ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health Tips : છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ સરળતાથી દૂર કરો, જૂઓ આ Viral Video

ભારતમાં છોકરીઓ કરતા છોકરાઓમાં સ્કીનકેર (Skincare) નું પ્રમાણ ઓછું જોવા મળે છે. આજે અમે આપને છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ અને રુવાંટી દૂર કરવાની સરળ રીત જણાવીશું. આ રીતથી કાળાશ સરળતાથી દૂર કરતો એક વીડિયો પણ Viral થઈ રહ્યો છે.
06:27 PM May 12, 2025 IST | Hardik Prajapati
ભારતમાં છોકરીઓ કરતા છોકરાઓમાં સ્કીનકેર (Skincare) નું પ્રમાણ ઓછું જોવા મળે છે. આજે અમે આપને છોકરાઓના હાથ-પગ પર જોવા મળતી કાળાશ અને રુવાંટી દૂર કરવાની સરળ રીત જણાવીશું. આ રીતથી કાળાશ સરળતાથી દૂર કરતો એક વીડિયો પણ Viral થઈ રહ્યો છે.
Blackness Removal Gujarat First

Health Tips : ભારતમાં છોકરીઓ સ્કીનકેર (Skincare) ને લઈને વધુ સચેત હોય છે. જ્યારે છોકરાઓમાં સ્કીનકેર બાબતે એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે. તેથી જ છોકરીઓ કરતા છોકરાઓના હાથ-પગ પર કાળાશ અને રુવાંટી વધુ જોવા મળે છે. જો કે તડકામાં હાથ અને પગ પર પડેલ કાળા ડાઘા તેમજ રુવાંટી દૂર કરવાની એક સરળ રીતે અમે આપને જણાવીશું. આ રીતથી એક છોકરાના હાથ પરના કાળા ડાઘા દૂર કરતો વીડિયો પણ Viral થઈ રહ્યો છે. આ રીતમાં જે પેસ્ટ વપરાય છે તેના ઈન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લો.

પેસ્ટ બનાવવાની સામગ્રી અને રીત

અસહ્ય ગરમી અને સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી હાથ-પગ પર કાળાશ જોવા મળે છે. આ કાળાશ છોકરીઓ કરતા છોકરાઓમાં વધુ જોવા મળે છે કારણ કે છોકરાઓ સૂર્યપ્રકાશ (Sunlight) થી બચવાના ઓછા ઉપાયો કરે છે, સનસ્ક્રીનનો ઉપયોગ પણ ઓછો કરે છે. તેથી આજે અમે આપને એક એવી પેસ્ટ વિશે જણાવીશું કે જેના ઉપયોગથી છોકરાઓ સરળતાથી હાથ-પગ પર રહેલ કાળાશ દૂર કરી શકશે. આ કારગર નુસ્ખામાં વપરાતી પેસ્ટ બનાવવા માટે આપને અડધું લીંબુ (Lemon), 1 ચમચી શેમ્પુ (Shampoo), 1 ચમચી ટૂથપેસ્ટ (ToothPaste) અને 1 ચમચી ઈનો (Eno) ની જરૂર પડશે. સારી રીતે આ ચીજ વસ્તુઓને ભેળવી લેવાથી આ પેસ્ટ તૈયાર થઈ જાય છે.

આ પણ વાંચોઃ  Liver Care Tips: ફેટી લીવરને કારણે ત્વચા પર કયા લક્ષણો દેખાય છે?

વીડિયો વાયરલ (Viral Video)

અહીં જણાવેલ પેસ્ટનો ઉપયોગ મહારાષ્ટ્રના ભિવંડીના એક સલૂન ઓનરે એક કસ્ટમર પર કર્યો અને સરળતાથી હાથ પરના ટેન દૂર થઈ ગયા. આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. સલૂન માલિકે ખુદ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @look_art_saloon_ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સલૂન ઓનરે એક છોકરાના હાથના થોડાક ભાગ પર આ પેસ્ટ લગાવી. થોડી વાર બાદ તેને ભીના સ્પોન્જની મદદથી છોકરાનો હાથ લૂછ્યો. હાથ લૂછતાં જ છોકરાના હાથનો રંગ બદલાઈ ગયો. તમે પણ આ પેસ્ટ અજમાવી શકો છો પરંતુ અજમાવતા પહેલા તેનું પેચ ટેસ્ટ કરી લેજો.

આ પણ વાંચોઃ  ભારતીય સીમા પર તણાવ વચ્ચે તમારી પાસે રાખો આ ઇમરજન્સી કીટ, ઘણી મદદરૂપ થશે

Next Article