Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Health Tips : વાળ ખરવાએ માત્ર જેનેટિક સમસ્યા નથી, 5 વિટામિનની ઉણપથી અટકે છે હેરગ્રોથ

Health News : વર્તમાન સમયમાં વાળ ખરવાની સમસ્યા દરેક વ્યક્તિને થાય છે. આપણો દૈનિક આહાર અને આવશ્યક વિટામિનનો અભાવ પણ વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ચોક્કસ વિટામિનની ઉણપ વાળના વિકાસને ધીમો કરી શકે છે. વાળ ખરવાનું વધારી શકે છે. આજે અમે તમને પાંચ આવશ્યક વિટામિન વિશે જણાવીશું જેની ઉણપ વાળના વિકાસને અસર કરી શકે છે.
health tips   વાળ ખરવાએ માત્ર જેનેટિક સમસ્યા નથી  5 વિટામિનની ઉણપથી અટકે છે હેરગ્રોથ
Advertisement
  • Health News : શું વાળ ખરવાએ જેનેટિક સમસ્યા છે ?
  • કેટલાક વિટામિનની ઉણપથી વાળ ઝડપી સફેદ થાય છે.
  • નાની ઉંમરે વાળનું ખરવું કે સફેદ થવું વિટામિની ઉણપ દર્શાવે છે.

Health News : વર્તમાન સમયમાં વાળ ખરવાની સમસ્યા દરેક વ્યક્તિને થાય છે. આપણો દૈનિક આહાર અને આવશ્યક વિટામિનનો અભાવ પણ વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ચોક્કસ વિટામિનની ઉણપ વાળના વિકાસને ધીમો કરી શકે છે. વાળ ખરવાનું વધારી શકે છે. આજે અમે તમને પાંચ આવશ્યક વિટામિન વિશે જણાવીશું જેની ઉણપ વાળના વિકાસને અસર કરી શકે છે.

ત્વચા અને વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે વિટામિન Aનું સંતુલિત સેવન જરુરી છે. જો કે ખૂબ વધારે ઓછું વાળના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વિટામિનAનું સંતુલિત સેવન જરુરી છે. વિટામિન A સામાન્ય રીતે શક્કરિયા, ગાજર, કોળું, પાલક, પપૈયા, બ્રોકોલી સહિતની વસ્તુનું સેવન કરવું જોઈએ.

Advertisement

Advertisement

વિટામિન Aની ઉણપ(Health News)

NIHના જણાવ્યા અનુસાર બાયોટીનની ઉણપના (Health News)કારણે વાળ પાતળા થાય છે. વિટામિન B7 વાળના ફોલિકલ્સને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જ્યારે વિટામિન B7 બાયોટિન દૂધ, બદામ, બીજ, મસૂર, ઓટ્સ, કેળા, પાલક જેવી વસ્તુઓમાંથી મળી રહે છે.

જ્યારે હાર્વર્ડ હેલ્થ અનુસાર વિટામિન C શરીરને ખોરાકમાંથી આયર્ન શોષવામાં મદદ કરે છે. જે લોકો આયર્નની ઉણપ સાથે વાળ ખરવાનો અનુભવ કરે છે. તેમના માટે વિટામિન C મહત્વની ભૂમિકા ભજવે છે.

કેટલાક રિસર્ચ અનુસાર વિટામિન D વાળના ફોલિકલ ચક્રની શરુઆતમાં સામેલ છે. જો કે વિટામિન Dની ઉણપથી ડાઘ પડવા, ઉંદરી સાથે પણ જોડવામાં આવે છે. નારંગીનો રસ, અનાજ, દૂધ, દહીં અને સૌથી અગત્યનું, સૂર્યપ્રકાશમાં જોવા મળે છે.

વિટામિન B9ની ઉણપ

આ ઉપરાંત વિટામિન B9ની ઉણપના કારણે પણ વાળ સફેદ થતા હોય છે. વિટામિન B9 સામાન્ય રીતે પાલક, બીટ, ભીંડા, ચણા, સોયાબીન, સાઇટ્રસ ફળો, કેળા, મગફળી, બદામ, બ્રાઉન રાઈસ અને સૂર્યમુખીના બીજમાં જોવા મળે છે.

Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે હંમેશા તમારા નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો -------  સલમાનની પાર્ટીમાં ધોનીની કારમાં શું દેખાયું? વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા ગજવ્યું

Tags :
Advertisement

.

×