Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Tips : ચહેરાની પાતળી અને સંવેદનશીલ ત્વચાને બનાવશે તંદુરસ્ત અને ચમકદાર આ ઘરેલું લેપ

વાતાવરણમાં થતા ફેરફારથી ચહેરાની સંવેદનશીલ (sensitive) ત્વચાને નુકસાન પહોંચે છે. જો તમે ચહેરાની આ સુંવાળી ત્વચાને તંદુરસ્ત અને ચમકદાર (healthy and shiny) બનાવવા માંગો તો ઘરે જ બનાવો આ ગુણકારી લેપ. વાંચો વિગતવાર.
health tips   ચહેરાની પાતળી અને સંવેદનશીલ ત્વચાને બનાવશે તંદુરસ્ત અને ચમકદાર આ ઘરેલું લેપ
Advertisement
  • ચહેરાની સંવેદનશીલ ત્વચા માટે જાણી લો આ ઓર્ગેનિક લેપ વિશે
  • મુલતાની માટી, ચોખાનો લોટ અને કાચા દૂધમાંથી બનતો આ લેપ ઘરે જ બનાવી શકાય છે
  • rice flour માં રહેલા વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટથી ત્વચા નિખરી ઉઠે છે

Health Tips : અત્યારે ભારતમાં ક્યાંક અસહ્ય ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવતા આવા પરિવર્તનોથી ચહેરાની સંવેદનશીલ (sensitive) ત્વચા ને નુકસાન પહોંચે છે. ચહેરાની ત્વચા સંવેદનશીલ હોવા ઉપરાંત સુંવાળી હોય છે તેથી વાતાવરણમાં રહેલ ભેજ, ગરમી અને ઠંડીની સત્વરે અસર થાય છે. જો આપ ચહેરાની ત્વચા માટે કોઈ પ્રકારનો ખાસ લેપનો ઉપયોગ કરવા માંગતા હોવ તો અમે આપને જણાવીશું એક એવા લેપ વિશે જે ઘરે જ બનાવી શકાય છે અને તેમાં વપરાતી વસ્તુઓ ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે.

ઘરેલું લેપની સામગ્રી અને બનાવવાની રીત

ચહેરાની ત્વચા પર જો મુલતાની માટીનો લેપ કરવામાં આવે તો ત્વચા તંદુરસ્ત થાય છે અને ચમકી ઉઠે છે. ચહેરાની ત્વચા માટે આજે અમે આપને જે ઘરેલું લેપ વિશે જણાવીશું તેમાં મુલતાની માટીનો મુખ્ય ભાગ જોવા મળે છે. મુલતાની માટી (multani mitti) ના આ લેપમાં થોડો ચોખાનો લોટ (rice flour) અને કાચું દૂધ (raw milk) ઉમેરો. આ વસ્તુઓથી જે લેપ બને છે તે તમારી ત્વચાને કંઈક અલગ જ નિખાર આપશે. હવે ઘરેલું લેપ (homemade face mask) બનાવવાની રીત પણ જાણી લો. સૌ પ્રથમ એક પાત્રમાં મુલતાની માટીને પાણીમાં પલાળો. આ મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ તેમાં થોડો ચોખાનો લોટ ઉમેરો. ત્યારબાદ આ લેપમાં થોડું કાચું દૂધ ઉમેરો. આ મિશ્રણને યોગ્ય રીતે મિશ્રિત કરો.

Advertisement

આ લેપનો કેવી રીતે કરશો ઉપયોગ ?

ઘરે બનતા આ ઓર્ગેનિક લેપમાં મુલતાની માટી, ચોખાનો લોટ અને કાચું દૂધ હોવાથી આ લેપ ત્વચા માટે રામબાણ લેપ છે. આ લેપના ઉપયોગ કરવા માટેની સાચી રીત પણ જાણી લો. સૌ પ્રથમ આ લેપને સેમી લિક્વિડ ફોર્મમાં એક બાઉલમાં લો. હળવા હાથે કોટન વડે આખા ચહેરા પર આ લેપ લગાડો. આ લેપમાં પાણીનું યોગ્ય પ્રમાણ હોવું બહુ આવશ્યક છે. જો પાણીનું પ્રમાણ વધુ પડતું હશે તો લેપ પાતળો થઈ જશે અને જો પાણી ઓછું હશે તો લેપ કડક થઈ જશે. આ સમસ્યા નિવારવા પાણીનું યોગ્ય પ્રમાણ રાખો. આખા ચહેરા પર કોટન વડે લેપ લગાડ્યા બાદ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ ચહેરા પર આ લેપ 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ બાદ ખાસ ધ્યાન રાખો કે ચહેરા પરથી લેપને હુંફાળા પાણીથી દૂર કરો. હુંફાળા પાણીનો ઉપયોગ કરવાથી ચોખાના લોટના કણો ચહેરાની ત્વચા પર ચોંટી રહેશે નહીં. બસ હવે સાફ નેપ્કિનથી ચહેરો સાફ કરી લો. આપનો ચહેરો વિના મેકઅપે પણ ચમકવા લાગશે.

Advertisement

આ પણ વાંચોઃ  ઉનાળામાં લેડીફિંગર પાણી સ્વાસ્થ્ય માટે ખજાનાથી ઓછું નથી, તેના ફાયદા જાણ્યા પછી તમે તેને તમારા લોકરમાં રાખશો!

આ લેપના ફાયદા

અહીં અમે જણાવેલ મુલતાની માટી, ચોખાનો લોટ, કાચું દૂધના મિશ્રણનો લેપ અત્યંત ઓર્ગેનિક છે. આ લેપના ઉપયોગથી કોઈપણ પ્રકારની આડઅસર વિના ત્વચા ચમકદાર બનશે. ચહેરાની સંવેદનશીલ ત્વચા પર વાતાવરણમાં થતા તાપમાનની હાનિકારક અસરો થશે નહીં. મુલતાની માટી ત્વચાને સાફ કરે છે, ખીલ ઘટાડે છે. વળી કાચા દૂધના લીધે ત્વચા ચમકદાર પણ બને છે. ઘરે જ બનતા આ લેપમાં ચોખાનો લોટ હોવાથી ત્વચા મોશ્ચરાઈઝ પણ થાય છે. જેથી હવામાં રહેલા ભેજની હાનિકારક અસરો ત્વચા પર થતી નથી. ચોખાના લોટના વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ પણ ત્વચા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે.

આ પણ વાંચોઃ EPFO : Tatpar પોર્ટલનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરાયું, જાણી લો નવા અપડેટ્સ વિશે વિગતવાર

(ડીસ્કલેમરઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આ માહિતી આપની જાણકારી સારુ છે. આ માહિતીની અસરકારકતાની Gujarat First પુષ્ટી કરતું નથી.)

Tags :
Advertisement

.

×