેલ થવાની સંભાવના છે. તેથી સૂવાના સમયે બેડરૂમમાં તદ્દન નિરવતા જાળવો. બીજી અગત્યની બાબત છે પ્રકાશ. જો આપને Deep Sleep જોઈતી હોય તો બેડરૂમમાં અંધારુ (Darkness) હોવું બહુ આવશ્યક છે. જો રૂમમાં તેજ પ્રકાશ હશે અથવા બહારથી લાઈટનો સીધો શેરડો આવતો હશે તો આપ ગાઢ અને સળંગ નિંદ્રા નહીં માણી શકો. ત્રીજી અગત્યની બાબત છે તાપમાન. ઉનાળામાં બેડરૂમમાં જો નિયમિત તાપમાન નહીં હોય તો આપને ગાઢ અને સળંગ નિંદ્રા નહીં આવે. સામાન્ય રીતે લોકો ઉનાળામાં AC દ્વારા રૂમનું તાપમાન એટલું નીચું કરી દે છે કે શરીરને ઠંડીનો અનુભવ થવા લાગે છે અને શરીર અન્કમ્ફરટેબલ ફિલ કરવા લાગે છે. AC દ્વારા વધુ પડતી ગરમી દૂર થાય તેટલું નોર્મલ ટેમ્પરેચર રાખવાથી આપને સરસ ઊંઘ આવી શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ Health Tips: AC માંથી સીધા તડકામાં જતા લોકો થઈ જાઓ સાવધાન, બ્રેઈન હેમરેજનું જોખમ વધી રહ્યું છે

રુટિન જાળવી રાખો

સામાન્ય રીતે આખા વર્ષમાં ઉનાળામાં નિંદ્રા ખલેલ યુકત બનવાની શક્યતાઓ વધતી હોય છે. આ સમસ્યાનો એક સરળ અને કારગત ઉપાય છે. તમે સૂવાનો અને જાગવાનો નિત્યક્રમ વારંવાર બદલશો નહીં. રોજ રાત્રે નિયત સમયે જ સૂવો. જેનાથી આપના મગજને સંકેત મળશે કે કયા સમયે સૂવાનું છે. તેથી તે બધી ક્રિયાઓ મંદ કરી દેશે. જે રીતે સૂવાનો નિયત સમય મહત્વનો છે તે જ રીતે જાગવાનો સમય પણ મહત્વપૂર્ણ છે. રોજ એક જ સમયે જાગવાથી તમારા મગજ ઉપરાંત શરીરને પણ ક્રિયાન્વિત થવા માટે સંકેત મળે છે. તમારી બોડી ક્લોક (Body Clock) સેટ થઈ જાય છે. જો જાગવા અને સૂવા માટેનો નિયત સમય શરીરની Body Clock માં સેટ થઈ જશે તો શરીર બાકી દૈહિક ક્રિયાઓને આ સમય અનુસાર સેટ કરી દેશે.

આ પણ વાંચોઃ Newborn Care : ઉનાળામાં AC કે કૂલરમાં રાખવામાં આવતા નવજાત શિશુ માટેની ખાસ તકેદારીઓ વિશે જાણી લો...

Tags :
Advertisement

.

×