Health Tips : બેસ્ટ ડાયજેશન અને વેટ લોસ કરવા માટે વહેલી સવારે હળદર અને જીરાવાળું પાણી પીવો
- ઝડપથી વજન ઉતારવા માટેનો કુદરતી અને કારગત ઉપાય
- Turmeric અને Cumin મિશ્રિત પાણીના નિયમિત સેવનથી ડાયજેશન સુધરે છે
- વહેલી સવારે હળદર જીરા મિશ્રિત પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
Health Tips : અત્યારે મોટાભાગના લોકો મેદસ્વીતાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વજન ઉતારવા માટે અનેક લોકો સતત અનેક ઉપાયો અજમાવતા હોય છે. જેમાં એકસરસાઈઝ, ડાયટ, મેડિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આજે અમે આપને વજન ઉતારવા માટે એક કારગત અને કુદરતી ઉપાય વિશે જણાવીશું. આ કુદરતી ઉપાયથી વજન તો ઉતારશે પરંતુ તમારી ડાયજેશન સિસ્ટમ (Digestive System) પણ મજબૂત બનશે.
કુદરતી અને કારગત ઉપાય
આજે અમે આપને ઝડપથી વજન ઉતારવા અને ડાયજેશનને મજબૂત કરવા માટેનો કારગત અને કુદરતી ઉપાય જણાવીશું. આ ઉપાય કુદરતી છે, કારગત છે અને કિફાયતી પણ છે. ઘરના રસોડામાં ઉપલબ્ધ એવી સરળ ચીજ વસ્તુઓથી આપ ઝડપથી આપનું વજન ઉતારી શકશો. સૌથી પહેલા વહેલી સવારે એક ગ્લાસ ગરમ પાણી કરો. તેમાં હળદર (Turmeric) અને જીરા (Cumin)નો પાવડર ઉમેરો. આ પાણીનું નિયમિત સેવન કરવાથી આપની પાચનક્રિયા મજબૂત બનશે. આપનું વજન પણ ઝડપથી ઉતરશે. વહેલી સવારે હળદર અને જીરા મિશ્રિત પાણી પીવાના અનેક ઔષધિય ફાયદા પણ છે.
આ પણ વાંચોઃ Health Tips : ચોમાસામાં તમારા પરિવારજનોને ડેન્ગ્યૂથી બચાવા કરો આ ઉપાયો
હળદર અને જીરાના ઔષધિય ગુણો
રસોડામાં સરળતાથી ઉપલબ્ધ એવું જીરું અનેક ઔષધિય ગુણોથી ભરપુર છે. જીરાના નિયમિત સેવનથી કબજિયાત, એસિડિટી, પેટનું ફુલવું વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે. જીરા જેવા જ ઔષધિય ગુણો હળદરમાં પણ રહેલા છે. હળદરના એન્ટિબેક્ટેરિયલ ગુણને કારણે અનેક રીતે ફાયદાકારક છે. હળદરના નિયમિત સેવનથી ત્વચા ચમકદાર અને મજબૂત બને છે. હળદરના સેવનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય છે. તેથી જ રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં હળદર અને જીરુ ઉમેરીને સેવન કરવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. જીરા અને હળદરવાળા પાણીથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
આ પણ વાંચોઃ Lifestyle: આ વસ્તુઓ તમારા પેટ માટે વરદાન સાબિત થશે, આયુર્વેદે પણ વાત સ્વીકારી